SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ શારદા સરિતા એકદા ધરણુ બગીચામાં ફરવા ગયા હતા. ત્યાં એક અહંદત્ત નામના મહામુનિને ઘણાં શિષ્ય પરિવારથી બેઠેલાં જોયાં. એટલે તરત ધરણસેને ત્યાં જઈને મુનિને વંદન કર્યા ને મુનિ પાસે બેઠા. મુનિને એનું મુખ જોઈને લાગ્યું કે આ કેઈ હ9મી જીવ છે. મુનિએ ત્યાં એને ધર્મને બોધ આપે. અહંદન આચાર્યની વાણી ધરણને ખૂબ મીઠી લાગી ને એના અંતરમાં ઉતરી ગઈ. તેનું અંતર વૈરાગ્યરંગે રંગાઈ ગયું. ઘેર આવી માતા-પિતા પાસે સંયમની આજ્ઞા લઈ યાચકને છૂટા હાથે દાન આપી મહાન કષ્ટથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને તૃણવત્ સમજીને પલકારામાં છોડી દીધી અને અહંદત્ત આચાર્ય પાસે દીક્ષા લીધી ને તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાનમાં ખૂબ આગળ વધ્યા ને આત્મભાવમાં સ્થિર થયા. ઘણા વખત પછી ગુરૂની પાસે એકલા વિચરવાની આજ્ઞા માંગી. ધરણ મુનિની યોગ્યતા જોઈને ગુરૂએ તેને આજ્ઞા આપી. વિહારમાં ઘર ઉપસર્ગો અને પરિષહો સહન કરતાં ગ્રામાનુગ્રામ વિચરતાં એક વખત ધરણ મુનિ તામ્રલિપ્તી નગરીમાં આવ્યા. ને ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા છે. આ તરફ દેવપુર નગરમાંથી સુવદન અને લક્ષમીને દેશનિકાલ કર્યા પછી બંને ફરતા ફરતા તામ્રલિપ્તી નગરીમાં આવીને ઘર કરીને વસ્યા હતા. વૈરિણી લક્ષ્મી ભાર્યા -પૂર્વકર્મના ઉદયે લક્ષ્મી ઉધાનમાં ફરવા આવી અને કાઉસગ્ગ ધ્યાનમાં મુનિને જોયા. એમને જોતાં એના દિલમાં શ્રેષાનલ પ્રગટ. અરેરે.... એમને મારવા માટે આટલા ઉપાય કર્યા છતાં જીવતા રહ્યા. હવે એ મરી જાય તેવા ઉપાય કરું. એમ વિચાર કરી પોતાના શરીર પર પહેરેલા આભૂષણો ઉતાર્યા ને મુનિના પગ આગળ મૂકયા. પિતાના કપડા પિતે ચીરી નાંખ્યા ને શરીરે ઉઝરડા કરીને જોરજોરથી બૂમ પાડવા લાગી કે બચા...બચાવે. આ પાપી દુટે મારા દાગીના લૂંટી લીધા છે. એની બૂમ સાંભળી ઘણું માણસો ત્યાં એકઠા થઈ ગયા. રાજાના પહેરેગીરે પણ આવ્યા ને તેને પૂછ્યું-તું કેમ પિકાર કરે છે? ત્યારે લક્ષ્મી એ સાધુ સામે હાથ ધરીને કહ્યું–આ ઢેગીએ મારા દાગીના લૂંટી લીધા છે ને તમને આવતાં દેખી ધ્યાનને ઢોંગ કરીને કાઉસમાં ઉભે છે. પહેરેગીરેએ કહ્યું-તું સાચું બોલ, તું કેણ છે કે આ સ્ત્રીના દાગીના લઈને શા માટે આમ ઉભું રહો છે? પણ મુનિએ જવાબ આપે નહિ. ત્રણ-ચાર વાર પૂછયું પણ મુનિ કંઈ બોલ્યા નહિ તેથી મુનિ ઉપર રોષે ભરાયા ને બાંધીને રાજા પાસે લઈ ગયા. રાજાએ ખૂબ પૂછયું પણ કંઈ જવાબ ન આપે એટલે રાજાએ હુકમ કર્યો કે એને આટલું પૂછવા છતાં હા કે ના કંઈ જવાબ આપતા નથી માટે એમને ફસીએ લટકાવી દે. તરત મુનિને આખા ગામમાં ફેરવ્યા ને રાજાએ ઘેષણ કરવી કે સાધુના વેશમાં ધૂતારાએ એક સ્ત્રીના દાગીના લૂટયા છે એટલે એને ફાંસીએ ચઢાવવામાં આવે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy