SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ન થાય અને મરેલા સિંહ પાસે કોઈ જવાનું કહે તે પણ કોઈ જવા તૈયાર નથી. - ગુણચંદ્ર સિંહને બચ્ચે હતે. બધા મિત્ર નાસી ગયા પણ એ તે ત્યાં ને ત્યાં ઉભે રહો. અવાજ થયા પછી થોડીવારે તે ઉદ્યાનમાં રહેલ એક મોટું ગંજાવર સુવર્ણ વૃક્ષ નીચે પડયું ને તેમાંથી એક મેટ પર્વત જેટલે માણસ નીકળી એ વૃક્ષને ઉપાડી ગુણચંદ્રની સામે ધસી આવ્યું. આ માણસ એ વૃક્ષ ઉંચકીને ગુણચંદ્રની સામે ધસી આવ્યું. આ માણસ એ વૃક્ષ ઉંચકીને ગુણચંદ્રની સામે ઘા કરે તે પહેલાં એક તેજસ્વી પુરૂષ ત્યાં પ્રગટ થયે ને આ રાક્ષસ જેવા માણસની સામે ધર્યો ને તેને નસાડી મૂક્યો. ક્ષણ વારમાં આ બનાવ એવું બની ગયું કે ગુણચંદ્ર એમાં કંઈ સમજી શકો નહિ. દેવાનુપ્રિયે! આ સુવર્ણવૃક્ષ ઉપાડીને ગુણચંદ્રની સામે ધસી આવનાર રાક્ષસ જે માણસ કોણ હતા? એ અગ્નિશમને જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા કેટલાય ભાવ કરીને રખડતે, અકામ નિર્જરા કરતે વાનમંતર વિદ્યાધર થયું હતું. આ વિદ્યાધર વિમાનમાં બેસીને અધ્યાના ઉદ્યાન ઉપર થઈને પસાર થતે હતો તે વખતે અચાનક તેની નજર બગીચામાં ફરતા ગુણચંદ્ર ઉપર પડી. ગુણચંદ્રને જોતાં જ પૂર્વના વૈરના કારણે તેના પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયે. એટલે તેનું વૈર વાળવા એક સુવર્ણવૃક્ષ ઉખાડી ગુણચંદ્ર તરફ ધસી આવ્યું ને તે વખતે બગીચાના યક્ષે તેજસ્વી પુરૂષના રૂપમાં પ્રગટ થઈ પેલા વાનમંતર વિદ્યાધરને ભગાડી મૂક્યો. જેનું પુણ્ય પ્રબળ હોય છે તેનું દેવ પણ કંઈ ખરાબ કરી શકતું નથી. એક વખત શંખપુર નગરથી ચિત્રમતિ અને ચિત્રભૂષણ નામના ચિત્રકારો ફરતાં ફરતાં અયોધ્યાનગરીમાં આવ્યા. તે અયોધ્યા નગરીની શોભા અને લોકોની સમૃદ્ધિ જોતાં જોતાં રાજમહેલ પાસે આવ્યા. એટલે દ્વારપાળે પૂછ્યું કે તમે કેણ છે? કયાંથી આ છો? એટલે ચિત્રકારેએ કહ્યું અમે ગુણચંદ્ર કુમારને મળવા આવ્યા છીએ. દ્વારપાળે રજા આપી એટલે તે બંને ચિત્રકારે ગુણચંદ્રકુમાર પાસે ગયા ને બોલ્યા હે રાજકુમારી અમે સાંભળ્યું છે કે આપ ચિત્રકળાના ખૂબ શોખીન છે ને આપ સુંદરમાં સુંદર ચિત્ર દેરી શકે છે અને સારા – ખોટા ચિત્રની પરીક્ષા પણ કરી શકે છે. તે અમે આ એક સામાન્ય ચિત્ર ચિતર્યું છે. એમાં આપને કંઇ ખામી દેખાતી હોય તે બતાવે એમ કહીને એક છબી કુમારના હાથમાં આપી. આ ચિત્ર જોતાં ગુણચંદ્રકુમાર સ્થિર થઈ ગયે ને થોડી વારે સ્વસ્થ થઈને બોલ્યા- હે ચિત્રકારે! આ ચિત્રમાં મને કંઈ ખામી દેખાતી નથી. ખુબ સુંદર ચિત્ર છે પણ તમે મને કહે કે આ ચિત્ર કોનું છે? ત્યારે ચિત્રકારોએ કહ્યું છે કુમાર! શંખપુરમાં શંખાયતન નામના રાજા છે ને કૌતિમતિ નામની રાણી છે. તેમને રત્નાવતી નામની એકની એક અપ્સરા સમાનઃ સૌર્યવાન
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy