SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વિશ્વા અવશ્ય જન્મ્યા; પરંતુ ઉપયુ કત વિશ્વાસને ક્રિયાન્વિત કરવામાં હજી અપેક્ષા હતી. સમયના પરિપાકની પ્રારબ્ધ, નિયતિ, ઇશ્વરેચ્છા અથવા સંયોગ પ્રાણૈાના અંતરાલમાંથી જન્મેલી ભાવનાને ભૂત રૂપ મળવાના ઊજળા સજોગે ઊભા થયા. સન્ ૧૯૭૫માં તપોધની પૂ. રતિલાલજી મ. સા.નું ચાતુર્માસ વડિયા મુકામે નિશ્ચિત થયું તેમજ મધુર વ્યાખ્યાની બા, બ્ર. પૂ. શ્રી ગિરીશ મુનિજીનું ચાતુર્માસ જેતપુર મુકામે નિશ્ચિત થયુ. જેતપુર અને વિડયા આઠ દસ ગાઉના અંતરમાં આવેલા સમીપસ્થ ગામે છે. ટ્રેનની દૃષ્ટિએ વડિયાથી જેતપુર જતાં માત્ર એક જ સ્ટેશન વચ્ચે આવે છે. આવવા જવાની ભારે સગવડતાઓ એટલે કામકાજ કરવામાં અગવડતાને ભાગ્યે જ અવકાશ. પૂ. મહારાજશ્રી એ મારા પરમ મિત્ર શ્રી અમૃતલાલભાઈ મ. દોશી મારફત પરત કરેલા રાજકેટ ચાતુર્માસના પ્રવચનેાના સંપાદનને પ્રસ્તાવ મેાકલાબ્યા. મારી પ્રત્યભિજ્ઞા જાગૃત થઈ. ઇશ્વરને કોઈ અગમ્ય સકેતજ હાય એમ માની મેં તેમના પ્રસ્તાવને વધાવી લીધો. લખાણુ આ વખતે પણ સમય મર્યાદામાં થઈ શકશે કે કેમ, આ જાતની શંકાથી સભર મારું માનસ તે હતું જ, વળી હૃદય રોગના કારણે હૃદય શ્રમ ખમી શકવા અશકત જણાય તેા પણ કામ મૂકી દેવું પડે એવી મા સ્પુ તકારી ય એમ ન હતી. આમ છતાં ઈશ્વરેચ્છા માની પ્રવચનેાના સંપાદનનું કાર્યં હાર્દિક ભાવનાથી સ્વીકારી લીધું. 람 મહારાજશ્રીએ સરળતાપૂર્ણાંક જે સહૃદયતા, પ્રભુતા અને વિરાટતાના પરિચય આપ્યું અને ભૂતકાળને સ્મૃતિગોચર કર્યાં વગર જ પ્રેમપૂર્વક મારા જેવા રુ અને પથારીવશ વ્યકિતને આ ભગીરથ કાય સાંપવાનું જે સાહસ કર્યું. તેનેાજો ઉલ્લેખ ન કરું તા તેઓશ્રીના આ વિરલ વ્યકિતત્વ તરફની મારી કૃતઘ્નતા જ ગણાશે. લેખનકાય પરત્વેની મારી મૌલિક ઉદાસીનતા અને ઉપેક્ષાભરી નબળાઇને પાઠા સમક્ષ ઋજી ભાવે પ્રગટ કરવાને બદલે જો પ્રચ્છન્ન રાખવાનેા પ્રયત્ન કરુ, તે તે પણ ઇશ્વરીય અપરાધ જ ગણાશે. એટલે આ નવા આયામને ઉદ્ઘાટિત કરતા, નવી દિશાઓના ઈશારા કરતા, સામાન્ય પ્રવચન કરતાં જુદી જ ભાત પાડતા આ પ્રવચનેા આપને આટલા બધા વિલંબથી ઉપલબ્ધ થઈ શકયા તે માટેની બધી જવાબદારી મારા સ્વભાવગત પ્રમાદને જ આભારી છે અને તે માટે હું સરળતા પૂવક ક્ષમા યાચું છુ. આ બધા પ્રવચનોના આત્યંતિક આદશ આત્મતત્ત્વની ઉપલબ્ધિ માટેના સકેત માત્ર છે. આત્મા અને પરમાત્મા એ એ પૃથક વસ્તુ નથી. એક જ સિક્કાની આ માત્ર એ બાજુએ છે. એક જ પરમ તત્ત્વને જુદી જુદી દિશાએથી જોવાની રીતને જ અપેલા આ નામે છે. પેાતાના જ ઊંડાણુ કે ગહનતામાં પ્રવેશ કરી, પોતાના આત્યંતિક અક્ષય-વૈભવ અને અક્ષય
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy