SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આત્મ-ઉત્થાનને પાયે ઉત્કૃષ્ટ જિનાજ્ઞા શ્રી વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માની સૈાથી મટી આજ્ઞા વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી કેળવવાની અને કોઈ એક જીવની સાથે પણ વૈર-વિરોધ કે દ્વેષ ભાવ નહિં રાખવાની છે. બીજી બધી આજ્ઞાએ આ આજ્ઞામાં સમાઈ જાય છે. અથવા બીજી બધી આજ્ઞાઓ, આ મુખ્ય આજ્ઞાને પુષ્ટિ આપવા માટે અને સફળ બનાવવા માટે છે. - ભક્તિને પરિણામે વિશ્વમૈત્રીની ભાવનાને જીવનમાં ઉતારવા માટે અહિંસા, કરૂણા, સત્યપ્રિયતા વગેરે ગુણે વિકસવા જોઈએ. તથા દાન, શીલ, તપ, ભાવ પ્રત્યે અભિરૂચિ અને એને જીવનમાં વણી લેવાની તાલાવેલી પ્રગટવી જોઈએ એક બાજુ પ્રભુની ભક્તિ થાય અને બીજી બાજુ મન-વાણી-કાયામાં વિશ્વમૈત્રી અને દાનાદિ સક્રિયાઓ તથા બીજ ગુણ સંપત્તિ વિકાસને ન પામે તે તે ભક્તિ ખામી ભરેલી ગણાય. તાત્પર્ય કે જિનભક્તિના ફળરૂપે સદ્દગુણ વિકાસ અને સદાચાર નિર્માણ થ જોઈએ. આશાની આરાધના અને વિરાધનાનું ફળ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે. સિદ્ધ પરમાત્માની આજ્ઞા સવ સમદર્શિત્વની છે. આચાર્યદેવેની સદાચાર પાલનની, ઉપાધ્યાયની કૃતધ્યયનની અને સાધુ ભગવંતની આજ્ઞા મેક્ષ સાધનામાં સહાય કરવાની છે. આ પાંચ પ્રકારની આજ્ઞાનું પાલનમાં મંગળ છે. એથી વિરુદ્ધ વર્તનમાં અમંગળ, પાપ, દુર્ગતિ અને ભવભ્રમણ છે. આ આજ્ઞા અનાદિ સિદ્ધ થાય છે. તેમાંથી કઈ છટકી શકતું નથી, કાં તે આજ્ઞાનું આરાધન કરી સુખ પામે કાં તે વિરાધન કરી દુઃખ પામે છે. આ સિવાય ત્રીજે કઈ માર્ગ છે જ નહિં. આજ્ઞામાં મધ્યસ્થ રહેવું તે પણ ગુને છે. રાજ્ઞારા વિદ્યા शिवाय च भवाय च । આરાધેલી આજ્ઞા શિવપદ આપે છે, વિરાધેલી, ભવપરંપરા આપે છે. શાચક્ષુ કહે છે કે, વિજ્ઞાન અને તેની શેથી આસક્તિયુક્ત ભેગવાતાં શબ્દાદિ વિષયનાં સુખ-એ પાપવૃદ્ધિના હેતુભૂત હેવાથી પાપાનુબંધી પુણ્યરૂપ ધર્મની નિપજ છે, તેથી ત્યાજ્ય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy