SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ કેટ શારદા સુવાસ શાંતિની દિવાલ ઊભી કરવાની વાત કરે છે પણ જીવનમાંથી જાણે શાંતિએ દેશવટે ન લીધે હોય અથવા જીવનમાંથી શાંતિદેવી રીસાઈને દૂર ચાલી ગઈ ન હોય એવી નિર્માલ્ય અને નિરસ વાતે સંભળાય છે કે શું કરીએ? કયાંય શાંતિ દેખાતી નથી. કે કપરે કળ આવ્યું છે કે કયાંય શાંતિ મળતી નથી. જ્યાં જુઓ ત્યાં બધે અશાંતિ, અશાંતિ ને અશાંતિ, ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે શું આપણે શાંતિને પિછાણી શકયા નથી ? અથવા શાંતિને એગ્ય આપણે નથી? આ દુનિયામાં રહેવા છતાં કયારેક શાંતિને પીછાણી હશે પણ જ્ઞાનીઓએ ચીંધેલી શાંતિને મેળવવા ગ્ય પાત્રતા કેળવી નહિ હોય. નહિતર આવી અશાંતિની બૂમે સાંભળવા ન મળત. I આ જગતમાં દરેક પ્રાણીઓ શાંતિના ચાહક છે. તે મેળવવા માટે બનતા બધા પ્રયત્ન કરે છે. તેમાં જરા પણ શંકા નથી. દુનિયાને કઈ પણ આત્મા અશાંતિને ઈચ્છતે હોય એમ માનવાનું કોઈ કારણ નથી પણ શાંતિને ચાહક પિતે જ્યાં સુધી શાંત નહિ થાય ત્યાં સુધી શાંતિ નહિ મળે. શાંતિ કયાં છે? તેને વિચાર કરે. સંયમ કેરી સાધના છે શાંતિને દરવાજો, વૈરાગ્યની વાટે મળશે મુક્તિ મિનારે, ( તૃષ્ણના તૂટે નહિ જો તાર, લઈ જશે તને કાળ-શાંતિ નહિ રે મળે સંયમની સાધનામાં શાંતિ છે. સૌથી પ્રથમ અંતરના સિંહાસને શાંતિદેવીની પ્રતિષ્ઠા કરવી જોઈએ, અને તે માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહની ભાવનાથી હૈયું વાસિત બનાવવું જોઈએ. આ પંચશીલ જેના હૃદયમાં વસી જાય છે તે આત્મા અવશ્ય વૈરાગ્ય પામીને સંયમ માર્ગ અંગીકાર કરે છે, અને સંયમનું પાલન કરીને અલૌકિક શાંતિ પ્રાપ્ત કરે છે. સંયમ એ શાંતિ મેળવવાને રાજમાર્ગ છે. શાંતિના મર્મને સમજી તેને અનુકૂળ વર્તન કરવાથી અવશ્ય શાંતિ મળશે, પણ આજને માનવ કલ્પનાના હવાઈ મહેલ ચણવામાં અને તેને મેળવવામાં શાંતિ માને છે. આવી ભ્રામક શાંતિ મેળવવા જતાં શાંતિ મળવાની વાત તે દૂર રહી પણ મનમાન્યા પદાર્થો મેળવવા જતાં કેટલી દેડધામ કરી મૂકે છે! પરિણામે મૃગજળ સમાન તૃષ્ણા વધતાં શાંતિ પાછળ અશાંતિને સાગર ખળભળાતે દેખાય છે, શાંતિ મેળવવી હોય તે તૃષ્ણા, ઈર્ષ્યા અને વૈરવૃત્તિને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવી જોઈએ અને શાંતિની હવા ઉભી કરવા માટે સૌથી પ્રથમ ધનની લાલસા અને સત્તાની ભડકે બળતી આગને સંતોષ અને ક્ષમાના શીતળ જળથી શાંત કરવી પડશે, અને ભૌતિક સુખ પાછળ આચરવામાં આવતા ક્રૂરતા અને હિંસાભર્યા વાતાવરણનું વિસર્જન કરવું પડશે. શાંતિ કઈ પદાર્થોમાં નથી કે શાંતિ કઈ ખરીદવાની ચીજ નથી. શાંતિ તે અંતરમાં પહેલી છે, પણ અજ્ઞાન કસ્તુરીયા મૃગની જેમ માણસ એને પીછાણી શકો નથી કસ્તુરીયા મૃગની નાભીમાં કસ્તુરી હોવા છતાં તેની સુગંધથી એ બહાર કસ્તુરી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy