SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ફરમાવતા કે માણસને વ્યાખ્યાનમાંથી ઉઠવાનું મન ન થાય. વૈરાગ્યમય વાણી ઉપરાંત તેઓશ્રી આજના ધમાલીયા જીવન પર છણાવટ કરી શ્રાવિક વિકાઓને પિતાનું સાંસારિક જીવન આદર્શ બનાવવાને બંધ આપતાં કાવ્ય, દુહાઓ, સૂત્રની ગાથાઓ, તેત્રે વગેરે સંભળાવતા. તેઓશ્રીની વાણીને સૌ કોઈ સત્કારપૂર્વક ઝીલતા અને સમજી મનમાં ઉતારવાનું શકય પ્રયત્ન કરતા. - શ્રી સંઘને એમ લાગ્યું કે પૂ. મહાસતીજીનાં વ્યાખ્યાનેને પુસ્તક આરૂઢ કર્યા હેય તે અનેક ભવ્યાત્માઓને તે ઉપકારક થઈ પડે. પ્રકાશનની સંઘમાં વિચારણા થઈ, ત્યાં તે લગભગ ત્રણ હજાર જેટલા ગ્રાહકે નોંધાઈ ગયા. જેથી શ્રી સંઘને તેમના વ્યાખ્યાને છપાવવા માટે ખૂબ ઉત્સાહ વધે. આ પુસ્તકના પ્રકાશનમાં, ઘાટકોપર સંઘના માનદમંત્રી શ્રી વૃજલાલ કપુરચંદ ગાંધી તથા ટ્રસ્ટી શ્રી રતીલાલ કપુરચંદ ગાંધીના પૂ. માતુશ્રી શ્રી. સાંકળીબેન કપુરચંદ ગાંધીએ સહકાર અને પ્રેરણા આપતાં તેમજ તેમની વિનંતી માન્ય કરીને પ્રકાશક તરીકે તેઓનું નામ પ્રગટ કરતાં શ્રી સંઘને ખૂબ આનંદ થાય છે, તે માટે શ્રી સંધ તેઓશ્રીને આભાર માને છે.. પ્રકાશન કાર્યમાં, શ્રી સંઘને ઉપયોગી થવા માટે, સદ્ભાવનાથી પ્રેરાઈને, શેઠ દલપતરાય જટાશંકર વેરા શોલાપુર વાળાએ રૂ. ૧૧૦૧ને ચેક મેકલેલ છે તે બદલ શ્રી સંઘ તેઓને આભાર માને છે. જનતા બુકડીના ભાગીદાર વીરજીભાઈએ તથા ગાલા પેપર માટે, કાગળની ખરીદીમાં તથા પ્રકાશન કાર્યમાં ઉપયોગી સૂચન અને સહકાર આપેલ તે માટે અમે તેઓશ્રીને આભાર માનીએ છીએ. “સ્થાનકવાસી જૈન” પત્ર (અમદાવાદ) ના તંત્રી શ્રી જીવણલાલ છ. સંઘવીએ આ પુસ્તકના પ્રફે તપાસવાનું તથા પુસ્તકને સમયસર છપાવવાનું કાર્ય, ઉત્સાહ અને કાળજી પૂર્વક કરેલ છે તે માટે અમે તેમને આભાર માનીએ છીએ. કેટલાક કારણોથી પાછળથી કંપઝ કામમાં ઝડપ કરી હેવાથી, પુસ્તકમાં ભૂલે રહી જવા પામી હશે તે સુધારી લેવાની સુજ્ઞ વાચકોને વિનંતી છે. કેમકે શુદ્ધિ પત્રક મૂકવાને સમય રહેવા પામ્યું ન હતું. આ પુસ્તકના અગાઉથી ગ્રાહક થઈ શ્રી સંઘને પ્રેત્સાહન આપનારા તમામ ગ્રાહકબંધુઓને અમે આભાર માનીએ છીએ. શ્રી સંઘના ઠરાવને માન આપી જેમણે પાંચથી ઓછી નકલ નેધાવી છે તેમના નામે છાપ્યા નથી. તે તે ભાઈઓ દરગુજર કરે. આ વીરવાણીનું આધ્યાત્મિક પુસ્તક વાંચી મુમુક્ષુઓ સ્વજીવનમાં પ્રગતિ સાધશે તે અમારા આ પ્રકાશનને હેતુ સફળ થયે ગણાશે. માનદ મંત્રીઓ ઘાટકોપર : તા. ૧-૯-૭૨ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ ઘાટકેપર,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy