SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શાપ્તિ થાય ૧૪૭ લેકના દિવ્ય સુખ મળ્યા પણ આત્માથી જેને એવા સુખમાં આનંદ નથી આવતું. એમાં તે આસક્ત નથી બનતા. એ તે આત્મરમણતામાં મસ્ત બનીને સમય પસાર કરે છે. એમને સુખ મળ્યા પણ સુખને રાગ નથી. આ રીતે મનુષ્યનો અને દેવને એમ બે ભવ થયા. હવે સૌધર્મ દેવકથી તેમનું આયુષ્ય પૂર્ણ કરીને એ પુણ્યાત્માઓ કયાં જન્મ લે છે તે તરફ દષ્ટિ કરીએ. “ત્રીજે ભવ - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં સૂરતેજ નામનું ધનધાન્યથી સમૃદ્ધ અને મહર નગર હતું. ત્યાં સૂર નામના પરાક્રમી, પવિત્ર અને ન્યાયસંપન્ન રાજા રાજ્ય કરતા હતા. એ રાજા વિદ્યાધરોના ચક્રવતિ હતા. તેથી તેમને સૌ સૂચી મહારાજા કહેતા હતા. આ સૂરચકી વિદ્યાધર રાજાને વિન્મતી નામની પતિવ્રતા રાણી હતી. તે રાણીનું રૂપ વિજળીના ચમકારા જેવું તેજસ્વી હતું, રાણી ખૂબ પવિત્ર અને ગુણસંપન્ન હતી. વિનય આદિ ગુણેથી તેણે રાજાનું દિલ જીતી લીધું હતું. રાજારાણી બંને સંસારમાં મહાન સુખ ભોગવતાં આનંદથી રહેતા હતા, ત્યાં શું બને છે? ' ધનકુમારને જીવ સૌધર્મ દેવેલેકનું આયુષ્ય પૂર્ણ કરીને આ વિન્મતી રણની કુક્ષીમાં પુત્ર પણે ઉત્પન્ન થયે. સવા નવ માસ પૂરા થતાં રાણીએ એક દિવ્ય તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. પુત્રજન્મની વધામણું સાંભળતા આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયે. સૂરચક્રી રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં ઘણું દાન આપ્યું, બંદીવાનેને જેલમાંથી મુક્ત કર્યા અને દશ દિવસ સુધી જન્મ મહોત્સવ ઉજવ્યું. બાર દિવસને થતાં તેનું ચિત્રગતિ નામ પડ્યું. ચિત્રગતિકુમારને રાજા-રાણુ ખૂબ લાડકેડથી ઉછેરવા લાગ્યા. પુણ્યવાન આત્મા છે એટલે તે સૌને વહાલો લાગે છે. જેમ જેમ કુમાર મેટો થતું જાય છે તેમ તેમ તેનું રૂપ ખીલતું જાય છે. એને જોઈને સૌના મનમાં થતું કે શું આ કેઈ દેવકુમાર તે નથી ને ? જેવું રૂપ હતું તેવી બુદ્ધિ અને ગુણે પણ હતા. એટલે કુમાર માટે થતાં વિવિધ પ્રકારની અનેક કળાઓ શીખે. એણે પિતાની બુદ્ધિ, કળા અને ગુણેથી માતા-પિતા આદિ દરેકના મનને જીતી લીધું. ચિત્રગતિના પૂર્વજન્મના બે નાના ભાઈઓ તેમની સાથે દેવલેકમાં ગયા હતા. તેઓ આ ભવમાં પણ તેમના નાના ભાઈ ઓ થયા. તેમના નામ અને ગતિ અને વિપુલગતિ રાખવામાં આવ્યા. પૂર્વજન્મના ભાઈએ આ ભવમાં પણ ભાઈ ઓ થયા. ત્રણે ભાઈ એ આનંદથી દિવસે પસાર કરવા લાગ્યા. - હવે ધનવંતીને આત્મા કયાં ઉત્પન્ન થાય છે તે વાત વિચારીએ. વૈતાઢય પર્વતની દક્ષિણ દિશામાં શિવમંદિર નામનું નગર હતું. ત્યાં અસંગસિંહ નામે મહાપ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને ઘણું રાણીઓ હતી અને કમલકુમાર પ્રમુખ પુત્ર પણ ઘણા હતા, પણ એકે ય રાણીને પુત્રી ન હતી. તેથી સૌને પુત્રીની ખૂબ ચાહના હતી. આ સંપારમાં એકે ય વાતે સુખ નથી. જે દીકરીએ હેય ને દીકરા ન હોય તે એમ શોધ કે એક દીકરી હોય તે સારું અને દીકરા ચાર પાંચ હેય તે માતા વિચાર કરે કે મારે એક
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy