SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૮૮૧ જમાલિ અણગારે પ્રભુના સંગ છેડયા તા હવે કેવી રીતે શ્રદ્ધાથી ચલિત થવાના સમય આવ્યે છે! એનુ ચરિત્ર કેટલું ચાખ્યુ હતુ ને તપ કેવા ઉગ્ર હતા ! ૧૦૦ શિષ્યાના એ ગુરૂ હતા. સૈથી વડેરા સંત જો ભૂલ કરે તો પાછળ કેટાની શ્રદ્ધા ફરે છે! તમને કોઈ ગહન વાત ન સમજાય તેા બહુશ્રુત જ્ઞાની ગુરૂને પૂછે. એથી પણ જો તમારી શકા ન ટળે તે એમ કહેા કે “ તત્ત્વ તુ જેવજી ગમ્યું ’મનમાં એવી શ્રદ્ધા રાખા કે કેવળી ભગવતે જે કહ્યું છે તે સત્ય છે. મને નથી સમજાતુ એમાં મારા જ્ઞાનાવરણીય કર્મીના દોષ છે. પ્રભુનું જ્ઞાન અનંતુ છે, પણ કદી એવુ ન ખાલશે કે અત્યારે શુ બનવાનુ છે તે ભગવાન કયાં જાણતા હતા! આ શબ્દથી તમે અન્ત કેવળી ભગવંતેની અશાતના કરી રહ્યા છે માટે શ્રદ્ધાથી સાંભળી ગ્રહણ કરો. એક બાપા વૃદ્ધ હતા. વૃદ્ધાવસ્થાને કારણે .બહેરા હતા. કેાઈ માણુસ ખૂમ જોરથી આલે તે માંડ સાંભળી શકે. આ વૃદ્ધ બાપા દરરેાજ વ્યાખ્યાનમાં આવતા તે એક નજરે મુનિ સામે જોતા. આ વૃદ્ધ આપા કાને સાંભળતા નથી એટલે એક દ્વિવસ મહારાજે ઇમારા કરીને પેાતાની પાસે ખેલાવીને ખૂબ જોરથી તેમના કાનમાં કહ્યું તમે રાજ નિયમિત વ્યાખ્યાનમાં આવીને બેસે છે તે તમે સાંભળી શકે છે!? ત્યારે તેમણે કહ્યુ, ગુરૂદેવ ! હું એક પણ શબ્દ સાંભળી શકતા નથી. ગુરૂદેવ ! ભલે હું સાંભળી શકતા ન હાઉ પણ મને તેનાથી ત્રણ લાભ થયા છે. એક તે આ ધર્મસ્થાનકમાં હંમેશા શાસ્ત્રનુ વાંચન થતુ હોય, અને જીનવાણીના સૂર ગુંજતા હાય એટલે અહીંનું વાતાવરણ પવિત્ર હાય છે, અહીના પવિત્ર પુદ્ગલા મારા શરીરને સ્પર્શે છે, એટલે ખીજા સ્થાન કરતાં આ સ્થાનમાં આવીને બેસવાથી મને ખૂબ શાંતિ મળે છે. આ પહેલા લાભ છે. બીજો લાભ એ છે કે હું રાજ ઉપાશ્રયે આવું તે! મારા સતાને પણ ઉપાશ્રયે આવતા રહે. ઘરના મોટા માણસ જે પ્રમાણે કરે છે તે પ્રમાણે ઘરના નાના મેટા બધા કરે છે. આ રીતે મારા આવવાથી મારા પુત્ર-પુત્રીએ બધા દ્વાજ ઉપાશ્રયમાં આવીને વ્યાખ્યાન-વાણી સાંભળે છે. જો હું ઉપાશ્રયે ન આવું તેા એ બધા પણુ ઉપાશ્રયમાં આવે નહિ. મારા દરરાજ આવવાથી એ લેાકેાના હૃદયમાં પણ વીતરાગ વાણી પ્રત્યે શ્રદ્ધા ને રૂચી થાય છે ને દરરાજ વીતરાગ વ!ણી સાંભળીને તેમાંથી કઇક ને કઈક ખાધ ગ્રહણ કરે છે એટલે મારા પરિવારનું વાતાવરણ પણ શાંતિમય રહે છે. હવે ત્રીજો લાભ એ છે કે હું ભગવાનની વાણી સ્વયં સાંભળી શકતા નથી. પણ પવિત્ર વાણીના પુદ્દગલે મારા અંગને સ્પર્શે છે તેથી મારૂં શરીર પવિત્ર અની જાય છે. જેવી રીતે કેાઈ માણસને સર્પ કરડયા હાય, એના ઝેરથી માણસ બેભ!ન થઇને પડયા હાય છે. એ સર્પના વિષ ઉતારવા માટે ગાડીને ખેલાવવામાં આવે છે. એ ગારૂડી મંત્ર આલે છે, પેલા માણસ એ મંત્રને સમજતે નથી. છતાં એના શરીરમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy