SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા કેણ છો? તમે કઈ લબ્ધિધારી પુરૂષ છો? તાપસનું શરીર સૂકાઈ ગયેલું જોઈને ગૌતમસ્વામી બેલ્યા “અહી ગો ટં તત્ત્વ ન ગાયતે તમે લોકો બાહ્ય કષ્ટ ઘણું સહન કરે છે. ઉગ્ર તપશ્ચર્યા કરીને શરીર સૂકવી નાંખ્યું પણ હજુ સુધી તત્વને બે તમે પામ્યા નથી એટલે કષા અને વાસનાઓનો નાશ થયે નથી. આપે હજુ સુધી આત્મસ્વરૂપને જાણ્યું નથી ને તત્વને સમજ્યા નથી તેથી તમારી સાધનામાં તેજ આવ્યું નથી. એટલે તમે સર્વ પ્રથમ તવનું જ્ઞાન મેળો અને ત્યાર પછી તપસાધના કરે અગર બીજી કઈ પણ આધ્યાત્મિક સાધના કરો તે તમારી સાધનામાં તેજ આપશે. ગૌતમસ્વામીની વાત સાંભળી તાપસના મનમાં તત્ત્વ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે તેમણે નમ્રતાપૂર્વક ગૌતમસ્વામીને કહ્યું- હે મહાનુભાવ! તત્વ શું છે? આત્મસ્વરૂપ શું છે? અને સાધના શું છે? અમે કંઈ સમજતા નથી તે આપ કૃપા કરીને અમને એનું સ્વરૂપ સમજાવે. ગૌતમસ્વામી ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના જ્ઞાતા હતા. એમનુ જ્ઞાન એટલું વિશાળ ને વ્યાપક હતું. એમને કેવળી નહિ પણ કેવળી જેવા કહ્યા છે. ચૌદ પૂર્વધરને શ્રુતકેવળી કહેવાય છે. એ તત્તવનું સ્વરૂપ સમજાવવામાં સમર્થ હતા. પણ જ્ઞાનનું અભિમાન ન હતું. પણ એમના રૂંવાડે રૂંવાડે વિનય અને વિવેક ભર્યો હતે. એટલે તેઓએ તાપસને કહ્યું કે જો તમારે તત્વ સમજવું હોય તે મારા પરમતારક પૂજ્ય ગુરૂદેવ ભગવાન મહાવીર સ્વામી પાસે ચાલે. તે સર્વજ્ઞ અને સર્વદશી છે તેથી તેઓ તમને તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવશે. તાપસોને તત્વ સમજવાની પૂરી જિજ્ઞાસા જાગી હતી એટલે તેઓ ગૌતમ સ્વામી સાથે ભગવાન મહાવીર પાસે જવા તૈયાર થયા. સસરણમાં જઈને પ્રભુને વંદન કેવી રીતે કરવા? ને ક્યા સ્થાન ઉપર બેસવું એ બધું ગૌતમસ્વામીએ તેમને પહેલાં સમજાવી દીધું હતું. માર્ગમાં ચાલતા ચાલતા તાપસના મનમાં એ વિચાર આવ્યું કે આ પુરૂષ સ્વયં આટલા તેજસ્વી છે તે એમના ગુરૂ કેવા તેજસ્વી હશે? અને આવા મહાન જ્ઞાની અને તેજસ્વી હોવા છતાં તેમના મનમાં અહંભાવનું તે નામ નિશાન નથી. એમનું જ્ઞાન, તપ અને સાધના મહાન છે. અહંકારનો ત્યાગ કરે ને આત્માને કષાયથી મુકત બનાવ એ સાચી સાધના છે. આ રીતે ચિંતન કરતાં કરતાં સસરણની નજીક પહોંચતા પહોંચતા એમની ભાવનાને વેગ એટલે બધે વધી ગયું કે તે અનંતજ્ઞાની પ્રભુ મહાવીરને જોતાં અંતરમાં જ્ઞાનની એક એવી અલૌકિક જ્યોત પ્રગટી કે સમોસરણમાં પ્રવેશ કરતાંની સાથે કેવળજ્ઞાન પામી ગયા ને સીધા જઈને કેવળીની પર્ષદામાં બેસી ગયા. ત્યારે ગૌતમસ્વામીના મનમાં એમ થયું કે આટલું આટલું સમજાવવા છતાં આ લેકે આટલી મોટી ભૂલ કરી બેઠા? ત્યાં તરત ભગવાને કહ્યું હે ગૌતમ ! એમણે ભૂલ નથી કરી. એ એમના યોગ્ય સ્થાને બેઠા છે એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy