SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપાન્તરણ-પરિવર્તન લાવ્યા વગર જ ચાલ્યું જાય, ઉપનિષદ દષ્ટાઓની પ્રજ્ઞા પૂર્ણ દૃષ્ટિમાં તે જ્ઞાન અથવા વિદ્યા જ્ઞાન અથવા વિદ્યાની કોટિમાં આવતા નથી. જ્ઞાન એ તે એવી દિવ્ય અને લેકેજર તિ છે જે વાસનામૂલક જીવનને આમૂલ રૂપાંતરિત કરી અમૃતત્વના માર્ગે વાળી દે છે, જાણે ન જન્મ, નવી દિશા, નવો આયામ અને અનંત સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશમાન લકત્તર પરમ દિવ્ય જગતમાં કે જ્યાં અંધારાને શે જ અવકાશ નથી તેની પરમ પ્રતીતિ ! જ્ઞાનને આત્યંતિક આદર્શ અથવા પરમ કસોટી આ જ છે કે તે પિતાની મેળે જ આચરણ બની જાય. જે જ્ઞાન પિતાની મેળે આચરણ ન બને પરંતુ આચરણ બનાવવા માટે જેને રા. રેપિત કરવું પડે, ઉપનિષદના દષ્ટાએ તેને અવિઘાના નામથી જાણતા અને ઓળખાવતા હોય છે. ભગવાન બુદ્ધે જ્યારે એક માણસના શબને મશાન તરફ લઈ જવાતું જોયું ત્યારે તે માણસન. શમશાનયાત્રા તેમને પોતાની જ શમશાનયાત્રા લાગી. પિોતે જ અર્થી સાથે બંધાયાની જીવંત પ્રતીતિ કે જીવિત સત્યને બંધ થયે. મૃત્યુના આ પરમ સાક્ષાત્કારે અથવા પ્રાણસ્પર્શી જ્ઞાને તેમના આખા જીવનને રૂપાન્તરિત કરી નાખ્યું. હવે એમને રાજ્ય, રાજકીય ગપગ, સમૃદ્ધિ કર્ણ સુખસાધને, સ્ત્રી, પુત્ર, માતા, પિતા બધા આકર્ષક અને મેહક મટી, વિકર્ષક અને વિમેહક બની ગયા. તેમની દષ્ટિ પરિધ ઉપરથી કેન્દ્ર પર, સત્ય પર, કેન્દ્રિત થઇ. રાજકીય વૈભવ રલાસ અને નવજાત શિશુ તથા પત્નીના વ્યાહના આકર્ષણે વિકર્ષણમાં ફેરવાઈ ગયા અને એક જ ક્ષણમાં કશી જ પ્રતીક્ષા, સલાહ કે આદેશની અપેક્ષા રાખ્યા વગર, રાજપુત્ર બુદ્ધ -સાદની સુંવાળી શાને પરિત્યાગ કરી, પરિવ્રાજક–ભિક્ષુક થઈ ગયા. મહેલાતેની ફૂલ ભરેલી કમળ શય્યા તેમને શલ્ય-કાંટાઓથી ભરેલી લાગવા માંડી અને કંટાકર્ણ પથરીલા માર્ગ, ભિક્ષાપાત્ર લઈ ભટકવામાં પણ બાદશાહતનું સૌંદર્ય દેખાવા લાગ્યું. સત્યને કે જ્ઞાનને પ્રાણોન, અંતરતમમાં સંસ્પર્શ થાય એટલે આખું જીવન પારલૌકિક, પારમાર્થિક અને પરમ આધ્યમિક્તાના આલેકમય નવ જગતમાં રૂપાન્તરિત થઈ પ્રવિષ્ટ થઈ જાય. શેખ સાદીએ એક ઠેકાણે લખ્યું છે કે ઘણા દિવસો વીતી ગયા. એક નદી કાંઠે પડેલી અને ખડતી એક મડદાની પરીએ માર્ગમાંથી પસાર થતા એક વટેમાર્ગને અવનવી વાત કહી. -દનુસાર–પરી બોલીઃ “મેં ભી કભી બાદશાહી દબદબા રખતી થી. મેરે પર હર કો કરડે, કા તાજ શેભા દેતા થા. મૈને પરાજય કા તે કભી નામ હી સુના ન થા. વિજય મુઝે પદ પર ઝૂમ કર ઈડલાતી રહતી થી. વિજ્ય કે ઇસ ઉન્માદ સે મેરે ઘેર જમીન પર પડતે રહી છે. મેં કભી કલ્પના ભી ન કર સકી યહ સારા દબદબા, વે બાદશાહત એક હી ક્ષણમેં ધૂલિ- સરિત હૈ જાયગી. કીડે મુઝે ક્ષત-વિક્ષત કરી દેશે. હર પૈર મુઝે ઠોકર મારતા, ફૂટબોલ કી ત: 5 ઉછાલતા ચલતા જાયગા”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy