SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ અનુગ્રહ અને અનુરાગની શક્તિ દેવ ઉપર જેવી પરમ પ્રીતિ (ભક્તિ), તેવી જ ગુરુ ઉપર જેને હોય, તે મહાન આત્માને જ પદાર્થો (ત) સાચી રીતે સમજાય છે, પ્રકાશિત થાય છે. દેવ-ગુરુ ઉભય ઉપર પરમ પ્રીતિ (ભક્તિ) ખાસ જરૂરી છે. ગુરુને એક વ્યક્તિરૂપે ન માનતાં વિશ્વનાં એક પરમ તવરૂપે માનવા જોઈએ. ગુરુતવ દ્વારા જ દેવતવની પ્રાપ્તિ થઈ શકે છે. ગુરુતત્તવને મહિમા અપૂર્વ છે; જીવનમાં ગુરુ ઉપરને અનુરાગ સકળ કાર્યની સિદ્ધિ કરાવનાર છે. દેવ અને ગુરુ પાસેથી મારે શું મેળવવું છે, એ વિચાર આવવાને બદલે “શું આપવું છે” એ વિચારે વધુ આવવા જોઈએ. લેવાનાં વિચારો સહુ કોઈ કરે છે, ખરેખરા વિચારે તે આપવામાં કરવાના છે. આપનારને જ જગતની ઉત્તમ ચીજો ભરપૂર રીતે મળે છે. આપવાનાં વિચારો કરો એટલે જે કાંઈ માંગે છે. તે બધું જ, અવસરે આવીને મળશે. દેવ-ગુરુને જે આપવાનું છે તે સેવા, પ્રેમ, ભક્તિ, લાગણી, વિનમ્રતા વગેરે છે. એનાં વિચાર કર્યા સિવાય મેળવવાનાં વિચારે કેવી રીતે સફળ થઈ શકે? સમર્પણુભાવ શિપનું કલ્યાણ કરનાર છે. “અહ” અને મમનાં ઠંથી છોડાવનારે છે; સાધક જીવનની નિશ્ચિતતાને આકર્ષના છે, નિર્ભયતાને પ્રગટ કરનારે છે. દેવ અને ગુરુની આરાધનાથી મુક્તિ નજીક આવે છે, અર્થાત શિષ્ય મુક્તિની વધુ નજીક પહોંચે છે. શાસ્ત્રનાં રહસ્ય તેનાં હૃદયમાં આપોઆપ પ્રકાશિત થવા લાગે છે. દેવ-ગુરુ ઉપર ભક્તિ અને પ્રેમને રસ એવો તીવ્ર બન જોઈએ કે એમનાં થાનના રસથી વિષયોને રસ આપોઆપ ઘટી જાય. કહ્યું છે કે ભયી મગનતા તુમ ગુણરસ કી, કુણુ કંચન કુણ દારા, શિતલજિન મેહ પ્યારા.” મીનની જળ સાથેની પ્રીતિ જેવી પ્રીતિ દેવ-ગુરુ સાથે બાંધીને સર્વ બંધનમાંથી મુક્ત થવાની શક્તિ મેળવી શકાય છે. અનુગ્રહ અને અનુરાગની શક્તિ અનુગ્રહથી અનુરાગ અને અનુરાગથી અનુગ્રહ વધે છે. અનુરાગ એ ભક્તની (Receptivity) છે અને અનુગ્રહ એ ભગવાનને (Response) છે. અનુગ્રહ, અનુરાગની અપેક્ષા રાખે છે. આ બંને શબ્દોમાં “અનુ’ શબ્દ છે, તે સૂચક છે. અનુગ્રહ અને અનુરાગ પરસ્પર સાપેક્ષ છે, એમ સૂચવે છે. અનુગ્રહ અને અનુરાગ મળીને નમસ્કાર પદાર્થ બને છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy