SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૬૪૭ રહ્યા છે. આ ભૌતિક સુખ છગને ભેગવવામાં સુખદાયક લાગે છે પણ એ કિપાક વૃક્ષના ફળ જેવા છે. કિપાક વૃક્ષના ફળ દેખાવમાં અતિ સુંદર અને સ્વાદમાં અમૃત સમાન છે પણ તે ખાવાથી પરિણામે જીવ અને કાયા જુદા થઈ જાય છે, તેમ તમારા સુખે દેખાવમાં સુંદર, ઉપભેગમાં મીઠા મધુરા લાગે છે પણ પરિણામે ભયંકર છે, એટલે અનંત જન્મમરણની પરંપરાને વધારનાર છે. આ મેહઘેલું જગત બંગલાઓ અને વિષયવિલાસના સાધને જોઈને ભલે સુખ માને પણ જ્ઞાનીની દષ્ટિએ તે સુખી નહિ પણ મહાદુઃખી છે, અને સફદર્શન, જ્ઞાન અને ચારિત્રવાન સંતે મહાસુખી છે. સાચું સુખ તે ત્યાગમાં જ છે અને ભૌતિક સુખના રાગમાં તે મોટા મોટા દુઃખના પહાડેની શ્રેણીઓ છે. સાચું સુખ બજારમાં, ઘરમાં, આલીશાન મહેલાતમાં, વિષય વિલાસમાં, લાડી વાડી ને ગાડીમાં નથી. સાચા સુખનું સ્થાન જ્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ-જરા-મરણ, સંગ-વિયેગ, રાગ-દ્વેષ, ભય, શક નથી ત્યાં છે. આ બધું ક્યાં ન હોય તે જાણે છે ને? બેલે તે ખરા. મેક્ષમાં જ છે. જે જે આત્માઓએ સાચા સુખના સ્થાનમાં વાસ કર્યો તે તે આત્માઓને દુન્યવી સુખે કિં પાકના ફળ જેવા લાગ્યા અને આધ્યાત્મિક માર્ગ રૂપ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઈને મૈત્રીભાવનાને મુગટ મસ્તક ઉપર પહેરીને ક્ષમા રૂપી બાણથી આંતર શત્રુઓને વિનાશ કરીને મેક્ષરૂપી આલીશાન મહેલાતની મઝા માણી સુખ સાગરમાં સ્નાન કરીને સાચા સુખના ભક્તા બન્યા. અનાદિકાળથી આત્મા દુન્યવી સુખનું સંશોધન કરી રહ્યો છે. એણે સાચા સુખનું સંશોધન કર્યું નથી, એટલે સાચું સુખ મેળવી શકતા નથી. આધ્યાત્મિક જીવન ઉપાધિઓથી રહિત ને દુન્યવી સુખની ઝંખનાથી પર છે. વીતરાગ પ્રભુએ જેવું આધ્યાત્મિક જીવન જીવવાનું કહ્યું છે તેવું જીવન જીવનાર આત્મા સાચા સુખને ભોક્તા બની શકે છે, માટે દુન્યવી સુખને લાત મારી વીતરાગ પ્રભુએ બતાવેલી સંયમરૂપી નાકામાં બેસી મેક્ષમાર્ગની ઉપાસના કરી ભવસાગરને તરવા અને અનંતસુખના ભક્તા બનવા માટેનો સતત પુરૂષાર્થ કરવું જોઈએ. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં નેમકુમાર વરરાજાના વેશમાં વસ્ત્રાભૂષણથી સજજ થઈ ગયા છે. પિતાના લાડકવાયા નેમકુમારને વરરાજાને રૂપમાં જોઈને સમુદ્રવિજય રાજા અને શીવાદેવી મહારાણીને આનંદને પાર નથી. કૃષ્ણજીને જાનના આગેવાન બનીને જવાનો, યાદવેને જાનૈયા બનીને મહાલવાને અને રાણી એને જાનડીઓ બનીને નેમકુમારને ગીત ગાવાને હર મ હતું. વરઘેડે ચઢવાનો સમય થય નેમકુમારને રત્નજડિત સિંહાસનેથી ઉભા કર્યા, ત્યાર પછી શું કરે છે–
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy