SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ શારદા સરિતા પધાર્યા હતા ત્યારે હસ્તિપાળ રાજાએ પોતાના કુટુંબ પરિવાર સહિત પ્રભુના ચરણમાં પડીને વિનંતી કરી હતી કે થે અબકે ચોમાસે સ્વામીજી અઠે કરે, થે પાવાપુરીએ પગ આ મતિ ધરેજી, અઠે કરો અઠે કરે અઠે કરેજી, થં ચરમ માસે સ્વામીજી અઠે કરો, હસ્તિપાળ રાજા વિનવે કરજોડ, પુરે પ્રભુજી મારા મનના કેડ, શીશ નમાવી ઉભા જોડી હાથ, કરૂણાસાગર કરજે કૃપાનાથ....થેં અબકે... હે પ્રભુ! આપ છેલ્લું ચોમાસું પાવાપુરીમાં કરે. આપ પાવાપુરીથી દૂર ન જશે. જેમાં એક નાનું બાળક માતા આગળ કરગરે તેમ હસ્તિપાળ રાજા, તેમની રાણીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રભુને વિનંતી કરે છે હે પ્રભુ! મારી શાળા નિર્દોષ અને સૂઝતી છે. આપ કૃપા કરીને ચાતુર્માસ અહીં બિરાજે. આગળના શ્રાવકે અને રાજાઓ કેવા હતા કે પિતાના અમુક સ્થાને નિર્દોષ રાખતા. એ સમજતા હતા કે કેઈક વખત આપણા ભાગ્ય હોય તે આપણને સંતના પગલા કરાવવાને મહાન લાભ મળે. આજે માણસ મોટા મોટા મકાને બંધાવે છે, પણ એક નાનકડી પૌષધશાળા ઘરમાં રાખે છે? બધા રૂમ બાંધ્યા પણ આત્મચિંતન કરવાને એક રૂમ અલગ રાખ્યું હોય તે સંસારના કાર્યમાંથી અકળાયા-મૂંઝાયા છે તે ત્યાં જઈને આત્મચિંતન કરે તે બધે ઉકળાટ શાંત થઈ જાય. ભગવાને હસ્તિપાળ રાજાની વિનંતી રવીકારી છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. જેના મહાભાગ્ય હોય તેને આ લાભ મળે છે. અઢાર દેશના રાજાઓ અને ઓગણીસમા હસ્તિપાળ રાજા છ8 પૌષધ કરીને બેસી ગયા હતા. પ્રભુને પરિવાર પણ સાથે છે. દરેકના મનમાં એક ભાવના હતી કે બસ, હવે આપણુ ભગવાન મોક્ષમાં જશે પછી અમૃતના ઘૂંટડા કેણું પીવડાવશે? માટે જેટલે લાભ લેવાય તેટલે લઈ લઈએ. અઢાર દેશના રાજાઓ પૌષધ લઈને બેસી ગયા તે શું એમને તમારી જેમ દિવાળીનું કામ નહિ હોય? (હસાહસ). એમને ઘણું કામ હતું છતાં છેડીને લાભ લેવા આવ્યા હતા અને તમને તે દિવાળીના દિવસે ગામમાં સતે બિરાજતા હોય તે ઉપાશ્રયે આવવાને ટાઈમ નથી. અઢાર દેશના રાજાઓ અને હસ્તિપાળ રાજાને છઠ્ઠ હતે. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી ત્યારે છના પચ્ચખાણ હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પણ છઠ્ઠ હતો અને નિર્વાણ સમયે પણ છઠ્ઠ હતે. " આપણે સૈ કેઈએ છઠ્ઠ કરે જોઈએ. તેમજ આવતી કાલે પાખી છે માટે પૌષધ વિગેરે ખૂબ ધર્મકરણ કરશે. અઢાર દેશના રાજાઓ છઠ્ઠ લગાવીને બેઠા છે, ને એકીટશે પ્રભુના સામું જોઈ એકચિત્તે દેશના સાંભળે છે. એમને પ્રભુની પાસેથી ઉઠવાનું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy