SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૦ શારદા સરિતા ગમે તેટલી હોય પણ ઘરની શોભા સ્ત્રીથી છે. સ્ત્રી વિના ગમે તેટલી લક્ષ્મી હોય પણ ઘર શોભતું નથી. ત્યારે ધરણે માતા-પિતાને લક્ષ્મી માટે તેણે કેટલું કષ્ટ વેઠયું ને લક્ષમીએ કે દો કર્યો તે બધી વાત કહી સંભળાવી. ત્યારે તેના માતા-પિતાને લક્ષ્મી પ્રત્યે તિરસ્કાર છૂટે. માતા-પિતા કહે બેટા! તું હજુ યુવાન છે. આપણુ પાસે લક્ષ્મી ઘણી છે. ફરીને તારા લગ્ન કરીએ. પણ ધરણે ચિંખી ના પાડી કે મારે લગ્ન કરવા નથી. ધરણસેને ગરીબેને ખૂબ દાન આપવા માંડયું. આખા ગામમાં તેની કીર્તિ ફેલાઈ છે. ચારે તરફ તેના ગુણ ગવાય છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૨ ધનતેરસ આસે વદ ૧૩ ને મંગળવાર તા. ૨૩-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો! અનંતજ્ઞાની ભગવતે જગતના જીના ઉદ્ધાર માટે આગમ વાણું પ્રકાશી. આગમમાં ભગવાન ફરમાવે છે કે હે ભવ્ય છે! અનંતકાળથી જીવને સંસારમાં રખડાવનાર હોય તો તે મેહ છે. મોહ આત્માને અતિ બળવાન મહા શત્રુ છે. એ મહરાજાએ એવી પ્રતિજ્ઞા કરી છે કે મારે દરેક જીવને સંસાર સમુદ્રમાં ભ્રમણ કરાવવું. કેઈ જીવ સંસારસમુદ્રને પાર કરીને મુકિત કિનારે પહોંચી જાય એટલા માટે એણે ઠેકાણે ઠેકાણે ઠાણું નાંખ્યા છે. આત્માને ઉન્નતિના શિખરે ચઢાવનાર ચૌદ ગુણસ્થાનક રહેલા છે. મેહરાજાએ પહેલા ગુણઠાણથી માંડીને અગિયારમા ગુણસ્થાનક સુધી એના ચોકીદારે બેસાડી દીધા છે. બારમાં ગુણસ્થાનકે ચેકીપહેરે ઉઠી જાય છે. અગિયારમા ગુણસ્થાનકે પહોંચેલા જીવને પણ મહારાજાના ચોકીદારે પહેલે ગુણસ્થાને પટકાવી દે છે ને અનંતકાળ ભવસાગરમાં રઝળાવે છે. એ મહરાજાને એક મૂંઝવણ થાય છે કે રખે કઈ જીવ મેસે પહોંચી ન જાય. મહારાજાને એની પ્રજામાંથી એક પણ માણસ એ છું થઈ જાય તે ગમતું નથી. મહરાજાને એનું રાજ્ય અખંડ રાખવું છે. પણ જગતમાં જે મહાન પુરૂષ થઈ ગયા તેઓ મેહરાજા ઉપર વિજય મેળવીને મોક્ષમાં ગયા છે. અત્યારે પણ મહા વિદેહમાંથી જઈ રહ્યા છે ને ભવિષ્યકાળમાં જશે. બંધુઓ! મેહરાજા જેવાં બળવાન કેઈ નથી, છતાં જે ઉગ્ર પુરૂષાર્થ કરે તે મોહને જીતીને મિક્ષમાં જઈ શકે. મેહ ગમે તેટલે બળવાન હોય પણ આત્માની અનંતશક્તિ આગળ મેહની તાકાત કંઈ વિસાતમાં નથી પણ એકવાર જીવને પિતાની શક્તિનું ભાન થવું જોઈએ. જે વિચારવું જોઈએ કે મારા કર્મો જે બળવાન છે તે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy