SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૨૭ ચાર દિવસ સારા જશે ને ત્રણ દિવસ બાકી રહેશે ત્યારે તમારા કપાળમાં શૂળની ભયંકર કારમી વેદના ઉપડશે. ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ ! આપ હસ્યા તે સારૂ થયુ. નહિતર મારા જેવા સંસારના કીડાને મરણની ખબર કયાંથી પડત! આમ કહેતા શેઠની આંખમાં ઝળઝળિયા આવી ગયા. ત્યારે સતે તેમને ઉપદેશ આપી શાંત કર્યાં. હવે ખીજી એ વખત કેમ હસ્યા તે વાત પૂછવાનું મન ન હતું છતાં પૂછ્યું. ગુરૂદેવ! આપ ગોચરી આવ્યા ત્યારે કેમ હસ્યા? મુનિ કહે છે શેઠ! તમે જે તમારા વહાલા પુત્રને ખેાળામાં બેસાડી તેનું ચૂંથેલુ લેાજન પ્રેમથી જમતા હતા. તે પુત્ર પૂર્વભવમાં તમારી સ્ત્રીના જાર હતા. તમે તેને ખૂબ માર્યા હતેા તેથી પીડા પામીને મરીને તમારી પત્નીની કુખે જન્મ્યા છે. એ છોકરા માટે થશે એટલે આ તમારા અગા વેચી નાંખશે. સાતે વ્યસને પૂરા થશે ને તમારી પત્નીને ઝેર દઈને મારી નાંખશે અને તમારી સાતેય પેઢીની આમરૂના કાંકરા કરશે. શેઠ! આ કારણથી મને ખીજીવાર હસવું આવ્યું અને ત્રીજી વખત તમે જે એકડાને મારીને દુકાનમાંથી ખડ઼ાર કાઢયા તે તમારા પિતા હતા. જેણે તમને ઘરબાર ને કરોડોની સ ંપત્તિ સાંપી હતી તેણે જિંદગીભર ખાટા તેાલા-ખાટા માપ ાખી ગરીબને છેતરીને અનીતિનુ ધન ભેગું કર્યું તેથી મરીને એકડા થયા. એકડાને લાવનાર કસાઇના તેણે પૂર્વભવમાં પૂરા પૈસા લીધા પણ માલ એ છો આપ્યા એટલે તેનુ દેવુ રહ્યું તેથી કસાઇનુ દેવુ ચૂકવવા એકડે! બનીને કસાઈના હાથમાં સપડાયા. કસાઇ તેને કાપીને તેનું માંસ વેચશે એટલે તેનુ દેવું ચૂકવાઈ જશે. તે એકડાએ જતાં જતાં આ પેાતાની દુકાન જોઇ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે તારે આશ્રયે જીવ બચાવવા આવ્યા ને કસાઇએ પણ તને કહ્યું કે પૈસા આપા તા છોડું પણ તમે પૈસાના લેાભથી તેને છોડાવ્યે નહિ. આ સાંભળી શેઠની આંખે અધારા આવી ગયા. હું શું એ મારા ખાપ હતા ! દોડતા કસાઈવાડે ગયા ને કહ્યું તું માંગે એટલા પૈસા આપુ પણ મને એકડા આપી દે. કસાઇએ કર્યુ. શેઠ! હવે તે એ આકડા કપાઈ ગયા. નાગદત્ત પાછે ઉપાશ્રય આવ્યે ને પુછ્યુ ગુરૂદેવ ! એ મારા પિતા મરીને કયાં ગયા ? ત્યારે કહે છે તે એને મચાવ્યે નહિ તેથી એના મનમાં ખમ કષાય આવી ગઇ કે મે કાળી મજુરી કરી કરોડોની મિલ્કત પુત્રને સે ંપી પણ એ દીકરાને આટલીય યા ન આવી! એ કષાયયુકત પરિણામમાં ટળવળતા ને તને તિરસ્કારતા મરીને નરકે ગયે.. શેઠ ખૂબ પશ્ચાતાપ કરતા ખેલ્યા. હું સાત દિવસ માટે દીક્ષા લઇ શકું ? ત્યારે સંત કહે છે એક દિવસનું ચારિત્ર પણ અનુ-તર વિમાને પહોંચાડે છે. તે તમારી પાસે તે સાત દિવસ છે. ત્યાં નાગઢ-ત શેઠ સાધુ બની ગયા. ચાર દિવસ સારા ગયા. પાછલા ત્રણ વિસમાં મસ્તકમાં શૂળની વેઢના ખૂબ ઉપડી. ખૂબ સમતાભાવે શૂળની વેદના સહન કરી સાતમે દિવસે કાળ કરી સાધર્મ દેવલે કે ગયા.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy