SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ શારદા સરિતા મહાપુણ્ય માનવદેહને પામી, થાજે સદા તું ભાઈ આતમરામી, . - વીર પ્રભુની આજ્ઞામાં સુખ છે અપાર-દિપક પ્રગટે દિલમાં જિનવાણું જયજયકાર. શાસ્ત્રોના ( આ ઉત્તમ જન્મ પામીને જ્ઞાની કહે છે હે જીવ! તું ભેગવિલાસમાં ન પડત. આત્માનંદને પ્રાપ્ત કરી લે. આ આત્માનંદ વીતરાગ પ્રભુની આજ્ઞામાં રહેવાથી પ્રાપ્ત થાય છે. અનંતભવની યાત્રા કરતાં કરતાં કષ્ટ વેઠીને માનવભવની પવિત્ર ભૂમિમાં આવ્યું છે. તે હે જીવ! તારી યાત્રાને સફળ કરી લે. જેને આ માનવભવ મળે છે તે મહાન પુણ્યશાળી છે એમાં જરા પણ શંકા કરવા જેવી નથી, કારણ કે માનવજીવન અમૂલ્ય છે. કઈ માણસ લાખ કે કેડો રૂપિયા આપે અગર ચક્રવર્તિ છ ખંડનું રાજ્ય અને તેનું સર્વસ્વ આપી દે તો પણ એ માનવજીવનનું મૂલ્ય આપી શક્તો નથી. માનવજીવનને મહિમા અપાર છે. દેવ પણ માનવજીવનની સરખામણી કરી શકતું નથી. ભૌતિક દૃષ્ટિથી દેવ માનવ કરતાં આગળ વધી શકે છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ. કે વીતરાગવાણી ઉપર શ્રદ્ધા કરીએ તે સમજાશે કે આત્માને છેલલામાં છેલ્લે વિકાસ માનવ કરી શકે છે. દેવે ભૌતિક સુખ ભોગવે છે પણ આત્મિક સુખમાં એ પાછળ છે. દે વધુમાં વધુ એથું ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે છે પણ આત્માની અનંત શકિતને ઉપયોગ કરવામાં સમર્થ માનવચૌદ ગુણસ્થાનકને પાર કરીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. માટે કહ્યું છે કે “ઘર્થ રામ મોસાળ મૂત્રાકુવંર વરમાં - ધર્મનું, ધનનું, મોક્ષનું અને વિવિધ ઇચ્છાઓનું સાધન આ માનવશરીર છે. પણ એ બધામાંથી ધર્મ પામીને મોક્ષપ્રાપ્તિ કરવી એ માનવજન્મની વિશિષ્ટતા છે. પૂર્વના પુણ્યોદયે ધન-વૈભવ તમને સહેજે પ્રાપ્ત થયાં છે. એમાં સુખ માનીને બેસી રહેવાનું નથી. પણ મેક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનું છે. જે મનુષ્ય માનવજન્મ પામીને કેધ-માન-માયા-લેભ-રાગ-દ્વેષ અને વિષયેની આગને ઠારે છે તે જલ્દી મક્ષપ્રાપ્તિ કરી શકે છે. કષાય એક પ્રકારની અગ્નિ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમાં અધ્યયનમાં કેશીસ્વામી અને ગૌતમસ્વામીને સંવાદ ચાલ્યો છે. કેશીસ્વામી અને ગૌતમસ્વામી બને જ્ઞાનમાં મહર્ધિક પુરૂષ હતા. કેશીસ્વામી ગૌતમસ્વામીને એક પછી એક પ્રશ્ન પૂછે છે ને ગૌતમસ્વામી તેનું સમાધાન કરતા જાય છે. પ્રશ્ન પૂછતાં પૂછતાં આગળ શું પ્રશ્ન પૂછે છે? संपज्जलियाघोरा, अग्गी चिट्ठइ गोयमा । जे डहन्ति सरीरत्थे, कहं विज्झाविया तुमे । ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા ૫.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy