SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ આત્મ-ઉત્થાનને પાયે આ અનુગ્રહ શરણાગતિથી આવે. એના છ પ્રકાર છે. ૧. અનુકૂળતાને સંકલ્પ ૨. પ્રતિકૂળતાનું વિસર્જન ૩. અસહાયતાનું પ્રકટન ૪. સંરક્ષણુને વિશ્વાસ છે. આત્માનું સમર્પણ ૬. સન્માનનું દાન નીતાન્ત દીનતા. હાસ્યભક્તિ સર્વશ્રેષ્ઠ છે. દાસ્ય ભક્તિમાં દેહ, ઈન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્માનું નિવેદન છે. નમસ્કારમાં નવધા ભક્તિ નામ વડે સ્મરણ-કીર્તન-ભજન થાય છે. સ્થાપના વડે વંદન-પૂજન અર્ચન થાય છે. દ્રવ્યનિક્ષેપ વડે દાસ્ય–સખ્ય ભક્તિ થાય છે. ભાવનમસ્કાર વડે આત્મ નિવેદન–સર્વ સમર્પણ રૂપ ભક્તિ સધાય છે નમસ્કારમાં કાયાના નિષેધ વડે તપ, વચન નિરાધ વડે જ. સ્વાધ્યાય અને મનના નિષેધ વડે ઈશ્વર પ્રણિધાન-હૃદયમાં ઈશ્વરનું સ્થાપન થાય છે. જપ વખતે આસન જયથી દેહ ઉપર પ્રાણાયામ અને પ્રત્યાહારથી પ્રાણ અને ઈન્દ્રિય ઉપર, ધારણા-ધ્યાન સમાધિ વડે મન, બુદ્ધિ અને અહંકાર ઉપર વિજય પ્રાપ્ત થાય છે. યમ પાલનથી બાહાશક્તિ અને નિયમ પાલનથી અભ્યતરશાતિ અનુભવાય છે. યમ પાલનમાં આત્મૌપજ્યભાવ અને નિયમ પાલનમાં પરમાત્મૌપજ્યભાવ કેળવાય છે. અર્થાત્ પંચ પરમેષિ–નમસ્કાર સર્વાગ સંપૂર્ણ છે માટે જ તેના વડે સર્વગુણસંપન્ન આત્મા પમાય છે. દેવ-ગુરુની ભકિત નામસ્મરણ અને પૂજા પાઠ એ ભક્તિનાં બાહ્ય લક્ષણ છે. ભક્તિનું આંતરલક્ષણ આજ્ઞાપાલન અને સર્વસમર્પણ છે. જ્ઞાન એક સાધન છે, સાથે સર્વમંગલ છે, જેને દેવ પર પરમ ભક્તિ છે અને દેવ ઉપર છે તેવી જ પરમ ભક્તિ જેને ગુરુ ઉપર પણ છે, તેને આ પદાર્થો (તો) પ્રકાશિત થાય છે, પૂર્ણરૂપે સમજાય છે. यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ । तस्यैते कथिता पर्थाः प्रकाशन्ते महात्मनः ॥
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy