________________
૩૪૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
છે. આ જુઓ ! મારાં કપડાંનાં ચીરે ચીરાં કરી નાંખ્યાં છે. મારા શરીરની પણ દશા જુઓ ! માટે તમે જડભરત જેમ કેમ ઉભા છે. એને જલદી દંડ આપે. સુભટે રાણીનું કથન સાંભળી વિચારવા લાગ્યા કે, ખાલી રાણીનાં કપડાં જ દેખીએ કે તેની આંખે પણ દેખીએ? મહારાણુની આંખમાં કેટલે બધે વિકાર ભરેલો છે. જ્યારે આ શેઠ તે પરમાત્માના ધ્યાનમાં કેવો તલ્લીન છે !
સુભ છેવટે એ વિચાર ઉપર આવ્યા કે, વાસ્તવિક વાત શું છે તે વિષે શેઠને જ પૂછીએ તે કેમ? આ પ્રમાણે વિચાર કરી એક સુભટે શેઠને ધીરેથી પૂછ્યું કે, શેઠજી ! આ રાણી શું કહે છે ! તમે અહીં શા માટે આવ્યા !
સુભટોના આ પ્રશ્નના ઉત્તરમાં શેઠ રાણીનાં બધાં ભેદભરમ ખુલ્લાં કરી શકતા હતા, પણ તેમણે વિચાર્યું કે, આ રાણી તો મારી માતા સમાન છે તે હું તેમનાં દુર્ગુણો કેમ પ્રગટ કરી શકું? આ સુભટોને મારી ઉપર વિશ્વાસ છે અને રાણી ઉપર તેમને વિશ્વાસ નથી. તેમ છતાં જેમને હું માતા કહી ચૂક્યો છું, તેમનાં દુર્ગણે હું કેમ પ્રગટ કરી શકું ! વળી હું અત્યારે પૈષધમાં છું એટલે કોઈ વાતને છાની રાખી ખોટી વાત પણ કેમ કહી શકું ! અત્યારે ખોટી વાત પણ કહી શકું નહિ અને માતાના દેને પ્રગટ કરવા પણ ચાહત નથી, આવી અવસ્થામાં ભારે મૌન સેવવું એ જ યોગ્ય છે. - શેઠ મૌન રહ્યો. સુભટોના પ્રશ્નના ઉત્તરમાં તે કાંઈ પણ બે નહિ. શેઠને મન બેઠેલો જોઈ સુભટ વિચારવા લાગ્યા કે, હવે શું કરવું ! ખરી વાત શું છે તેને પત્તો કેવી રીતે લગાવો ! શેઠ કાંઈ બોલતા નથી અને રાણી ગુન્હેગાર તરીકે શેઠને બતાવે છે. આવી દશામાં શું કરવું તેની કાંઈ સુઝ પડતી નથી. એટલા માટે અત્યારે તે એ જ ઠીક જણાય છે કે રાણીના હુકમ પ્રમાણે શેઠને પકડી લેવા. રાણી શેઠને દંડરૂપ કતલ કરવાનું કહે છે પણ તેમની કતલ ન કરતાં તેમને રાજા સમક્ષ લઈ જવા-પછી રાજાએ જે દંડ આપ હશે તે દંડ આપશે. અત્યારે તે શેઠને પકડી લેવા એ જ ઉચિત છે.
શેઠ સભ્યોને બધી હકીક્ત કહી શકતા હતા, પણ તે તે જે પ્રમાણે પધશાલામાં બેઠે હતું તે પ્રમાણે રાણીની સામે પણ બેસી રહ્યું અને તે જ પ્રમાણે સુભટોની સામે પણ બેસી રહ્યો. સુભટોએ શેઠને કહ્યું કે, તમે કાંઈ બોલતા નથી એટલે સત્ય હકીકત શું છે તેની અમને કાંઈ ખબર પડતી નથી. અમે તે અમારા કર્તવ્યનું પાલન કરીએ છીએ. જે વાત સત્ય હશે તે યથાસમયે પ્રગટ થશે જ.
આ પ્રમાણે કહી સુભટોએ શેઠને પકડી બાંધી લીધા. શેઠને પકડીને બાંધ્યા છતાં સુભટોએ તેમની સાથે જરાપણ અસભ્ય વ્યવહાર કર્યો નહિ; પણ સભ્યતાપૂર્વક જ વ્યવહાર કર્યો.
સુભટે શેઠને પકડી નગરની બહાર રાજાની પાસે લઈ ગયા. લેકે શેઠને આ પ્રમાણે પકડાયેલા જોઈ વિચારવા લાગ્યા કે, “પ્રભો ! આ શું થયું. જે સમુદ્ર જ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરશે તે તેની પાળ કેમ બાંધી શકાશે-તે જ પ્રમાણે જ્યારે આવા મહાપુરુષો મર્યાદાનું ઉલ્લંધન કરશે તે પછી મર્યાદાની રક્ષા કોણ કરશે !”