SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૭૭૩ જયકુમાર હમેશાં વિજ્યકુમારની સામે પ્રેમની દષ્ટિથી જેતે હતે. પણ પૂર્વના વૈરના કારણે વિજયકુમાર જયકુમારની સામે તેષભરી દષ્ટિથી જોતું હતું, છતાં કરૂણાના સાગર મુનિ એને બોધ આપવા આવ્યા. હે રાજન! આ મનુષ્યભવ મળ દુર્લભ છે. તેમાં આયુષ્ય ખૂબ અલ્પ છે. આયુષ્યને ક્ષણને પણ ભરોસો કરવા જેવો નથી, તો બને તેટલી ધર્મારાધના કરી લે, અને કઈ જીવ સાથે વૈરભાવ રાખવો નહિ. કેઈ જવના પ્રાણદુભાવવા નહિ. કારણ કે દરેક છે સુખના અભિલાષી છે. કોઈને દુઃખ ગમતું નથી. માટે તમારે પાપાચારનું સેવન કરવું નહિ, એનું નામ સત્તા પામ્યાને સાર છે. વળી દરેક જેની સામે ઈર્ષા અને ઝેરની દષ્ટિથી ન જતાં પ્રેમની દષ્ટિથી જોવું. દરેક પ્રાણી ઉપર મૈત્રીભાવ રાખો. આ રીતે યમુનિ નિખાલસ હદયથી તેને ઉપદેશ આપે છે. ત્યારે એ ઉપરથી છે....હા, જીહા કરે છે. પણ અંદરથી ઈષ્યની આગ વધતી જાય છે ને કહે છે, ગુરૂદેવ ! આપે જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મારું મન સંસાર ઉપરથી ઉઠી ગયું છે અને હું અનાસક્ત ભાવે ન્યાયનીતિ ને સદાચારપૂર્વક રાજ્યનું પાલન કરું છું, પણ આપની જેમ ત્યાગી બની શકતું નથી, એટલી મારામાં ખામી છે. ધન્ય છે આપને! મને પણ આવો અવસર ક્યારે પ્રાપ્ત થશે? એમ કહી મુનિના ખૂબ ગુણગાન કર્યા ને વારંવાર વંદન કરતો પિતાના મહેલે આવ્યું, ને વિચારવા લાગ્યું. બસ, હવે તે જલ્દી એને મારી નાંખ્યું. સમયની રાહ જોતાં મધ્યરાત્રે વિજ્યસેન જા એના બે ગુપ્ત અનુચરને લઈને જે ઉદ્યાનમાં જયમુનિ આદિ સંતો ઉતર્યા હતા ત્યાં આવ્યા ને તેના અનુચરોને કહ્યું. તમે દૂર ઉભા રહે. હું આવું છું એમ કહી હાથમાં તલવાર લઈને આવ્યા. બીજા સંતે કઈ સ્વાધ્યાય કરી કઈ ધાન કરી નિદ્રાધીન બની ગયા હતા. એક જયમુનિ ધ્યાનમાં ઉભેલા હતા. આ નિર્દય વિજય રાજાએ તલવારના એક ઝાટકે મુનિનું મસ્તક ઉડાડી નાંખ્યું ને તરત એ ત્યાંથી ચાલ્યો ગયો. સમય થતાં તે સ્વાધ્યાય પ્રતિક્રમણ કરવા માટે જાગ્યા ત્યારે જયમુનિનું મસ્તક ધડથી જુદું થઈ ગયું છે. લેહીની ધાર વહે છે. આ કોણે કર્યું હશે? ખૂબ દુઃખ થયું. તેમના ગુરૂ વિશિષ્ટ જ્ઞાની હતા. જ્ઞાનના બળથી જાણી લીધું કે આ કાર્ય એમના ભાઈ વિજયરાજાનું છે. પણ સંતે કંઈને કહે નહિ. આ શિષ્ય ખૂબ વિનયવાન હતું એટલે ગુરૂના દિલમાં ખૂબ દુઃખ થયું. ગુરૂનું દિલ તેમણે જીતી લીધું હતું તેથી ગુરૂને ખૂબ આઘાત લાગે. જય અણગારે તલવારના ઘા વખતે પણ ખૂબ સમતા રાખી સમાધિભાવે કાળ કરીને નવમાં આણુત નામના દેવ કે અઢાર સાગરોપમની સ્થિતિવાળા શ્રીપ્રભ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. આ તરફ ભાતૃમુનિની હત્યા કરીને વિજયે પોતાના મહેલમાં ગયે ને હરખાવા લાગ્યું કે અહો! મેં કેવું કાર્ય કર્યું ! કે મેં મુનિને માર્યા એ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy