SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પીર પીરે શરીર રોગોથી ઘેરાઈ જાય છે. એનાં પર ઍકવાડનું હાંડલું પડ્યું, તેથી યાદી બગડી, ચેપડાં બગડયા, કપડાં બગડ્યાં. પણ આમાને શેઠે ન બગાડ. શેઠાણી તે.૨૫ થઈ ગયા. અને વિચારે છે અરે! મેં શેઠ ઉપર કેવું કર્યું, છતાં તેઓ હસે છે, ખરેખર હું મૂર્ખ છું. શેઠને ઓળખી શકી નથી. હવે હું આવું નહિ કરું. શેઠની ક્ષમાની અસર કેવી થઈ? શેઠાણી સુધરી ગયા. જયારે નિમિત્ત ભટકાય ત્યારે કોધ ન કરે. અને સમતા રાખે તે જ્ઞાન પરિણમ્યું કહેવાય. માટીનાં તથા લાકડાંનાં રમકડાં, જામફળ, બોર, જાંબુડા, બદામ, પીસ્તા, લવીંગ વગેરે એવા દેખાય છે કે તે સાચા છે કે ખોટાં તે ઓળખી ન શકાય; લાકડાના ફળ, લાકડાના રમકડાં એ જોવાનાં છે, કંઈ ખવાય થોડાં? એનાથી કાંઈ ભૂખ ભાગે ખરી? શબ્દજ્ઞાન કર્યું, પણ તેનાથી આત્માની ભૂખ ભાંગતી નથી. જ્ઞાતા અને (ષ્ટા છવને સ્વભાવ છે. આત્મા તે પિતાને જાણે છે અને પારને પણ જાણે છે. જ્ઞાચક્તા જીવને સ્વભાવ છે પણ નિમિત્તમાં ભળવું તે આત્માને સ્વભાવ નથી. તે ઘણું ભડ્યા, ઘણું વિચાર્યું, એથી શું થયું? અંદરથી ક્રોધ અને કષાયને કહે જોઈએ. અને સમતાભાવ રાખવું જોઈએ તે અવશ્ય કલ્યાણ થશે. તમારો સ્વભાવ કે છે? જે સ્વભાવ ખરાબ હોય તો એ તમને ખૂંચે છે? તમે ધારે તે સ્વભાવ સુધારી શકો. આજથી પિતાને કેસ પિતાના હાથમાં લેવાને છે. ગમે તેટલાં નિમિત્ત આવે તે પણ મારે ક્રોધ ન કરો. ક્રોધ આવે ત્યારે ક્ષમાને, ઉપશમ ભાવને વિચાર કરવો. મનમાં શાંતિને વિચાર કરે. શાંતિ, ક્ષમા અને ઉપશમ ભાવથી જ ક્રોધ શમશે. ભુલ થાય તે માફી માંગે. અને કેઈ તમારી પાસે ક્ષમા માંગે તે માફી આપ. ક્ષમાનું આદાનપ્રદાન કરવાથી આમા હળ ફૂલ બને છે. આની રોજ પ્રેકટીસ પાડે. Try and try again સજજનપુરૂષની વિદ્યા બીજાનાં જ્ઞાનને માટે, લક્ષમી દાનને માટે તેમ જ શક્તિ બીજાનું રક્ષણ કરવા માટે હોય છે. આવું અમૂલ્ય જ્ઞાન મેળવશે તે અવિનાશી કલ્યાણ થશે. વ્યાખ્યાન નં.૨૮ શ્રાવણ વદ ૨ ને રવિવાર તા. ૮-૮-૭૧ અનંત જ્ઞાની લેય પ્રકાશક ભગવાન મહાવીર સ્વામીએ કરૂણ વરસાવીને સિદ્ધાંતથી સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, એનું નામ સિદ્ધાંત. મનુષ્યભવ દુર્લભ છે. ભગવાને મનુષ્યભવને વખા છે. બીજા ભવને વખાણ્યા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy