SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૬ શારદા સરિતા ત્યારે કુમાર કહે છે મને તલવાર આપે. બેટી રીતે મારી પ્રજાના મ ણસને પીડનાર વ્યાધિને હું ઉડાવી દઉં. ત્યારે સેવકે હસીને કહે છે કુમાર! વ્યાધિ એ કઈ માનવ નથી, કે તેને રોકી શકાય ને મારીને કાઢી મૂકાય. વ્યાધિ તે રાજ–રંક-ધનવાન સૌને પડે છે. ત્યારે લેકે તરફ ફરીને કુમાર ગંભીરતાથી બોલ્યા હે પ્રજાજનો! જે તમે જાણે છે કે વ્યાધિ સૈને પડે છે તે તમે શા માટે નાચે ને કૂદ છો? વ્યાધિથી બચાવનાર જે કઈ હોય તે ધર્મ છે તે પણ તમે જાણતા હશે છતાં પણ ધર્મને કેમ આદરતા નથી? લકે કહે છે કુમારની વાત સાચી છે એમ કહી માથું ધુણાવ્યું ને કુમારને રથ આગળ ચાલ્યા. હવે આગળ કેવા દ જોશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૧૧૭ કારતક સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૮-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે જગતના છના ઉદ્ધારને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. દ્વાદશાંગીમાં પંચમ અંગ ભગવતી સૂત્રનો અધિકાર ચાલે છે. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને કેવા સુંદર પ્રશ્ન પૂછવ્યા છે ને ભગવાને તેના સુંદર જવાબ આપ્યા છે. આ સૂત્રને જે જીવ રૂચીપૂર્વક વાંચે, સાંભળે ને તેના ઉપર મનન કરે તે એના આત્માને ઉઘાડ થયા વિના રહે નહિ, પણ આ જીવ અજ્ઞાનના કારણે પ્રમાદની પથારી કરી મેહનિદ્રામાં પડી ગયો છે એટલે એને સત્ય વસ્તુનું ભાન ક્યાંથી થાય? જ્ઞાની કહે છે હે માનવ! તારી જિંદગીનો અમૂલ્ય અવસર જાય છે. હવે પ્રમાદની પથારી છોડી મોહનિદ્રાને ઉડાડ. તમને થશે કે અમે કયાં ઉંઘીએ છીએ? અમે તે જાગીએ છીએ. જ્યાં સુધી આત્મસ્વરૂપની પિછાણ કરવાની જિજ્ઞાસા ન જાગે ત્યાં સુધી દ્રવ્યથી જાગ્યા છે પણ ભાવથી ઉંઘ છો. પ્રમાદ એટલે શું? પથારીમાં પડયા રહેવું તેનું નામ પ્રમાદ છે? “ના”. જ્યાં સુધી જીવ વિભાવના વાદળોથી ઘેરાયેલો છે, સ્વભાવને છેડી વિભાવમાં રમે છે ત્યાં સુધી પ્રમાદ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન કહે છે સાચે પંડિત કેણ? “વાં નાનrfટ્ટ પંgિ જે માનવ જીવનની ક્ષણને ઓળખે તે સાચે પંડિત છે. જ્ઞાની પુરૂષ એકેક ક્ષણને સદુપયોગ કરે છે. મનુષ્ય જીવનની ક્ષણ એ ઓછી કિંમતી નથી. માનવ ધારે તે રીતે તેને ઉપયોગ કરી શકે છે. જેમ વરસાદ પડે છે ત્યારે અમુક પાણી ખેતરમાં જાય છે ને અમુક પાણી બહાર ચાલ્યું જાય છે તે જે પાણી ખેતરમાં ગયું તે અનાજ પકવવામાં ઉપયોગી બન્યું અને જે બહાર ગયું એને કંઈ ઉપયોગ થતો નથી. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય પણ જો એમાંથી ધર્મકાર્યમાં કે પરોપકારના કાર્યમાં નાણાં વપરાય
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy