________________
સુદ ૧]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૬૭
તોફાની બાળક પોતાના બાપની દાઢી પણ ખેંચે છે અને બાપને થપાટ પણ મારી દે છે. છતાં બાપ બાળકને મારતો નથી, પણ બાળકની થપાટ સહી લે છે. એટલે શું એ બાપને કાયર કહેવામાં આવશે ? અને જો તે બાપ બાળકને મારે તે તે શું વીર કહેવાશે ? બાપ તે સાચો તે કહેવાશે કે જે અબોધ બાળકઠારા અપાએલાં કષ્ટોને સહી લે પણ બદલે લેવાની ઈચ્છાએ બાળકને મારે નહિ. આ જ પ્રમાણે નાથ પણ તે જ છે કે જે બીજાઓદ્વારા અપાએલાં કષ્ટોને પોતે સહી લે પણ પોતે બીજાને જરાપણ કષ્ટ આપે નહિ. સાધુઓ માટે પણ જુઓ કે તેઓમાં આ ગુણ છે કે નહિ ? તેઓને કોઈ ગમે તેટલું કષ્ટ આપે છતાં તેઓ કેઈને કષ્ટ આપતાં નથી. તેઓ પોતે તો કષ્ટો સહી લે છે પણ તેઓ બીજાને કષ્ટ આપતાં નથી. મુનિઓ ભલે તરસથી કે ભૂખથી પીડાતા હોય છતાં શું તેઓ કાચું પાણી પીશે ? શું કે સચેત વનસ્પતિ ખાશે ? તેઓ કાચું પાણી પી શકતા નથી અને સચેત વસ્તુ ખાઈ શક્તા નથી. તેઓ પિતે તે કષ્ટ સહી લે છે પણ બીજાઓને કષ્ટ આપતા નથી અને એ કારણે જ તેઓ ત્રસ કે સ્થાવર બધાના નાથ છે.
સાધુઓ મુખત્રિકા, રજોહરણ વગેરે ઉપકરણો શા માટે રાખે છે ? તથા ભિક્ષાચરી માટે ઘેર ઘેર શા માટે ભટકે છે? શું તેમને કોઈ તેમના સ્થાને ભેજન લાવીને આપી ન શકે? જો કે, તેમને તેમના સ્થાને પગુ ભેજન આપનારા મળી શકે છે. પણ તેઓ પિતાના સ્થાને લાવવામાં આવેલું ભોજન લેતા નથી પરંતુ ઘેર ઘેર જઈ ભિક્ષાચરી કરે છે, અને જેઓ ધુત્કારે છે તેમને ઘેર પણ ભિક્ષા માટે જાય છે. કારણ કે તેઓ તે બધાના નાથ છે. તેઓ બધાના નાથ છે કે નહિ એ વાતની પરીક્ષા તે ઘેર ઘેર ભિક્ષા માંગતી વખતે જ થઈ જાય છે. કેટલાક લોકો એમ કહે છે કે, બાહ્ય ક્રિયામાં શું પડયું છે? પણ જે બાહ્ય ક્રિયામાં કાંઈ નથી તે પછી તેમનામાં જ શું પડયું છે? પિતાથી ક્રિયા પાળી શકાતી ન હોય તે પિતાની નિર્બળતા માનવી જોઈએ, પણ નિર્ચથપ્રવચન ઉપર તે દૂષણ આવવા દેવું ન જોઈએ. અનાથ તે તે જ છે કે, જે બીજાઓ દ્વારા અપાતાં કષ્ટોને પોતે સહી લે છે પણ બીજાને પિતે કષ્ટ આપતા નથી તેમ અપાવવા દેતા નથી.
- આ પ્રમાણે અનાથી મુનિએ અનાથતા બતાવી પિતે કેવી રીતે સનાથ થયા તે રાજાને કહી બતાવ્યું. હવે અનાથી મુનિએ આપેલ ઉપદેશ કહું છું કે, જે ઉપદેશ સાધુ કે ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયોગી છે; તથા એ જ આ બધી કથાના મૂળરૂપ છે. મૂળ હોય છે તે જ ફળની આશા રાખી શકાય છે. જો મૂળ ન હોય તે ફળની આશા દુરાશા માત્ર છે. અનાથી મુનિને જે ઉપદેશ હવે સંભળાવવામાં આવે છે તે ઉપદેશ આ કથાનું મૂળ છે. એટલું જ નહિ જે આ ઉપદેશને દ્વાદશાંગી વાણીના મૂળરૂપે કહેવામાં આવે તે પણ તેમાં કાંઈ ખોટું નથી. અનાથી મુનિ કહે છે કે –
अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥३६॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पद्विय सुपठिओ ॥३७॥