SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ શારદા સરિતા ધરણસેન માર્કદી નગરીમાં જવા તૈયાર થયે ને કાળસેને તેને જવાની રજા આપી. એટલે ધીમે ધીમે કરતાં ધરણે ચાલવાનું શરૂ કર્યું. વચમાં વહેપાર કરતો કરતો એક દિવસ માર્કદી નગરમાં આવ્યું. નગરજનોને તેમજ તેના માત-પિતાને ખબર પડી એટલે ધરણનું ખૂબ સારી રીતે સ્વાગત કરી ગામમાં લાવ્યા. ધરણ મહાજનને કહે છે પહેલાં તમે મારી મિલ્કત ગણી લે. એની મિલ્કત ગણવામાં આવી તે સવા કેડ ઉપર થઈ. થોડા સમયમાં પાંચ લાખ સોનામહોર માંથી સવાઝેડની સંપત્તિ પ્રાપ્ત કરીને આવ્યા એટલે નગરજનોએ તેને ખૂબ ધન્યવાદ આપ્યા. . બીજી તરફ પંદર દિવસ પછી દેવાનંદી પણ ધન કમાઈને આવ્યા. નગરજનોએ તેનું પણ સ્વાગત કર્યું ને તેને માલ-મિલ્કત બધું ગણતાં માલ સહિત માંડ અર્ધા કોડની મિલકત થઈ એટલે નગરજનેએ કહ્યું-ભાઈ ! તું ધન કમાઈને ટાઈમસર આવી ગયા છે. પણ તેરા કરતાં ધરણસેન વહેલે આવ્યો ને સવાઝેડ રૂપિયા ઉપર કમાણી કરીને આવ્યો છે. આ સાંભળી દેવાનંદીનું મુખ ઝાંખુ પડી ગયું. આમ કરતાં તેરસને દિન આવ્યો. એટલે મહાજનના માણસે ધરણસેન પાસે આવીને કહેવા લાગ્યા કે તમે દેવાનંદી કરતાં પહેલા આવ્યા છે ને ધન પણ તમે વધુ કમાયા છે માટે તમે રથ જોડીને આવે ને તમારો રથ આગળ કાઢે. ત્યારે ધરણ કહે છે એ બધી બાલપણની રમત હતી. હવે મારે રથ આગળ કાઢવો નથી. ફરીને તમે એ વાત યાદ કરશે નહિ. એમ કહી એ વાતને આગડ છોડી દીધું. ધરણની ઉદારતા જોઈ નગરજનોએ તેની ખૂબ પ્રશંસા કરી. પુનઃ ધનપ્રાપ્તિ માટે પ્રયાણ ધરણે કમાઈને આવ્યા પછી પિતાના ગામમાં મોટા ભાગની લક્ષ્મીને ધાર્મિક કાર્યોમાં, દાનમાં ને ગરીબની સેવામાં સદુપયોગ કર્યો. ધરણ ધન પ્રબ કમાય ને દાન પણ ખૂબ કર્યું. પણ એની પત્ની લક્ષ્મીની ખૂબ તપાસ કરાવી. કયાંય પ ન પડ્યો એટલે એના માતા-પિતાને કહે છે આપ આજ્ઞા આપે તે ફરીને સમુદ્રની સફર કરીને ખુબ ધન કમાઈ લાવું ને મારી પત્નીની પણ તપાસ કરૂં એના માતા-પિતાએ કહ્યું- ભાઈ ! ધન કમાવા જવાની તે જરૂર નથી. પણ તારી પત્ની નથી આવી માટે તેને તપાસ માટે રજા આપીએ છીએ. એટલે ધરણે સમુદ્રમાર્ગે વહાણમાં જવાની તૈયારી કરાવી. તેની સાથે ઘણાં વહેપારીઓ જમવા તૈયાર થયા. શુભ દિવસે માર્કદી નગરીથી પ્રયાણ કરી વૈજયંતી નગરીમાં આવ્યા. ત્યાં જઈ વહેપાર શરૂ કર્યો, પણ જોઈએ તે લાભ ન મળે એટલે બીજા દ્વીપમાં જવાને વિચાર કર્યો. અત્યારે ધરણને ધન કમાવા કરતાં લક્ષ્મીની પૂબ ચિંતા થતી હતી. જ્યાં જાય ત્યાં પહેલાં એની તપાસ કરતા હતા, પણ કયાંય પ લાગતો નથી. હવે વૈયંતી નગરીથી તેમણે પ્રયાણ કર્યું. તેઓ જ્યાં જાય ત્યાં લક્ષ્મીને સદુપયેગ કરતા હતા. પણ કર્મની ગતિ વિચિત્ર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy