SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૬ શારદા સરિતા કરશે એથી એનો રોગ મટી જશે? રાજા આ બધું બેટું કરી રહ્યા છે, પણ મારું એમાં કંઈ ચાલે તેમ નથી, પણ એક ઉપાય છે. આ કારાગૃહની ચાવી મારી પાસે છે. કદાચ બહુ થશે તે રાજા મને ફાંસીએ ચઢાવશે, પણ આ ૧૮૧૮ જીના પ્રાણ બચી જશે ને? ભલે, મારું જે થવું હોય તે થાય પણ આ કારમી હિંસા મારાથી નહિ જવાય. જે દિવસે આ નવદંપતિઓને ઘાણીમાં પીલવાના હતા તેની આગલી રાત્રે આ શેરસિહે કારાગૃહનું તાળું ખેલ્યું. જ્યાં તાળું ખખડયું ત્યાં અંદર રહેલા યુગલે એવા ફેફેડવા લાગ્યા કે નકકી અત્યારે આપણને ઘાણીમાં પીલવા લઈ જશે. બધા થરથર ધ્રુજવા લાગ્યા. શેરસિંહ કહે છે તમે ડરશે નહિ, ધ્રુજશે નહિ. હું તમને બચાવવા આવ્યો છું. તમે બધા છાનામાના અલગ અલગ જગ્યાએ ભાગી જાવ. રાજાના માણસની નજરે આવે તે રીતે અહીં આવશે નહિ. જેમ પિંજરામાંથી પક્ષી છૂટે તેમ આ દંપતિ (યુગલે) પિતાના પ્રાણ બચાવવા માટે ધારાનગરી છેડીને ભાગી છૂટયા. બીજા દિવસે ઘાણીમાં પીલવાને સમય થયે એટલે એ દંપતિએને ઘાણી પાસે હાજર કરવાની રાજાએ આજ્ઞા કરી. સૈનિકે કારાગૃહ પાસે ગયા તે દરવાજા ખુલા પડ્યા છે. અંદર કઈ માણસ ન હતું. તરત રાજાએ શેરસિંહને બેલા ને પૂછયું કે આ બધા માણસે કયાં ગયા? શેરસિંહ કહે છે મહારાજા! મેં એમને છોડી મૂક્યા. રાજા કહે છે શા માટે? દેવાનુપ્રિયા જે, આ શેરસિંહ કે જવાબ આપે છે? રાજાની પાસે જવાબ દે એ સહેલ વાત નથી પણ પોતાના પ્રાણની પરવા કરી નથી તેને શું ચિંતા? દુનિયામાં મોટામાં મોટે ભય મરણને છે. એણે એક નિશ્ચય કર્યો હતો કે રાજા મને મેટામાં મેટી શિક્ષા કરશે તે મરણની કરશે. બહુ થશે તો મને ઘાણીમાં પીલશે. એથી અધિક શું કરશે? મારા પ્રાણના બલિદાને પણ આટલા અને તે અભયદાન અપાશેને? એ વાતને દિલમાં આનંદ હતે. આ જૈન ન હતું. તમે ઝીણામાં ઝીણા જેની દયા પાળનારા જેન છે પણ શરીરમાં રોગ ઉત્પન્ન થયે ને ડકટરે કહ્યું કે તમારે કેડલીવર એઈલ કે બીજી અમુક અભક્ષ દવા લેવી પડશે તે તમે લેવા તૈયાર થઈ જાવ છે. આ જેનેને એના ઘૂંટડા ઘટક ઘટક કેમ ઉતરે? શરીરને શોભાવવા ખેર રેશમની સાડી પહેરે છે. કેટલી ઘેર હિંસા છે. એ એર રેશમની સીલ્કની સાડીઓ પહેરતાં વિચાર કરો કે કેટલા રેશમના કીડાની હિંસા થઈ છે. એનાથી તમારો દેહ શોભશે નહિ પણ અપવિત્ર બનશે. હિંસક દવાઓ વાપરવાથી રોગ મટશે નહિ પણ ઉલ્ટ રેગ વધશે. અહીં શેરસિંહ રાજાને કહે છે મહારાજા! મેં એ નવદંપતિઓને છોડી મૂક્યા છે. હવે આપ મને જે શીક્ષા કરવી હોય તે કરી શકે છે. પણ હું તમને એક વાત પૂછું છું કે તમે આટલા રોગથી ઘેરાઈ ગયા છે છતાં તમને મરવું ગમે છે? તમે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy