SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાથીને ખૂબ જ સંતોષ મળતે. એમના વિદ્યાર્થીમાં ભાગ્યે જ કોઈ નાપાસ થતું. ટયુશન માટે આવનારના તેઓ પૈસા ન લેતા. તેઓ તન તેડીને મહેનત કરતાં. “મારે શિષ ભણીને કેમ આગળ વધે તેવી ભાવના તેઓ હંમેશા રાખતા. તેમની એ ભાવના પૂર્ણ પણ થતી. એમના હાથ નીચે ભણેલે એક વિઘાથી હેડમાસ્તર તરીકેની ડયુટી બજાવવા લાગ્યા. આ નવા આવનાર હેડમાસ્તર ઘણુ તુમાખી મગજના હતાં. નવી નવી પદ્ધતિઓ સ્કૂલમાં દાખલ કરતાં. એમણે દરેક શિક્ષકને કહ્યું કે તમારે બધાએ રોજનીશી રાખવી. શું ભણાવ્યું તેની નેંધ કરવી. સુંદરછ માસ્તરથી વિદ્યાથીઓને ખૂબ સંતોષ હતે. પણ હેડમાસ્તર તેમને ખોટી રીતે દબાવીને ડીસમીસ કરી નાખવા માટે પ્રયત્ન કરતા. તેઓ કહેતા કે નવા વિચારના વિદ્યાર્થીઓ માટે આવા જુનવાણી વિચારના શિક્ષક નકામા છે. એક દિવસ નજીવા પ્રસંગ પર તેમણે સુંદરજી માતરને લખ્યું કે આજ સાંજથી તમને છુટા કરવામાં આવે છે. કારણ કે તમે દૈનિક અભ્યાસ નેંધ બરાબર લખતા નથી. અને વિદ્યાર્થીઓને બરાબર ભણાવતાં નથી. વિદ્યાર્થીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ કહેવા લાગ્યા. અમારે તે સુંદરછ માસ્તર જ જોઈએ. તેઓ આ ઉંમરે કયાં જાય? વળી અમને તેમના વિના કોઈની પાસે ભણવું ફાવે નહીં. અંતે તેઓએ નિર્ણય કર્યો કે જે આ માસ્તરને ડીસમીસ કરે તે આપણે હડતાલ પાડવી. ત્યારે સુંદરજી માસ્તરે વિદ્યાથીઓને કહ્યું : મારી ચિંતા કરશે નહિ. મારું નસીબ મારી સાથે છે. વળી હું નિવૃત્ત થઈશ તે પ્રભુ ભક્તિમાં વિશેષ ટાઈમ આપી શકીશ. આવનાર શિક્ષક તમને વધારે સારી રીતે ભણાવશે. તેની હું ખાત્રી આપું છું. વિદ્યાથીઓ હેડમાસ્તર પાસે જાય છે, પરંતુ તેઓ કોઈ હિસાબે સુંદરજી માસ્તરને રાખવા માગતા નથી, એ અરસામાં એક નિરીક્ષક સાહેબ સ્કૂલ તપાસવા આવે છે. તે પણ આ સુંદરજી માસ્તરના હાથ નીચે ભણેલા છે. એક એક કલાસને તપાસતાં સાહેબ સુંદરછ માસ્તરના કલાસમાં આવે છે. ત્યાં વિદ્યાર્થીઓ ગમગીન બની બેઠેલા છે. મુખ એ ચિત્તગ્રંથીને અરીસો છે. સાહેબને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ વિદ્યાધીઓના મનમાં કાંઈક ગ્લાનિ લાગે છે. તેઓ પ્રેમથી પૂછે છે : કેમ, આજે તમારા મુખ પર આનંદ નથી? વિદ્યાથીએ બનેલી હકીકતથી સાહેબને વાકેફ કરે છે. આ સાંભળી તેમને ખૂબ દુઃખ થાય છે. આ હેડમારતર અને હું અને સુંદરજી માસ્તર પાસે ભણ્યા છીએ. તેમણે અમારામાં સુંદર સંસ્કારનું સિંચન કર્યું છે. એ ગુરૂને ઉપકાર કેમ ભૂલી શકાય? આવા અનેક વિચાર કરતાં કરતાં સાહેબ હેડ માસ્તર પાસે આવે છે અને કહે છે કે આજથી આપણું ઉપકારી સુંદરછ માસ્તરને હું નિરીક્ષક સાહેબની પદવીએ સ્થાપું છું. હેડમાસ્તર જેને ડીસમીસ કરવા માંગતા હતા તે પિતાના પણ ઉપરી બની ગયા. આ વિચારથી તેનું હૈયું ધડકવા લાગ્યું, પણ શું બોલી શકે? એ પછી સાહેબ સુંદરછ માસ્તરને મળી બધી વાતચીત કરી ચાલ્યા ગયા. પણ હેડ માસ્તરના દિલમાં એક ભય પેસી ગયે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy