SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ' ૮૯૭ ત્યાં આવ્યા. હવે જુઓ, અભિમાન શું કરાવે છે? ભગવાન મહાવીર સ્વામીથી અત્યંત પાસે નહિ ને અત્યંત દૂર નહિ તે રીતે ઉભા રહ્યા. જે સમયે તે ભગવાનની પાસે હતા તે વખતે કેટલે વિનય હતે ! પ્રભુને દૂરથી આવતાં દેખે તે ઉભા થઈ જતા ને પ્રભુને લળીલળીને પગે લાગતા. ગુરૂને બહારથી આવતા દેખી તરત ઉભા થઈ જાય, ગુરૂ બોલાવે કે તરત તેમની પાસે હાજર થઈ જાય તે વિનયવંત શિષ્યનું લક્ષણ છે અને અવિનીત શિષ્ય ગુરૂને આવતા દેખે તે પણ ઉભો ન થાય, વિનયવંત શિષ્ય પ્રત્યે ગુરૂની કૃપાદ્રષ્ટિ રહે છે ને એ ગુરૂની કૃપાદ્રષ્ટિથી શિષ્ય તરી જાય છે. અહીં જમાલિ અણગારે પ્રભુને વંદન પણ ન કર્યા અને બહુ દૂર નહિ ને બહુ નજીક નહિ એ રીતે ઉભા રહીને શ્રમણ ભગવાન મહાવીરને કહે છે જેમ દેવાનુપ્રિયના (આપના) ઘણું શિખ્યા શ્રમણ નિગ્રંથ છદ્મસ્થ છે અને છઠ્ઠમસ્થ વિહારથી વિચારી રહ્યા છે પણ હું એ બધાની જેમ છzમસ્થ નથી ને છમસ્થ વિહારથી વિચરતું નથી. હું તે ઉત્પન્ન થએલા સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનથી યુકત અરિહંત જિન કેવળી (કેવળજ્ઞાની) છું અને કેવળી વિહારથી વિચરણ કરનાર છે. જમાલિ અણગારની વાત સાંભળી ભગવાન કંઈ બેલ્યા નહિ પણ તેમના પટ્ટશિષ્ય ગૌતમસ્વામી જમાલિ અણુગારને કહે છે કે જમાલિ! ખરેખર! એ પ્રમાણે કેવળીનું કેવળજ્ઞાન અને કેવળદર્શન પર્વતમાં, સ્તંભમાં કે સૂપમાં આવૃત થતું નથી એટલે કે જ્ઞાનમાં પર્વતાદિ પણ આડખીલી રૂપ બની શકતા નથી અને તેમના દ્વારા તે બંનેનું નિવારણ પણ કરી શકાતું નથી, એટલે કે કેવળ જ્ઞાનીને આડી ભીંત હોય કે પર્વત હોય છતાં પૂછવામાં આવે કે એની પાછળ શું થઈ રહ્યું છે તે તરત કેવળી ભગવંત એને જવાબ આપે છે. એટલે કેવળજ્ઞાન કેઈ ચીજથી અવરાતું-ઢંકાતું નથી. તે હે જમાલિ! તું ઉત્પન્ન થએલા જ્ઞાનદર્શનને ધારણ કરનાર અરિહંત-જિન અને કેવળી થઈને કેવળી વિહારથી વિચરે છે તો આ બે પ્રશ્નને ઉત્તર આપ. सासए लोए जमाली असासए लोए जमाली ? सासए जीवे जमाली असासए जीवे जमाली ? હે જમાલિ! આ લેક શાશ્વત છે કે અશાશ્વત છે? આ જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? આ બે પ્રશ્નોના જવાબ આપ. સાધુને માટે આ પ્રશ્નન તદન સરળ છે. સામાન્ય દીક્ષાપર્યાયવાળા બાલસાધુ પણ આનો જવાબ સરળતાથી આપી શકે છે પણ આ અગિયાર અંગેની જાણકાર, ૫૦૦ શિષ્યાના ગુરૂ અને કેવળીને બિલે ધરાવનાર આ જમાલિ અણગાર આ બે પ્રશ્નોના જવાબ આપી શકશે કે નહિ અને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. | ચંપાવાસમાં વાસ કર્યો ચરિત્ર - વિષેણની દૃદ્ધિને કારણે બંને પવિત્ર આત્માઓ તેના હિત માટે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy