SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નથી, આ ભવમાં પ્રભુની વાણી સાંભળવા મળી છે. અને આચરણમાં મુકવી શક્ય બને છે. નિષકુમારને ગુરૂકુળમાં મુકાયા છે. કેળવણી લેવી એ દરેકનું કામ છે. ખેતરમાં કપાસ વાજો અને ક્લાસમાંથી રૂ, રૂમાંથી સુતર અને સુતરમાંથી કાપડ થાય છે. પછી એ કાપડ હે દેહને હાંકી શકાય છે, એમ જીવનને પણ બરાબર ઘડવું જોઈએ, લોખંડના ટુકડાની ખાસ કિંમત નથી પણ લોખંડના ટુકડા ઉપર કારીગરી કરવાથી લોખંડના ટુકડાની કિંમત કેટલી વધી જાય છે એની ખબર છે? એક ટુકડો પરદેશ પોંચી ઘડીયાળ આદિનું અંગ બની જાય કે મશીનનું કઈ સાધન બની જાય તે તેની કિંમત ઘણી વધી જાય છે. પુત્ર તથા પુત્રીઓને ઉચ્ચ સંસ્કાર આપવાથી તેઓનું જીવન ઉષ્ય બને છે. જે મહાપુરુષ થયા તેમના જીવન કેવા સુંદર ઘડાયા હશે? બચપણમાં કેવા સંસ્કાર મળ્યા હશે? બાળકને સુંદર બનાવવાનું કામ માતાપિતાનું છે. પિતામાં દુર્ગણ હશે તે બાળકમાં એવી ટેવ પડશે જે પિતા સામાયિક કરતા હશે, માળા ફેરવતા હશે, મુહપત્તિ બાંધતા હશે તે બાળક પણ એ કરવા પ્રેરાશે. પિતા બીડી પીતા હશે તે બાળક પણ બીડી પીશે. પિતાનું જોઈને અનુકરણ કરશે. બાળકમાં અનુકરણશક્તિ ખૂબ જ હોય છે. નિષધકુમાર ગુરુ પાસે અભ્યાસ કરે છે. ગુરૂ પણ ગરીબને પુત્ર હોય કે રાજાને પુત્ર હોય, બધાને સરખી કેળવણી આપતા. પહેલાંના ગુરૂઓ માતૃદેવો ભવ, પિતૃદેવે ભવ આવું શરૂઆતમાં શિખવતા. અને આજે ઇંગ્લીશમાં ડી. ઓ. છ = ડોગ અને સી. એ. ટી = કેટ. આવું શિખવાડાય છે. આજે કેળવણી માત્ર નેકરી મેળવવા માટે છે, કેઈ ઉચ્ચ ધ્યેયનું લક્ષ રાખી કેળવણી અપાતી નથી. એક સ્કુલની અંદર એક શિક્ષક પરીક્ષા લેવા આવે છે. બધા છોકરાઓને એમ થાય છે કે શેમાંથી પૂછશે? બધા વિદ્યાર્થી ગભરાય છે. શિક્ષક પ્રથમ વિદ્યાર્થીને પૂછે છે, તમે જે ભણી રહ્યા છે તેને હેતુ શું છે? વિવાથી વિચારે છે, અરે ! આ કે પ્રશ્ન પૂછે છે? તારા જીવનનું ધ્યેય શું છે? તે તે તરત કહે છે. આવું કાંઈ અમારી બુકમાં આવતું નથી. તમારે આવા પ્રશ્નો પૂછવાને કોઈ અધિકાર નથી. બધા છોકરાઓને શિક્ષક તે આ જ પ્રશ્ન પૂછે છે, પણ કેઈગ્ય જવાબ આપતું નથી. કોઈ કહે છે, મારે ડોકટર થવું છે. કેઈ કહે છે, મારે વકીલ થવું છે. કોઈ કહે છે, મારે એનજીનીયર થવું છે. પછી છેલ્લા છોકરાને પૂછે છે, ત્યારે એ કહે છે કે મારે આવી ડીગ્રી જોઈતી નથી. મારે ભણીને મારું જીવન સુધારવું છે, મારું જીવન સારું બને એ મારો હેતુ છે. આ છોકરાને સુવર્ણચંદ્રકનું ઈનામ અપાય છે અને પેલા પરીક્ષક રાજી થાય છે. શું થયું શાસ્ત્ર પુરાણું દર્શન ભણે, જે રહ્યો અંતરે પાપ મેલે, વેદ ચારે ભણે જેમ લંકાપતિ, ના થયે દેવ રાક્ષસ રહેલે શું થયું જ્ઞાનની શુષ્ક વાતે કર્યું, ના થયું આત્મ ચારિત્ર સારું, તે પછી ભાર ચંદન ગધેડે વહ્યો, વાંદરાએ પી જેમ દારૂ.” રાવણ ચાર વેદને અભ્યાસી હતું, પણ મનને વિકારથી મુક્ત ન કરી શકે. તે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy