SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિત. ૮૨૧ કાઇ પણ રીતે ખચાવ તે હું તને મારી સ્ત્રી બનાવીશ, પણ તુ કાણુ છે ને અહીં કેમ આવી છે? તે મને કહે, એટલે લક્ષ્મીએ તેના સદ્ વૃતાંત ચારને કહ્યા. પેાતે અહીં કેવી રીતે આવી ને માર્ગમાં શું શું અન્ય, એને ખચાવવા એના પતિએ કેટલા વાના કર્યા એ બધી વાત લક્ષ્મીએ કહી. આ સાંભળી ચારને આશ્ચર્ય થયું ને લક્ષ્મીની દુષ્ટતા ઉપર તિરસ્કાર છૂટયા. પણ અત્યારે તેને રાજાના માણસાના ભય છે એટલે ખચવાની આશાથી તેના પ્રત્યે ખુખ પ્રેમ અતાબ્યા ને પ્રસન્ન થઈને કહ્યુ --મારા સદ્ભાગ્યે મને તારા મેળાપ થયા છે. તારા મળવાથી મને ખખ આનંદ થયેા છે પણુ રાજાના માણસા મને પકડવા મારી પાછળ દોડયા છે તેની મને ખૂબ ચિંતા છે. જો એ ચિંતામાંથી મુકત થાઉં તે મને શાંતિ વળે. ચડરૂદ્રની વાત સાંભળી લક્ષ્મી કહે છે તમે એની ચિંતા ન કરો. હું કહું તેમ કરો એટલે તમે ને હુ છૂટા થઈ જઈશું. તમે જે રાજદરબારમાંથી ચારી કરીને ધનનું પાટલું લાવ્યા છે તે મારા પતિ સૂઇ ગયા છે તેના માથે મૂકી દો. તમે ને હું અહીંથી ચાલ્યા જઇએ. એટલે શજાના માણસે તેની પાસે આ ચારીનેા માલ જોઇને તેને પકડશે ને તેને ભારે શિક્ષા કરશે જેથી મને પણ શાંતિ વળશે. ધણુ મુશ્કેલીમાં :-દેવાનુપ્રિયા ! સંસારમાં કેવા સ્વાર્થ છે! લક્ષ્મીની વાત સાંભળી થે।ડીવાર પહેલાં તે લક્ષ્મીના ઉપર તેને તિરસ્કાર છૂટયા હતા. પણ પેાતાના બચાવ માટે એ લક્ષ્મીના કહેવાથી ધરણુ ઉપર ચારીનેા આરેાપ મૂકવા તૈયાર થયા. લક્ષ્મીનુ કહેવુ તેને ચેાગ્ય લાગ્યું. એટલે ચારીના માલનું પોટલું ભરનિદ્રામાં સૂતેલા ધરણુના આશિકા પાસે મૂકી દીધું ને પેતે લક્ષ્મીને લઇ ભાગી જવા તૈયાર થયા. એટલામાં રાજાના માણસે ત્યાં આવી પહોંચ્યા. એટલે ચડદ્રે લક્ષ્મીને કહ્યું. આ તે અહુ ખાટું થયું. રાજાના માણસા મને આળખી જશે ને પકડી લેશે, કારણ કે હું... અહીંના પ્રખ્યાત ચાર છું. પણ મારી પાસે એક ગુટીકા છે. તે પાણી સાથે ઘસીને ચાપડવાથી કેાઈ જોઈ શકતુ નથી. એટલે લક્ષ્મીએ તેને પાણી લાવી આપ્યું ને પાણીમાં ગુટીકા ઘસી નેત્રમાં અંજન આંજી ચદ્ર ને લક્ષ્મી અને અદ્રશ્ય થઇ ગયા. આ તરફ રાજાના માણસેા ધરણુના એશીકા પાસે પાટવુ જોઇને તેની પાસે આવ્યા. પેાટલુ' છેડીને જોયુ. તા રાજમંડારના માલ હતા એટલે તરત તેને જગાડયા ને આંધીને રાજા પાસે લઇ ગયા અને રાજાને કહ્યું-મહારાજા ! અમે ચારને પકડી લાવ્યા છીએ. ત્યારે શાએ આજ્ઞા કરી કે તમે એને ચડાળાને સોંપી દે ને કહા કે તરત એના વધ કરી નાંખે. તરત સુભટાએ ચંડાળાને ખેલાવીને કહ્યું કે આજે કાના વારા છે ? ત્યારે કહે છે આજે મૌરિકના વારે છે. એટલે ધણના વધ કરવા મૌષ્ઠિ ચંડાળને સાંપીને તેઓ ચાલ્યા ગયા. બધાને દેખતા મૌશિક ધરણને લઇને વધસ્થાન તરફ ગયા. પણ એ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy