SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ આત્મ-ઉત્થાનના પાયા તે જ્ઞાનને પેાતાનુ' બનાવવા પ્રયત્ન કરવા જોઈએ. એ પ્રયત્નનું નામ જ જ્ઞાતાદાતા પ્રત્યે નમ્ર અને કૃતજ્ઞ બનવું તે છે, તેથી તે જ્ઞાનનું પાચન થાય છે. તે જ્ઞાન અનુભવાત્મક ખને છે અને આત્માના રૂપ-ગુણબળની વૃદ્ધિ કરનારું થાય છે. કૃતજ્ઞતા જેમ જ્ઞાનસ્વરૂપ છે, તેમ પાપકારવૃત્તિ પણ બુદ્ધિગમ્ય હોવાથી કથ'ચિત્ જ્ઞાનસ્વરૂપ માનેલ છે. પાપકાર જેમ સ્વાપકારમાં નિમિત્ત બને છે, તેમ પરોપકાર એ સ્વાપકારમાં નિમિત્ત થાય છે. એ એક પ્રકારનુ` વિશેષ જ્ઞાન છે અને તે નિપુણ બુદ્ધિગમ્ય છે. અને પરહિતચિતા એટલે परस्मात् मम हितं भवति इति चिन्ता इत्यपि अर्थो युक्त: । ' ખીજાથી મારું હિત થાય છે, એવી વિચારણા' આ અર્થ પણ વાજબી છે " સર્વ જીવા ઉપર આત્મદૃષ્ટિ રાખ્યા વિના કાઈ પણ આત્મા કી ચિત્તશાન્તિ યા ભાવસમાધિ પામી શક્તા નથી. 'आत्मवत् सर्वजीनेषु, दृष्टिः सर्वोन्नतिकारिका । માયશાન્તિ-પ્રજારાર્થ તૈયા મહિપાયને” !! 66 સર્વ જીવા (નિજ) આત્મા સમાન છે, એવી ષ્ટિ સર્વાંની ઉન્નતિ કરનારી છે, તેથી ભક્તિપરાયણ પુરુષોએ ભાવશાન્તિને પ્રગટ કરવા માટે તે ષ્ટિ ધરાવવી જોઈએ. சு સમત્વના વિકાસ સમત્વના વિકાસ અર્થે વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને સભ્યજ્ઞાન એ ત્રણેની સરખી આવશ્યક્તા છે. સમ્યજ્ઞાન એટલે જ્ઞાનાન ંદમય પેાતાના નૈૠયિક શુદ્ધસ્વરૂપનું જાગૃતભાન. ભાવ એટલે આંતરજ્ઞાન. પ્રતીતિકારક જ્ઞાન ભાવને જન્માવે છે. ભાવ એ સુદૃઢ જ્ઞાનનું કાય છે. ક્રિયા એ ભાવનુ પરિણામ છે. પ્રમાદ એટલે પરમાં રાગ આસક્તિ. તે વીતરાગની પૂજા આદિથી ટળે છે. વીતરાગની પૂજા વીતરાગમયતા માટે છે. રાગ દુઃખદાયી છે. તે જેમનામાં નથી તે વીતરાગ છે. તેથી તેમનુ આલંબન કેવળ સુખને જ આપનારુ' થાય છે. મનુષ્યભવ ઉત્કૃષ્ટ છે, તેથી તેમાં કાય પણ ઉત્કૃષ્ટ થવું જોઈએ. રાગને દૂર કરવા એ જ પરમ પુરુષાર્થ છે. રાગ છે ત્યાં સુધી દુઃખ પણ છે જ. દુઃખને દૂર કરવાના ઉપાય, દુ:ખ જેમાંથી ઉત્પન્ન થાય છે, તે રાગ-પરમાં મારાપણાની બુદ્ધિ અને તેનુ ઋતુવાભિમાન—તે જ જ દૂર કરવા જોઈએ. માનવભવમાં તે કાર્ય થાય તેા સેાનામાં સુગંધ ભળે. માનવભવનું આ જ પરમ કર્તવ્ય છે,
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy