SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શારદા સરિતા આપણે દરરોજ રાસની કડીમાં સમરાદિત્યનું નામ બોલીએ છીએ તે ભવ આવી ગયે. જ્યારથી જીવ સમ્યકત્વ પામે છે ત્યારથી તેના ભવની ગણત્રી થાય છે. તે રીતે ગુણસેનના ભાવમાં સમકિત પામ્યો ત્યારથી તેના ભવની ગણત્રી થઈ છે. આ સમરાદિત્ય બાળપણથી ખૂબ ગંભીર હતું. તેણે ખૂબ અલ્પ સમયમાં વિદ્યાભ્યાસ કરી લીધું હતું. તેનું મન ધર્મમાં રહેતું. તેને હરવું, ફરવું કે રમવું તે ગમતું જ નહિ. બસ, જયારે જુઓ ત્યારે તે આત્મચિંતનમાં મસ્ત રહેતા હતા. આમ કરતાં સમરાદિત્યકુમાર યુવાન થયા પણ હજુ તેના ચિત્તમાં મોહ જાગતે નથી. કદી કે સ્ત્રીના સામું જેતે નહિ. કદાચ ભૂલથી જોવાઈ જાય તે તરત દષ્ટિ પાછી ખેંચી લેતે. આ વૈરાગી કુમાર સ્ત્રીના સામું પણ ન જુવે તે સ્ત્રીને ઈચ્છે તે ક્યાંથી? સમરાદિત્યકુમાર તે આવા મહાન સુખમાં જન્મ્યા છે. હવે અગ્નિશમને આત્મા ક્યાં ઉત્પન્ન થયે છે તે જુઓ. અગ્નિશમને જીવ સાતમી નરકેથી નીકળી એક તિર્યંચને ભવ કરીને ઉજજયિની નગરીના પાદરમાં માતંગ લેકેનો વાસ હતો ત્યાં ગ્રંથિક નામે એક માતંગ વસતે હતે, ને તેને યક્ષદેવા નામની સ્ત્રી હતી. આ ગ્રંથિકને ત્યાં એક પુત્ર જન્મે. તેનું નામ ગિરીસેન પાડવામાં આવ્યું. તે કદરૂપે હતો. શરીરને વર્ણ કાળે અડદ જે હતે. મેઢે ચામઠા હતા, નાક ચીબુ, આંખે ઝીણી ને વાળ વાંકડીયા હતા, ને તેનું શરીર બેડેળ હતું. એટલે કે તેને કુરૂપ કહીને બોલાવતા. સમરાદિત્યકુમારના આત્માએ ભવભવમાં ખૂબ સમતા રાખીને કર્મોને ખપાવ્યા છે. હવે શેષકર્મ બાકી છે એટલે આ કુરૂપ ગિરીસેન સમરાદિત્યને શું કષ્ટ આપશે તે વાત આગળ આવશે. સમાદિત્યકુમાર ખૂબ અલિપ્ત ભાવથી રહે છે. આ જોઈ તેના પિતા પુરૂષસિંહરાજાને ચિંતા થવા લાગી કે મારે તે એકનો એક દીકરે છે. મેં એના ઉપર આશાના મિનારા બાંધ્યા છે. તે આમ વૈરાગી બનીને બેસી જાય તે કેમ ચાલે? એટલે તેને સંસારના રંગરાગમાં રંગવા માટે પિતાએ એની પાસે કામાંકુર–અશક ને લલિતાંગ નામના ત્રણ મિત્રે મોકલ્યા. એ ત્રણ મિત્રે કામકળામાં કુશળ હતાં તેથી રાજાને ખાત્રી હતી કે મારે કુમાર સમરાદિત્ય ગમે તેટલે વૈરાગી ભલે ર પણ આ ત્રણ મિત્રને સંગ કરશે એટલે સંસારના સંગમાં રંગાશે. એક વખત સમરાદિત્ય સાથે ત્રણેય મિત્રો બેઠા હતા. તે વખતે કામાંકુર બે ભાઈઓ ! ધર્મ– અર્થ– કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થ નકામા છે. ત્યારે અશોકે કહ્યું સાચી વાત છે. કામશાસ્ત્રને અભ્યાસ હોય તો જિંદગીને આનંદ માણી શકાય, સંતા થાય અને આનંદ આવે. ત્યારે એ વાતને પૃષ્ટ કરતાં લલિતાંગ બેલ્યો કામશાસ્ત્રની સાધના હોય તે ચિત સ્વસ્થ રહે તેથી સારૂં અર્થોપાર્જન થાય અને તે દ્વારા ધર્મકરણી પણ સારી થઈ શકે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy