SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૬ શારદા સરિતા બેઠાં હતા. આ તરફ સેનકુમારે તેને રાજ્ય આપવા માટે બેલા પણ આવ્યા નહિ ને જંગલમાં આમતેમ રોઝની માફક રખડતો હતો ને કઈ ગામમાં જાય તે કોઈની સાથે તેને બનતું નહિ. મેં એને તિરસ્કાર કરીને કાઢી મૂકતા. એવા દુષ્ટ સ્વભાવને વિષેણ પણ ફરતો ફરતો આ સંનિવેશમાં આવ્યા ને મુનિને વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠેલા જોયા. મુનિને જોતાં ઓળખી ગયા કે આ તો મારો પાકે શત્રુ સેનકુમાર છે. આણે જ્યાં ને ત્યાં મારું અહિત કર્યું છે. એક તે મીઠું મીઠું બોલીને મારા પિતાનું મન એણે જીતી લીધું ને મારે પ્રેમ તેડાવ્યું. બીજું સૌદર્યવાન અને ફૂલ જેવી કે મળ શાંતિમતિની સાથે મારા લગ્ન થવા ન દીધા અને એ પરણી ગયે. ત્રીજી વાત, જ્યારે હાથી ગાંડે થે ત્યારે હાથીને કોઈએ વશ ન કર્યો તે એણે વશ કર્યો ને મને હવકે પાડે. એથી ન પત્યું તો તે રાજ્ય છોડીને ચાલ્યા ગયે અને લોકમાં મારી એવી છાપ પાડી કે વિષેણની ઈષ્યના કારણે તે ચાલ્યા ગયે ને પ્રજામાં મને હલકે પાડી મારું અપમાન કરાવ્યું અને પાછું રાજ્ય જીતી દુનિયામાં સાર થવા માટે મને કહેવડાવ્યું કે તું રાજ્ય લેવા આવ. મારે એનું રાજ્ય જોઈતું નથી. વળી એના પુત્રને ગાદીએ બેસાડી દુનિયામાં પિતાને પૂજનીક મનાવવા હવે ત્યાગી થઈને નીકળી ગયે. * આ દુષ્ટ આ સાધુ છે. બસ, આજે તો એને પૂરો કરી નાંખ્યું એમ વિચારી એ ઉધાનમાં અંધારી રાત્રે હાથમાં તીણ ધારવાળી ચમકતી તલવાર લઈને છૂપાતો પાતે મુનિ પાસે આવ્યા. મુનિ તે ધ્યાનમાં મગ્ન હતા. બહાર કેણ આવ્યા ને શું બન્યું! એ બહારની દુનિયાની તેમને ખબર ન હતી. મધ્યરાત્રીને સમય હતે એટલે ચારે તરફ શૂન્ય ને શાંત વાતાવરણ હતું. આ સમયે હૃદયમાં ભયંકર ધ લાવી હાથમાં તલવાર લઈને તે સેનમુનિ પાસે આવીને બોલ્યા કે હે દુરાચારી! હવે તારે અંતકાળ નજીક આવ્યું છે. તારે જે કરવું હોય તે કરી લે અને જેના શરણની ઈચ્છા હોય તેનું શરણું લઈ લે. આ મારી તીક્ષણ તલવાર તારા પ્રાણ લેશે ને તને ભેંયભેગો કરશે. ધ્યાનાવસ્થામાં રહેલા મુનિએ તેના શબ્દો સાંભળ્યા ન હતા અને કદાચ સાંભળ્યા હોય તો પણ મુનિ મરણથી ડરે નહિ. - દુષ્ટ વિષેણકુમારે તલવાર ઉગામી ત્યાં એ ઉદ્યાનની રક્ષિકા ક્ષેત્રદેવી પ્રગટ થઈને બલી-હે દુષ્ટ ! હે પાપી! તું આવા નિર્દોષ મુનિની ઘાત કરવા તૈયાર થયા છે, ધિક્કાર છે તને. અહીંથી ચાલ્યા જ નહિતર તારા દુષ્કર્મ તને હણશે. તારી દયા કરીને તને છેડી દઉં છું. ક્ષેત્રદેવીના વચન સાંભળી વિષેણ ક્ષણવાર તો સ્થંભી ગયે. પણું અંદર રહેલા કેધના આવેશે તેને મુનિને મારવાની ફરીને પ્રેરણા આપી. એટલે પાછો તલવાર લઈને ધસી આવ્યું એટલે દેવીએ તેને જોરથી એક તમાચો માર્યો. વિષેણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy