SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ જ્યારે તપની વિરાટ શક્તિ ભળે છે ત્યારે કર્મોને સર્વથા ક્ષય થાય છે દર્શન હેય, સાથે જ્ઞાન હોય પણ જે ચારિત્ર ન હોય તે મેક્ષ ન થાય, જે ચારિત્રના અભાવમાં મેક્ષ થતું હોત તે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવામાં પણ જ્ઞાન છે. તેમને મતિ, શ્રત ને અવધિ જ્ઞાન હોય છે. દર્શન પણ નિર્મળ હોય છે પણ ત્યાં ચારિત્ર નથી એટલે મેક્ષ થતું નથી. ચારે ય ગતિમાં જે મનુષ્ય ગતિનું માહાન્ય હોય તે તે ચારિત્રના કારણે છે. દર્શન અને જ્ઞાન બીજી ગતિમાં હોય છે પણ સર્વવિરતિ તે મનુષ્યભવમાં હોય છે, તેથી જ્ઞાનીઓએ કહ્યું છે કે મનુષ્યભવ દુર્લભ છે. તેમજ મનુષ્યભવની સાથે સર્વવિરતિ ચારિત્રની દુર્લભતાનું શાસ્ત્રોમાં ઠેરઠેર વર્ણન કરેલું છે. બીજી ગતિમાં ચારિત્ર મળતું નથી માટે મનુષ્યભવમાં ચારિત્ર પાળીને કર્મોને ક્ષય કરીને મેક્ષમાં જઈ શકાય છે. ટૂંકમાં કહું તે મનુષ્યગતિ એ મેક્ષના પથે જવાનું સ્ટેશન છે કે જ્યાંથી આરાધનાની ગાડી સીધી મેક્ષમાં પહોંચાડે છે. બધા કૃતને સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ એટલે મેક્ષ છે, માટે ચારિત્ર સંપન્ન સંતનો સમાગમ કરે. સંતે સંસારના મેડમાં મુગ્ધ બનેલા છેને ધર્મઅધર્મ-પુણ્ય-પાપ બધું સમજાવે છે. દુષ્કૃત્યની ગહ કરાવતા આંખમાંથી અશ્રુની ધારા વહાવે અને જગતના જીવોને સર્વ સુકૃતની અનુમોદના કરાવીને હર્ષવિભેર પણ બનાવે છે. આવા સંતે ભગવાન મહાવીરને સંદેશ ફેલાવવા માટે કષ્ટ વેઠીને દેશદેશમાં વિચરે છે. સંતે સાચું સુખ ક્યાં છે તે સારી રીતે સમજાવી સત્ય-અસત્યનું ભાન કરાવે છે. બંધુઓ ! જગતના તમામ જીવે સુખની ઝંખના કરે છે અને તેની પાછળ કારમી ચિંતાની હેળી હૈયામાં સળગાવ્યા કરે છે, અને દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તે આત્માઓએ સુખના સાગરમાં સ્નાન કર્યું નથી, પણ ભયંકર દુઃખેના સાગર સમા સંસારમાં સ્નાન કર્યું છે. સ્વાર્થમય સંસારમાં મુગ્ધ બનેલા મનુષ્ય પાસે પાંચ સાત માળને આલીશાન ભવન જે બંગલે હય, પાંચ સાત મટરો દોડાદોડ કરતી હોય, પેઢીઓમાં લાખો ને કરોડો રૂપિયાની ઉથલપાથલ થતી હેય, નોકરચાકરે ખમ્મા ખમ્મા કરતા હોય, બાગ બગીચાની લહેજતે લૂંટાતી હાય, વિષય વિલાસના સાધનો ભરપૂર વસાવેલા હેય, અને લાડી, વાડી અને ગાડીમાં મસ્ત બનીને ફરતા હિય, આવા જીવેને તમે બધા શું કહે ? મહાસુખી. યાદ રાખજો કે આ સુખે શાશ્વત નથી, પણ પુણ્ય છે ત્યાં સુધી સુખ છે. જ્યાં પાપોદય થયે કે બધા સુખો ચાલ્યા જાય. બ્રહ્મદત્ત ચક્રવર્તિ, સુભમ ચક્રવતિને ત્યાં દુન્યવી સુખની કંઈ કમીના ન હતી પણ આજે કઈ સ્થિતિમાં છે તે જાણે છે ને? નારકીના કેવા મહાન દુખે ભગવે છે! દેવાનુપ્રિયે! આવી રીતે આ દુન્યવી સુખ અનાદિકાળથી જીવને હેરાન પરેશાન કરી રહ્યા છે, આત્મહિતનું ખૂન કરી રહ્યા છે અને મેક્ષરૂપી મહેલના સરળ માર્ગને વાંકેચૂકે અને અટપટે બનાવી રહ્યા છે. આત્માની ઉન્નતિના પંથમાં મટી શીલાઓ ખડકી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy