SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૭૮૯ નિર્વાણ-માક્ષને પ્રાપ્ત કરે તે મહાદેવ છે. આત્મસ્વરૂપની સ્પના કરે તે પારસનાથ છે. આત્માની પિછાણુ કરે તે બ્રહ્મા છે. દરેકના નામ જુદા જુદા છે. આત્મસ્વરૂપથી તે દરેક આત્માએ સમાન છે. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તમે કોઇ પણ ક્રિયા, ચિંતન-મનન-શ્રવણુ– સ્વાધ્યાય-તપ-સામાયિક ગમે તે કરા પણ તે અંતઃકરણપૂર્વક હૃદયની શુધ્ધ ભાવનાથી કરે. પુણીયા શ્રાવકની એક સામાયિકનું કેટલું મૂલ્ય હતું! એ હૃદયની વિશુદ્ધિથી ભાવપૂર્વકની સામાયિક હતી. તમે એવી ભાવનાથી કરે પણ એવું કરો કે થાયમાં વધુ લાભ મળે ને કર્મની નિર્જરા થાય. શખરી જાતની ભીલડી હતી. તે એક નાનકડી ઝુંપડીમાં રહેતી હતી. પણ રામચંદ્રજીની ભક્તિ કરવામાં એની કેટલી ઉત્કૃષ્ટ ભાવના હતી. રામચંદ્રજી સીતાજીની શોધ કરવા નીકળ્યા. વનમાં સીતાને શેાધતાં શોધતાં એક દિવસ શખરીની ઝુ ંપડીએ આવ્યા. રામચંદ્રજીને જોઈને એને એટલે આનન્દ્વ થયે! કે મારા પ્રભુની કેવી રીતે ભકિત કરુ...! આજે મારી ઝુંપડીએ સેાનાને સૂર્ય ઉગ્યે. પ્રભુની ભકિત કરવા માટે ખાવરી અની ગઈ. ને રામચંદ્રજીને! સત્કાર કરવા લાગી. પ્રભુના સત્કાર કરવા માટે એની પાસે શુ હતુ' એ જાણે છે? ખેરની એક ટાપલી હતી. ખેર ભરેલી ટાપલી લાવીને રામચંદ્રજી પાસે મૂકી અને તેમની પાસે બેસીને એકેક એર ચાખીને રામચંદ્રજીને આપવા લાગી. હ માં એને ભાન રહ્યુ' કે ભગવાનને એંઠા એર ખવડાવી રહી છુ. એના એઠા ખર ભગવાને પ્રેમથી આરેાગ્યા. એની ભાવના કેટલી ઉત્કૃષ્ટ હતી! એની પવિત્ર ભાવનાના પરિણામે એના કર્મો નષ્ટ થયા. ઉત્કૃષ્ટ ભાવે ભગવાનને એઠા એર ખવડાવ્યા તેના ફળ રૂપે એના ભવરાગે નાશ પામ્યા. એમ રામાયણમાં કહ્યું છે. જમાલિકુમારના હૃદ્વયમાં શુદ્ધ ભાવનાને વેગ ઉપડયા છે કે જલ્દી મારા પ્રભુને ભેટુ. જેવા એના દિલમાં વેગ છે એવા એમની શિબિકાને પણ વેગ છે. લેાકે એમનુ સન્માન–સત્કાર કરતાં કહે છે હું કુમાર [ સંયમમાર્ગમાં તમારો જય થાએ, વિજય થાઓ. અપ્રમત બની કશત્રુઓને હણી કેવળ લક્ષ્મીને વરે. સંસાર–અટવીને પાર કરા. પ્રજાજનાના અભિનંદૈન સ્વીકારતાં તેમની શિખિકા આગળ વધે છે. હજારા મનુષ્યાથી જોવાતા (જેવી રીતે ઉવવાઇ સૂત્રમાં કણીકનું વર્ણન કર્યું છે તેવી રીતે) જમાલિકુમાર માહણુકુંડ નગરના બહુશાલ નામના ચૈત્યમાં ગયા. હજારા મનુષ્યા તેને નીરખી નીરખીને જોવા લાગ્યા કે આપણા રાજકુમારનુ જીવન પલટાઈ જશે. હવે એમના વેશનું પરિવર્તન થઈ જશે. અત્યારે આવા સુંદર વસ્ત્રાલંકારો પહેર્યાં છે. ઘડી પછી બધું ઉતારી નાંખશે. કેવા એમને વૈરાગ્ય છે! એને વૈરાગ્ય જોઈને ૫૦૦ પુરૂષા વૈરાગ્ય પામી ગયા. બધા ભગવાનની પાસે જઈ રહ્યા છે. તે બહુશાલ નામના ચૈત્યમાં પહોંચશે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy