SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાર્ય ૪૩૯ શધે છે પણ એને ખબર નથી કે કસ્તુરીની સુગધ મારામાંથી આવે છે ને મારી હૂંટીમાં જ કસ્તુરી ભરેલી છે, પછી પિતાનામાં કસ્તુરી હોવા છતાં બહારમાં શેધે તે ક્યાંથી મળે? બંધુઓ ! માનવની પણ આવી જ દશા છે. શાંતિ પિતાનામાં ભરેલી છે છતાં બાહા પદાર્થોમાં શાંતિ શોધ્યા કરે છે તે તે ક્યાંથી મળવાની છે? શાંતિના ઈચ્છકે એક વાત સમજી લેવી જોઈએ કે જ્યાં સુધી જડ પદાર્થની વધતી જતી આસક્તિ કે તેને મેળવવા પાછળ રમાતી છળપ્રપંચેની રમતે ઓછી નહિ થાય ત્યાં સુધી શાંતિ મેળવવાની વાત વાંઝણી બની જશે. મનમાં જ જે શાંતિના પાયા મજબૂત હશે તે સંસારની કોઈ પણ અશાંતિને એટબ શાંતિને ભેદી નહિ શકે, પણ આજે તે મનુષ્ય દિનપ્રતિદિન તૃષ્ણાના પુરમાં તણાતે જાય છે. જ્ઞાની પુરૂષે કહે છે કે તૃષ્ણ અશાંતિને ઉત્પન્ન કરનારી છે. તૃષ્ણના પૂરમાં જો તમે તણાયા તે તેનું પરિણામ ભયંકર છે. મને આટલું મળ્યું ને આ ન મળ્યું, અને ત્યાં પરદેશની ગાડી છે ને મારે ત્યાં નથી. આની પાસે કરોડ રૂપિયા. છે ને મારી પાસે તે લાખ જ છે. આવી ઈરાદાપૂર્વકની નિરંકુશ ઈચ્છાએ કર્યો જનાર માનવીને શાંતિ કયાંથી મળે? આજે તમને રસ્તામાં તમારો મિત્ર કે સનેહી મળે તે શું પૂછે? વહેપાર ધંધાની જ વાત પૂછે ને ? કેઈ આત્માની વાત પૂછે છે ખરા? દીકરાને શું પૂછશે?” -તમારે દીકરે બાર વર્ષે પરદેશથી કમાઈને આવે તે તમે પહેલાં એને શું પૂછશે? બેટા ! કેટલું કમાયે? તારી તબિયત તે સારી છે ને પણ અનીતિ કેટલી કરી? જુહું કેટલું છે ? કેટલાને છેતય? આત્મસાધના કેટલી કરી? આવું કઈ મા-બાપ પૂછે છે ખરા? માત્ર શરીર સુધાર્યાની અને ધન વધાર્યાની વાત. ધર્મની વાત તે યાદ જ નથી આવતી. આવી સ્વાર્થ ભરેલી અને પુદગલાનંદીની વાતમાં શાંતિ જડે ખરી ? તૃષ્ણાવંત મનુષ્ય લક્ષમીને માલિક નહિ પણ એને ગુલામ બને છે. જેમ જેમ પગલિક ઈચ્છાઓ વધતી જશે તેમ તેમ જીવન બરબાદ બનતું જશે. સાચી શાંતિ જોઈતી હોય તે તૃષ્ણને ત્યાગ કરી તૃપ્તિ તરફ આવે. તે જીવતા શાંતિ મળશે અને મરણ વખતે પણ શાંતિ મળી શકશે, મરણ વખતે કને શાંતિ રહે? સાચી શાંતિ મૃત્યુ ટાણે (૨) એને તે મળે, એ દિશામાં (૨) જીવન સરિતા હજુ એ જે વળે સાચી ખૂબ કરે જે ધર્મ જીવનમાં, શાંતિ એને થાય (૨) મૂકે મમતા સંસાર કેરી, અશાંતિ દૂર થાય. (૨) એવી સાધે (૨) આતમ સાથે ઉદ્યમ તો ફળેસાચી શાંતિ, જે મનુષ્ય સત્સંગ કરે છે, ધર્મ કરે છે, તપ અને ત્યાગમાં લીન રહે છે એવા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy