________________
વદી ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૪૭
તને કરડે ? ગરુડ આ પ્રમાણે કહે છે છતાં તે માણસ ગરુડ પાસે તે જતા નથી અને દેડકાના શરણે જાય છે. તે માણસની મૂર્ખતાને કારણે શું ગરુડનું મહત્ત્વ ઘટી જશે અને દેડકાનું મહત્ત્વ વધી જશે ખરું?
આ જ પ્રમાણે લોકો સ`સાર ખરાબ છે એમ કહે છે પણ આ ખરાબ સંસારથી ખચવા માટે લોકો કાનું શરણ લે છે ? કોઈ તા સ્ત્રીનું શરણ લે છે, કાઈ પુત્રનું શરણુ લે છે, અને કાઇ ધનનું શરણ લે છે. માણસે સ્ત્રી-પુત્ર, ધન આદિનું શરણ લે છે પણ તે લેાકેા એટલું વિચારતા નથી કે, જ્યારે તેએ જ સંસારના ભયથી મુક્ત થયા નથી તે પછી તેઓ અમારું શું રક્ષણ કરશે ! - આથી વિપરીત ખીજી બાજુ ગરુડની જેવા પરમાત્મા પેાતાની પાસે લેાકાને મેલાવી રહ્યા છે પણ લોકો તેમના શરણે નથી જતા. મંગલિક શરણા ચાર; કેવલી ભાસિત ધ તૂટે આઠ ક.”
હિરદે રાખી? હા ભવિયન અરહિન્ત સિદ્ધ સાધુતા હૈ। ભવિયન ચે ચારેાં જપતા થકા હા
ભવિયન
અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેલિ પ્રરૂપિત ધ એ ચાર, સંસારરૂપી સાપથી અચવા માટે ગરુડની સમાન છે. જો સંસાર-સાપથી બચવું છે ! એ ચાર ગરુડના શરણે જાએ. જ્યારે સંસારરૂપી સાપ તમને કરડવા દોડે ત્યારે એ ચારના શરણે જશા તેા તમારી રક્ષા અવશ્ય થશે. એ ચાર ગરુડની સમાન છે. ભય કે લેભમાં પડી જઇ એ શરણના ત્યાગ ન કરેા. જે એ ચાર શરણાંને સ્વીકારે છે, તે સંકટના સમયે પણ જરાપણ ગભરાતા નથી; તે તેા સુદર્શનની જેમ દ્રઢ રહે છે.
સુદર્શન ચિરત્ર—૩૭
શાચ કરે સરદાર રાની, તબ ખેલી કઠિન કરાલ; રે! રજપૂત રક હેાય કર્યો, ફરતે ઢીલમ ઢાલ, સુભટ શેકા પડ રાય હૈ, લાયે ખાસ હજૂર; દેખ સેઢમી દેહરાય મન, હા ગયા ચકનાચૂર.
ાધન૦ ૭૫ ના
ાધન છઠ્ઠું ||
જેમને અરિહંત, સિદ્ધં આદિના શરણુ ઉપર વિશ્વાસ છે, તેમની ઉપર ગમે તેટલેા ત્રાસ પડે છતાં તેએ ડરતા નથી, આ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી વિશેષ સ્પષ્ટ થશે.
રાણીએ સુભટાને સુદર્શનને મારી નાંખવા માટે ખૂબ જ ઉશ્કેરણી કરી પણ સુભટા વીર અને વિચારશીલ હતા એટલે તે વિચાર કરવા લાગ્યા કે, આ શેઠની આંખા કેવી સૌમ્ય છે ! અને આ રાણીની આંખેા કેટલી બધી ભયંકર છે! જો કે રાણી રાજમાતા છે તેમ છતાં આ કાયાને માટે આત્માને ભૂલી જવા એ ધમ નથી. એટલા માટે રાણીના કથન ઉપર વિચાર ન કરતાં શેઠને અન્યાય કરવા ન જોઇએ. સત્પુરુષો વ્યવહારનું કાર્ય કરવા છતાં ધર્માંને ભૂલી જતા નથી. સજ્જનાના સ્વભાવ પ્રમાણે સુભા પૂર્વીપર વિચાર કરવા લાગ્યા. સુભટાને વિચારમગ્ન થએલા જોઇ રાણી તેમને કહેવા લાગી કે, શું વિચાર કરેા છે ? જોતા નથી કે આ દુષ્ટે મારી કેવી અવદશા કરી નાંખી