SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ શારદા સરિતા મનુષ્યજીવન પ્રાપ્ત કરવાનું ત્રીજું કારણ છે સાનુકેશ–તેને અર્થ છે હૃદયમાં આકેશ ન હો તે. મનુષ્યના જીવનમાં જે માનવતા નામની કઈ વસ્તુ હોય તે તે દયા છે. જેના દિલમાં દયાના ઝરણું વહે છે તેના દિલમાં કદી આ કેશ આવતું નથી, પણ સંસારમાં દરેક પ્રાણીઓ સાથે સ્નેહ ને સદ્દભાવ રહે છે જે મનુષ્યનું હૃદય આકેશથી ભરેલું રહે છે તે પશુથી પણ હીન છે, કારણ કે મમત્વની ભાવના તો પશુઓમાં પણ હોય છે. એ પણ મનુષ્યની જેમ પોતાના બચ્ચાને કેટે વળગાડીને જાય છે. બાળકને જેમ તેની માતા રાખે છે તે રીતે એ એના બચ્ચાને રાખે છે. ટૂંકમાં જે મનુષ્ય દરેક જીવોને પિતાના આત્માસમાન સમજે છે તેના હૃદયમાં કેઈના ઉપર આકેશભાવ રહે તે નથી. જેના દિલમાં દયાદેવીને વાસ છે તે મોક્ષપ્રાપ્તિનું લક્ષણ છે. મહાન-પુરૂએ બીજાનું રક્ષણ કરવા માટે પિતાના પ્રાણુનું બલિદાન આપ્યું છે. મેઘરથ રાય મેઘકુમાર ધર્મરૂચી, નિજત્રાણ ત્યાગ પર જતન કરત હૈ મેઘરથ રાજાએ એક પારેવાની રક્ષા કરવા માટે પિનાના શરીરનું માંસ કાપી ત્રાજવામાં મૂકી દીધું હતું. જંગલમાં ભયંકર દાવાનળ લાગ્યો ત્યારે મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા ખાતર ત્રણ દિવસ સુધી પગ ઉંચે રાખ્યું હતું ને એની વેદના થતાં પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. ધર્મરૂચી અણગારે કીડીઓની દયા ખાતર કડવા તુંબડાનું ઝેરી શાક આરગ્યું હતું. આ રીતે પોતાના પ્રાણ ત્યાગીને પરોપકાર કરવાવાળા મહાન પુરૂષ જન્મ-મરણના દુખેને અંત લાવી મેક્ષનગરીમાં નિવાસ કરે છે. બંધુઓ ! જેના હૃદયમાં સદા આકેશની ભઠ્ઠી સળગેલી રહે છે તેની બુદ્ધિ શકિત–ાળ આદિ બધા ગુણો તેમાં બળીને ખાખ થઈ જાય છે. પણ જે મનુષ્ય આ કેશ ઉપ૨ વિજ્ય મેળવી લે છે તે તેની બુદ્ધિ ખીલે છે ને આત્મબળ વધે છે. છેવટે એણે જવાની શકિત પ્રાપ્ત કરે છે. આ મનુષ્ય ફરીને માનવભવ પ્રાપ્ત કરે છે. હવે મનુષ્યભવની પ્રાપ્તિનું ચોથું લક્ષણ છે અમચ્છરીયાએ. મત્સર-અભિમાન રહિત બનવું. આજે દુનિયામાં માણસની પાસે સત્તા આવે, ધન આવે તે તેને અહંકાર આવે છે. કે હું કંઇક છું, હું મોટે માણસ છું, મારા જેવા સત્તાધીશ અને ધનવાન કોણ છે? પણ જ્ઞાની કહે છે સત્તા-સંપત્તિ ને ઐશ્વર્યથી કઈ માનવી મહાન બની શકતો નથી. હા, તમે તે સત્તાધીશ અને ધનવાનને મોટે માન પણ આધ્યાત્મિક દષ્ટિએ મોટે નથી. જેની પાસે લક્ષમી નથી પણ એ ખૂબ ગુણવાન છે. શાસ્ત્રને જાણકાર છે, બુદ્ધિશાળી છે, ધર્મિષ્ઠ છે તેને માટે નથી કહેતા. તે હું તમને પૂછું છું કે તમે શ્રીમંતને માટે કઈ રીતે કહો છે? શું એને પૈસે અને એની સત્તા અને નરકમાં જતા અટકાવશે? રોગથી મુક્ત કરાવશે? “ના”. તે પછી મેટ શેને?
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy