SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ બંધુઓ! તમે સુખ ઇચ્છો છો ને? સુખ માટે ભૌતિક પદાર્થોમાં ક્યાંય ફાંફા મારશે નહિ. ભૌતિક સાધનમાં સુખની શોધ કરનાર પથિક ખરેખર સુખને બદલે દુઃખને પ્રાપ્ત કરી લે છે. જે તમારે સુખ જોઈતું હોય તે જગતના સાધને ઉપરથી દષ્ટિ હટાવી લે. મળે તેટલામાં સંતોષ માનવાની મનવૃત્તિ કેળવી લે. સંતેષથી અધિક દુનિયામાં બીજું કઈ સુખ નથી. કદાચ તમને મનગમતે રાજમહેલ જે એકાદ બંગલે મળી જાય, તેમાં ફ્રીજ, ટી. વી. મેટર વિગેરે સાધનેને સેટ મળી જાય, આધુનિક સાધને અને સામગ્રીથી તમારે રૂમ ભરાઈ જાય તે પણ તેનાથી તમે સુખી બની શકશે નહિ. જેમ જેમ ભૌતિક સુખ અને સાધને મળતા જશે તેમ તેમ તમારી ભૌતિક ભૂખ ભડકે બળતી જશે. માટે સંતોષને જીવનને મુદ્રાલેખ બનાવી લે. વધુ મેળવવાની આંધળી દેટે ઓછી કરી નાંખે. પછી તમે અનુભવ કરી જુઓ કે તમારા જે બીજો કોઈ સુખી નહિ હોય. જગતના ચરણમાં મૂકી જઈને જેટલી સંપત્તિ દેખી તેટલી માંગવા પ્રાર્થના કરનાર સિકંદર સામે નજર સરખી નહિ નાંખનાર “ડાયેજિનિસ” વધુ સુખી હતું અને સમૃદ્ધિશાળી સિકંદર દુઃખી હતો. આ વાત પ્રસિદ્ધ છે. તમે સૌ જાણે છે ને? બંધુઓ ! આ જગતમાં મોટામાં મોટે રેગ કર્યો? (શ્રેતામાંથી અવાજ - કેન્સર, ટી. બી., ડાયાબીટીસ, હાર્ટએટેક, બી. પી. વિગેરે) જ્ઞાની કહે છે કે આવા રેગને ઉપાય મળતાં ને શાતા વેદનીયને ઉદય થતાં તે મટે છે, પણ એક રોગ એ છે કે જે માટે મુશ્કેલ છે. જેનું નામ છે તૃષ્ણ. તૃષ્ણને તેણે આત્મદ્વારે લટક્તા હોય ત્યાં માનવીના મનને વિશ્રાંતિ કયાંથી હોય ? સુભૂમ ચકવતિ છ ખંડને સ્વામી હોવા છતાં સાતમા ખંડને સાધવાની ઈચ્છા થઈ. એને ત્યાં સંપત્તિની શું ખામી હતી? એની તૃષ્ણએ એને સાતમી નરકને સ્વામી બનાવ્યું. મમ્મણ શેઠ પાસે કરડે સૌનેયાની પૂંછ હેવા છતાં નદીને પૂરમાં લાકડા વીણતે હતે. અઢળક સંપત્તિના સ્વામીઓની પણ તૃષ્ણાએ આવી અવદશા કરી છે. આવા અસાધ્ય તૃષ્ણા રૂપી રોગને મટાડવાને કેઈ ઉપાય હોય તે સંતોષ છે. જ્યારે સંતેષ આવશે ત્યારે દયાધર્મ સમજાશે. જ્ઞાની કહે છે કે સર્વ છ ઉપર કરૂણભાવ રાખે. પોતાના આત્મા જેવા બીજા આત્માઓને જાણી હિંસાથી વિરામ પામનાર આત્મસમાધિને સારો અનુભવ કરી શકે છે. અહિંસા વિનાને ધર્મ એ ધર્મ નથી. સર્વ જીવે ઉપર કરૂણ રાખી ને બચાવવા તે ઉત્તમ ધર્મ છે. કહ્યું છે કે શાંતિ સમાન કેઈ તપ નથી, સંતેષ જેવું કંઈ સુખ નથી, આ તૃણુ જેવી કેઈ વ્યાધિ નથી, દયા જે કોઈ ધર્મ નથી. - આ ચાર વાક્યોનું જે આત્મા બરાબર મનન કરશે, શાંતિ, સંતોષ અને દયાને સાધશે અને તૃષ્ણાને દૂર કરશે તે જીવનધનનું સારી રીતે રક્ષણ કરી શકશે. આપણે નેમ રાજુલના પૂર્વભવની વાત ચાલે છે. ધનકુમાર અને તેમના બંને ભાઈઓ તથા ધનવંતી બધા સંયમ લઈને કાળ કરીને સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયા. ત્યાં દેવ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy