SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના કે વિદ્વાન સંત-સતીજીઓના વ્યાખ્યાને તેઓએ પ્રાપ્ત કરેલ શ્રતજ્ઞાનના દેહન રૂપે હોય છે તેથી તે વ્યાખ્યાને જનહિતાર્થે છપાવવાની શરુઆત છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહી છે. આ શુભ હેતુ લક્ષમાં લઈ ઘાટકોપરના સ્થા. જૈન સંઘે સં. ૨૦૨૨માં બા. બ્ર. પૂજ્ય શારદાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ થતાં, તેમનાં ચાતુર્માસિક વ્યાખ્યાને “શારદામાધુરી” નામથી પ્રકાશિત કરેલાં. તેમજ સં. ૨૦૨૩ની સાલમાં બા બ્ર સદૂગત પૂ. શ્રી કિશનલાલજી મ. સા.ના સુશિષ્ય પ્રિયવક્તા બા.. શ્રી વિનયમુનિજીનું ઘાટકોપરમાં ચાતુર્માસ થયેલ, તેમનાં વ્યાખ્યાને પણું જીવન વૈભવ” નામથી પુસ્તક રૂપે છપાવ્યા. ત્યારબાદ સં. ૨૦૨૫માં માલવકેસરી પં.૨. પ્રવર્તક બા. બ્ર. શ્રી સૌભાગ્યમલજી મ. તથા શાસણ શ્રી વિજયમુનિજી ઠા. ૬નું ચાતુર્માસ થતાં પૂ. સૌભાગ્યમલજી મના વ્યાખ્યાને “જીવન વિચાર” નામથી તથા ૫ વિજ્યમુનિના વ્યાખ્યાનેના સારરૂપ “સન્મતિ સાહિત્યના પુસ્તકના સેટને સાકાર રૂપ આપેલ છે. સંવત ૨૯૨૭માં શ્રી સંઘની ભાવપૂર્વક વિનંતીને સ્વીકારી, બા. બ્ર. વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજી ઠાણું ૧૬ ચાતુર્માસ કરવા પધાર્યા. તે દરમ્યાન તેમના ૧૦ - સુશિષ્યાઓએ તપશ્ચર્યાના મોટા શેક કરેલ, તેમાં પૂ. કમલાબાઈ મહાસતીજીએ ૩૬ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરીને શાસનની શેભા વધારી. આ ચાતુર્માસમાં ઘાટકોપર સંઘમાં નાનીમોટી ૪૦૦ તપસ્યા થઈ. એ રીતે પૂ. સતીજીઓની તપસ્યાને જવાબ શ્રી સંઘના ભાઈ-બહેનોએ વિપુલ તપસ્યાઓથી જ આપે. જેથી ઘાટકોપર સંઘમાં ચોથા આરા જેવું દશ્ય ખડું થયું હતું. એ જ પ્રમાણે પૂ. લીલાવતીબાઈ મહાસતીજીનું નિર્મળ ચારિત્ર, તે સાથે જ્ઞાનાભ્યાસની જિજ્ઞાસા વૃત્તિ હોવાથી તેઓશ્રી એક ક્ષણ પણ વ્યાવહારિક વાતચિતમાં નહિં ગુમાવતાં, વાંચન, મનન અને નિદિધ્યાસનમાં જ પોતાના સમયને સદુપયોગ કરતા. વ્યાખ્યાન, વાંચન અને સાધુચર્યાથી થેડીક નિવૃત્તિ લઈને, તેઓ શ્રી શ્રમ વિદ્યાપીઠમાં પણ જતા અને ત્યાં અભ્યાસી સાધ્વીજીઓ અને ભાવ દીક્ષિતે જે સ્વાધ્યાય કરતા હોય તે પૂ. મહાસતીજી સાંભળતા અને પિતાની શિખ્યાઓને પણ અભ્યાસ વખતે વિદ્યાપીઠમાં મોકલતા. ઉપરાંત જ્યારે જ્યારે પોતાને સમય મળે ત્યારે વિદ્યાપીઠના અધ્યાપક જ્ઞાનવૃદ્ધ પંડિત શ્રી શભાચંદ્રજી ભારિકલ તથા પં શ્રી રોશનલાલજી જેની પાસે જ્ઞાન ચર્ચા કરતા. સાંજના પ્રતિક્રમણ પૂરું થયા બાદ વિદુષી મહાસતીજી પોતાના શિષ્યાઓ તથા સંઘના ધર્મજિજ્ઞાસુ બહેને પાસે પરશાળમાં બેસતા ને પંડિતે તથા મુમુક્ષુ શ્રાવકો ઉપાશ્રયના કમ્પાઉન્ડમાં બેસતા ને ત્યાં કલાકો સુધી નહિં સમજાયેલા પ્રશ્નોની છણાવટ થતી. વ્યાખ્યાનમાં ૫. વિદુષી મહાસતીજી નિરિયાવલિકા સૂત્રમાં આવેલ “વહિદશા” “સૂત્રમાંને “નિષયકુમારને અર્થિકાર ફરમાવતા. તે એટલી રોચક, વૈરાગ્ય ભરપુર શૈલીથી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy