SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૦૧ તેને કેવી અનન્ય શ્રદ્ધા હતી પણ અત્યારે એકવચનમાં શ્રદ્ધા કરતાં કેવા અભિમાની બની ગયા! એ સંસારત્યાગી હતા, મહેલમાં જઈને બેઠા ન હતા પણ પ્રભુના વચનને એટલે વિરોધ કર્યો, પ્રભુએ કહ્યું કે કરાતું કાર્ય કર્યું કહેવાય, ને એમણે કહ્યું કે પૂરું કરાયા પછી કર્યું કહેવાય. ભગવાનના બધા વચન ઉપરથી તેની શ્રદ્ધા ફરી ન હતી. એના ચારિત્ર અને તપમાં વાંધો ન હતો, પણ આ એકવચન ખોટું છે એમ કહ્યું તે તેને શ્રદ્ધાળુ કહેવાય? “ના”. એકવચન ઉપર અશ્રદ્ધા કરી તે આખી દ્વાદશાંગીને અશ્રદ્ધાળુ કહેવાય. કેઈ સ્ત્રી વર્ષો સુધી સતી રહે ને એક વખત સતીત્વને ભંગ કરે તે સતી કહેવાય? જેમ શીયળ સહેજ ખંડિત થયું તે આખું ખંડિત કહેવાય તેમ આ સમકિત અને શ્રદ્ધા પણ એવા ગુણ છે. જમાલના જીવનમાં ગમે તેટલા તપ અને ત્યાગ હેય પણ શ્રદ્ધા વિના બધું નકામું છે. માણસ સંસારમાં ગમે તેટલો બુદ્ધિમાન હોય, પિતાની ઈચ્છા પ્રમાણે વર્તતે હોય પણ સંયમ લીધા પછી એણે વિચાર કરવો જોઈએ કે હવે હું ગુરૂને અર્પણ થઈ ગયે. સંયમ લીધે એટલે ગુરૂનું જ્ઞાન તે મારું જ્ઞાન અને ગુરૂની ઈચ્છા તે મારી ઈચ્છા. આ રીતે ગુરૂના શરણે આવેલે આત્મા સંસારથી તરી જાય છે. આવા આત્માને કઈ ચિંતા નથી, ભય નથી, સંસારમાં રખડવાનું નથી અને જે એ આગળ વધી જાય તે ગુરૂ કદાચ છઠ્ઠમસ્થ રહી જાય ને શિષ્ય કેવળજ્ઞાન પામી જાય. ચંદનબાળા છત્રીસ હજાર સાધ્વીજીએના વડેરા હતા, તે તેમનામાં કેટલી યોગ્યતા ને કેટલા ગુણ હશે ! એમને આત્મા કેટલો ઉંચો હશે! મૃગાવતીજી એમના શિષ્યા હતા છતાં પહેલાં કેવળજ્ઞાન પામી ગયા. એ શેના આધારે? ગુરૂણી પ્રત્યેને સમર્પણભાવ. બસ, ગુરૂણીની આજ્ઞા એ મારો ધર્મ છે. ગુરૂણીએ એટલું જ કહ્યું સમેસરણમાંથી તમે મોડા આવ્યા તે તમારા જેવા કુલીન સાથ્વીને માટે યોગ્ય નથી. આટલા શબ્દોમાં એમની પિતાની ભૂલન એ પશ્ચાતાપ ઉપડે કે ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી ગયા. અંધારે અજવાળા થયા. જ્યાં સુધી આપણને આવો ભાવ નહિ આવે ત્યાં સુધી આ ભયંકર અંધકાર ભરેલા ભવમાંથી નીકળવાનો માર્ગ નહિ મળે. ગુરૂનું સાનિધ્ય છોડી જે પિતાની સ્વેચ્છાપૂર્વક આરાધના કરવા નીકળે છે તે અંધકારમાં આથડે છે. પિતાની જાતે પોતાનું પતન કરે છે. અત્યાર સુધી ઈચ્છા મુજબ વર્તન કર્યું છતાં કલ્યાણની કેડી ન મળી. તો હવે સમજે, ગુરૂને અર્પણ થવામાં એક મહાન લાભ છે. અત્યાર સુધી આત્માને ધમરાધના કરવાના ઘણું સંગે મળ્યાં છતાં હજુ ચતુર્ગતિમાં શા માટે ભમે છે? એની પાછળ ઘણાં કારણ છે. આત્મા મિથ્યાત્વમાં સડતું હતું, અભિમાની હતો, વિષયાંધ હતો, લભી-લક્ષ્મીને લાલચુ અને તૃષ્ણાવંત હતો. પણ એ બધા દેને ઓળંગી જાય
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy