SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૯મા અધ્યયનમાં ભગવંતને પૂછ્યું- સન્નાણાં મંતે નીવે િનળયર્ ? ” ભગવાન ! સ્વાધ્યાય કરવાથી જીત્રને શું લાભ થાય? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું. “ સન્માનં નાળાવળિખ્ખું વાં વેર્ ॥ ’* સ્વાધ્યાય કરવાથી જીત્ર જ્ઞાન!વરણીય આદિકને ખપાવે છે. ભગવાને માહ્ય અને આભ્યંતર એ પ્રકારના તપ કહ્યા છે. તપનું લક્ષ મનની સાધના છે, અહ્ય તપ મનની બહિર્મુખ વૃત્તિઓને વાળે છે ને આભ્યંતર તપ મનની અહિં ખ વૃત્તિઓને અતર તરફ વાળે છે. સ્વાધ્યાય એ અતરંગ તપ છે. સ્વાધ્યાય કરવાથી ક્રમે ખપે છે ને બીજો લાભ છે મનપ્રાપ્તિ. જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે તે વિચારામાં રમણતા કરીએ છીએ. મહાન પુરૂષાએ વર્ષો સુધી જે ચિંતન અને મનન કર્યું" છે તે માખણુરૂપે આપણને આપ્યું છે. રવાધ્યાય એ જીવનનુ નદનવન છે તેમાં સુદર વિચારારૂપી સુગ ંધીદાર પુષ્પા મળે છે, આચારરૂપી મધુરા ફળેા મળે છે. જેમ નંદનવનમાં માનવ ચારે તરફ દૃષ્ટિ ફેરવે છે ત્યારે મનેામ્ય દૃશ્યા દેખાય છે તેવી રીતે સ્વાધ્યાય રૂપી નંદનવનમાં દષ્ટિ કરતાં મહાન પુરૂષાની જીવનગાથાના રંગીન ચિત્રા તા કોઇ જગ્યાએ તેમના વિચારાની સૌરભ પ્રસરાવે છે. ૮૨૯ આપણા પરમ પિતા ભગવાન મહાવીર સ્વામી સ્વાધ્યાયના સમર્થક પુરૂષ હતા. તેમણે ભેાજનના ત્યાગ કર્યો પણ સ્વાધ્યાયના ત્યાગ કર્યો નથી. એક-બે દિવસ નહિ પણ મહિના સુધી પ્રભુએ સંયમ લઇને ભાજનના ત્યાગ કર્યા છે. પણ સ્વાધ્યાયને એક દિવસ છે।ડી નથી. સ્વાધ્યયના પાંચ લે છે. વાંચના-પૃચ્છના-પરિયટ્ટા-અનુપેક્ષા અને ધર્મકથા. તેમાં સૂત્ર જેવુ છે તેને તે પ્રમાણે વાંચવું અને તે પ્રમાણે જાણવું તેનુ નામ વાંચના છે. વાંચના ગુરૂના મુખેથી લેવી જોઇએ. ખીજો ભેદ પૃચ્છના . જે કાંઇ વાંચના ગુરૂમુખેથી લેવામાં આવી હોય તેના સબંધમાં પૂછપરછ કરવી તેનુ નામ પૃચ્છના છે. જે વાંચના કરી ત્યાર પછી શંકા દૂર કરવા માટે પૃચ્છના કરી તે ભૂલાઇ ન જાય તેને માટે રિઅટન કરતા રહેવુ તે સ્વાધ્યાયના ત્રીજો ભેદ છે. હવે ચેાથેા ભેદ અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે તત્ત્વના વિચાર કરવા અને અનુપ્રેક્ષા કર્યા બાદ ધર્મકથા કરવાની કહેવામાં આવેલ છે. ધર્મકથા એ સ્વાધ્યાયના પાંચમા લે છે. સ્વાધ્યાય કરવાથી આત્મામાં શું લાભ થાય છે ને તેને શુ' ઉદ્દેશ હાય છે તે વિચારીએ. જે પ્રમાણે ખેડૂત ખેતરમાં ખીજ વાવે છે તે ખીજને ફેંકી દેવા માટે નહિ પણ એક ખીજમાંથી અનેક ખીજ પ્રાપ્ત કરવા માટે વાવે છે. તે પ્રમાણે સ્વાધ્યાય કરનાર હૃદયરૂપી ક્ષેત્રમાં સ્વાધ્યાયરૂપી ખીજનું આરપણ કરે છે. જેમ જેમ સ્વાધ્યાય કરતા જાય તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થાય છે માટે સ્વાધ્યાય અવશ્ય કરવી જોઈએ. અરિસા ઉપરથી તમે મેલને સાફ કરી છે! શા માટે? અરિસામાં મુખ સ્વચ્છ જોઈ શકાય માટે. જે અરિસામાં મુખ ખરાખર જોઇ શકાય તે અરિસા સારૂં છે એમ કહેવાય.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy