SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા કપિલ કહે મહારાજા! હું ચોરી કરવા આવ્યું નથી. ત્યારે રાજાએ કહ્યું ને તું ચોરી કરવા નથી આવ્યું તે અડધી રાત્રે રાજમહેલ પાસે શા માટે આવ્યો હતો? ત્યારે કપિલે કહ્યું મહારાજા! હું એક ગરીબ બ્રાહ્મણ છું. આપ દરરોજ પ્રભાતમાં બે માસા સેનાનું દાન આપે છે તે લેવા માટે બે દિવસથી પ્રયત્ન કરું છું પણ મેડે પડું છું. આજે તે નિર્ણય કર્યો હતો કે મારાથી પહેલાં કઈ બ્રાહ્મણ ન પહોંચી જાય તે ઉદ્દેશથી વહેલો ઉઠીને અહીં આવ્યા. સોનું મેળવવાની ધૂનમાં મને સમયનો ખ્યાલ ન રહ્યો અને એકદમ જરદી મહેલ તરફ આવ્યો, ને ક્યાંથી મહેલમાં પ્રવેશ કરાય તે હું જેતે હતે. ત્યાં આપના પહેરેગીરોએ મને ચાર માનીને પકડે. કપિલે સત્ય વાત પ્રગટ કરી દીધી. કપિલની વાત ઉપર રાજાને વિશ્વાસ બેઠે. તેની સત્ય વાત સાંભળીને રાજાએ કહ્યું હે બ્રાહ્મણ! તું સત્યવાદી છે, શ્રેષ્ઠ છે. હું તારા ઉપર પ્રસન્ન થયે છું. બેલ, તારે શું જોઈએ છે? તું જે કહે તે આપું. તું કલાક વિચાર કરીને તારે જે જોઈએ તે માંગી લે. આ સાંભળી કપિલ ખુશ થય ને બગીચામાં બેસીને વિચાર કરવા લાગ્યું કે બે માસા સોનું કેટલા દિવસ ચાલે? ઓછામાં ઓછું ૨૦૦ માસા સોનું માંગી લઉં તો આનંદથી રહી શકું. સુંદર મકાન બંધાવું, ખાઈ-પીને આનંદ કરું પણ બસો માસા તે મકાન બંધાવવામાં ખલાસ થઈ જશે. એના કરતાં બે હજાર માસા સોનું માંગી લઉં તે સારૂં મકાન બને, ઘેર મેટરગાડી વસાવું અને સારે એ વ્યાપાર કરૂં તે લાખની આવક થઈ જાય. વળી પાછો વિચાર આવ્યું કે પૈસા કમાવા ખૂબ મહેનત કરવી પડશે, તડકામાં દેડધામ કરવી પડશે એના કરતા એક ગામ માંગી લઉં તો એની આવકમાં બેઠે બેઠે નિરાંતે ખાઈશ ત્યાં વિચાર છે કે રાજા કદાચ મારા ઉપર કોપાયમાન થશે તે ગામ પાછું લઈ લેશે. એના કરતાં અડધું રાજ્ય માંગી લઉં.નાના અડધા રાજ્યથી શું થશે? અડધું રાજ્ય મને મળે તે પણ રાજા મારા ઉપર સત્તા ચલાવે. બંધુઓ ! તૃષ્ણા કેવી ભયંકર નાગણી જેવી છે. એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં બીજી ઈચ્છા તૈયાર થઈ જાય છે. સમુદ્રના તરંગોની જેમ કપિલના હૃદયમાં તૃષ્ણાના મેજા ઉછળવા લાગ્યા કે અડધા રાજ્યને સ્વામી તો બની જાઉં પણ કદાચ રાજા મારા ઉપર કે પાયમાન થઈ જાય તે મારા ઉપર આક્રમણ કરે. રાજાને યુદ્ધ કરતાં આવડે ને મને તે યુદ્ધ કરતાં આવડે નહિ. હું તો ઘડીકમાં હારી જાઉં ને હવે તે ગરીબ બની જાઉં તેના કરતાં તે આખું રાજ્ય માંગી લઉં ને રાજાને મારા જેવો બનાવી દઉં. આ વિચાર કરીને કપિલ બગીચામાંથી ઉભે થઈ રાજા પાસે આવવા તૈયાર થયે. માનવીના મનના તરંગે ક્યાં સુધી પહોંચી જાય છે. આ માંગી લઉં, તે માંગી લઉં. જે રાજાએ પ્રસન્ન થઈને તેની પાસે માંગવાનું કહ્યું ત્યારે એનું રાજ્ય ઝૂંટવી લેવા તૈયાર થશે. બે માસા સેનું મેળવવાની નાનકડી ઈચ્છામાંથી આખું રાજ્ય લેવાની
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy