SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૦ શારદા સરિતા પેાતાના ચાર હજાર ને ચારસા શિષ્યા સાથે આવ્યા હતા. પાવાપુરી નગરી વેઢમત્રાના સ્વરાથી ગુંજી ઉઠી હતી. આ સમયમાં સર્વજ્ઞ શ્રમણ:ભગવાન મહાવીર સ્વામી પણ વિચરતા વિચરતા અપાપા નગરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુની વાણી સાંભળવા દેવા- માનવે અને તિર્યંચા પણ આવે ને શાંતિથી વૈરભાવ ભૂલીને પ્રભુની વાણી સાંભળે. આ હતા પ્રભુની વાણીને પ્રભાવ. પ્રભુ પધાર્યા જાણીને દેવાએ સુદર સમાસરણની રચના કરી. ખરાખર મધ્યમાં અશેાકવૃક્ષની નીચે પ્રભુ સિંહાસને બિરાજ્યા હત'. ભગવાન પધાર્યાની વાત સાંભળતા માટો જનસમુદ્દાય તેમજ દેવદેવીએ પ્રભુના દર્શને તેમજ તેમની અમૂલ્ય દેશના સાંભળવા ઉમટયા. એવામાં આકાશમાર્ગે આવતા દેવાના વિમાન પર બ્રાહ્મણાની નજર પડી. વિમાનાને જોતાં ખુશી ખુશી થઈ ગયા. તેમને થયું કે આપણા યજ્ઞને જોવા અને યજ્ઞના આનંઢ લેવા માટે દેવો પોતપોતાનાં વિમાનેામાં આવી રહ્યા છે. આપણા યજ્ઞના કેવા પ્રભાવ છે કે દેવા પણ આવી રહ્યા છે! પણ આશ્ચર્ય થયું. યજ્ઞભૂમિને છોડીને મહાસેન ઉદ્યાન તરફ જવા લાગ્યા. પૂછપરછ કરતાં ખબર પડી કે ગામમહાર મહાસેન ઉદ્યાનમાં સર્વજ્ઞ પ્રભુ મહાવીર પધાર્યા છે. આ સાંભળી ઇન્દ્રભૂતિના પારા ચઢી ગયા. અરે એ કાણુ છે કે જે પેાતાને સજ્ઞ અને સદશી માની રહ્યો! છે અને મારા મંત્રના પ્રભાવથી આવેલા દેવાને પેાતાના તરફ ખેંચી રહ્યા છે! એને ખખર નહિ હાય કે આ દુનિયામાં ઇન્દ્રભૂતિ સિવાય ખીજો કાઈ સČજ્ઞ કે સર્વંદી છે નહુિ ને થવાને પણ નથી. આ શબ્દો કાણુ ખેલાવે છે? અદના અહંભાવ. ઇન્દ્રભૂતિને વિચાર થયા કે હું તેની પાસે જાઉં. જો એ મારા પ્રશ્નનું સમાધાન કરશે તે હું એના શિષ્ય ખની જઇશ ને સમાધાન નહિ કરે તે હું એને મારા શિષ્ય બનાવી દઇશ. આમ વિચાર કરી પાંચસેા શિષ્યાના સમુદ્દાયને સાથે લઇ પ્રભુ પાસે જવા રવાના થયા. દૂરથી સમેસરણની રચના જોતાં અને પ્રભુને નીરખતાં તેમનુ અડધું અભિમાન કયાંય એસરી ગયું. અરે, આ હું શું જોઉ છું? આ તા ચંદ્રથી નિર્મળ, સૂર્યથી તેજસ્વી અને સાગરથી શ્રેષ્ઠ ગભીર છે. દેવે જેમની સેવા કરે છે તે જગત જેના ચરણામાં ઝુકે છે. આમ વિચાર કરતાં પ્રભુના સમાસરણમાં આવ્યા ત્યાં તે પ્રેમમૂર્તિ પ્રભુ મહાવીરે તેમને મીઠી મધુરી વાણીથી આવકાર્યો – હૈ ગૌતમગાત્રી ઇન્દ્રભૂતિ !‘ત્યાં મનમાં થયું. અરે આ મારૂં નામ પણ જાણે છે? પણ અંદર અહં હતેા તેથી થયુ' મારુ નામ ત્રણેલેકમાં પ્રસિદ્ધ છે. મારા નામને કાણુ નથી જાણતું? આમાં કઇ વિશેષતા નથી. ત્યાં ખીજી ક્ષણે પ્રભુ ખાલ્યા. હે ઇન્દ્રભૂતિ! તારા મનમાં સંશય છે કે જીવ અને શરીર એક છે કે નહિ? પણ સાંભળ, શરીર અનિત્ય છે ને જીવ નિત્ય છે. આ રીતે તેમની શંકાઓનું સુંદર રીતે સમાધાન કર્યું. સાંભળતા સાંભળતાં તેમને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy