SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા जे य कंते पिए भोए, लध्धे विपिट्ठि कुव्वइ । साहीणे चयइ भोए, सेहु चाइति वच्चइ ॥ ૭૭૧ શ. સ. અ. ૨, ગાથા ૩ જેને સુંદર-પ્રિય-કાન્ત અને મનેાહર કામભોગો મળ્યા છે તેને સ્વચ્છાએ ત્યાગે છે તે સાચા સાધુ છે. જમાલિકુમારની પાસે કેટલી સુખની સામગ્રી હતી! એના માતા-પિતાએ એને સમજાવવામાં કમીના રાખી ન હતી. છતાં જેને લાગ્યું કે આ સંસાર ઉપાધિને ઉકરડા છે, ત્રિતાપના ભઠ્ઠો છે. ને સગાસબંધીએ બધા મતલખની માખીએ જેવા છે. એમાં કયાં શાશ્વત સુખ મળવાનુ છે ? શાશ્વત સુખ તેા સંયમમાં છે એવી જેની દીર્ઘષ્ટિ ખુલી ગઈ છે તે આત્મા શાશ્વત સુખને પામી શકે છે. માટે સ્વેચ્છાપૂર્વક વસ્તુને ત્યાગ કરો. અમૃતસરના લાલા સતરામજીના જીવનને એક પ્રસંગ છે. બ્રિટીશ સમ્રાટ રાજા સાતમા એડવર્ડ તરફથી તેમને નગરશેઠનુ પદ મળ્યુ હતુ. તેમના રેશમના વ્યાપાર હતા. ચીન અને તાત્કઢથી રેશમ મગાવી વ્યાપારીઓને વેચી આડતનું કામ કરતા હતા. તેએ દયાળુ અને ધર્માત્મા હતા. સૌને તેમના પ્રત્યે બહુમાન હતું. તેમની દુકાનમાં રેશમ સાફ કરતા ને જે રેશમના કચરા નીકળતા તેને એક જગ્યાએ ઢગલે કરાવતા. એક વૃદ્ધ માણસ પૈસા ચૂકવી રાજ ઢગલા ભરી જતા. તે ગરીખ હતા. એ રેશમના કચરા ખીજે વેચીને પૈસા લાલા સતરામને ચૂકવે. રાજ આમ કરતા. એક સજ્જને આ વૃધ્ધની લાલાજીને ભલામણ કરતાં કહ્યું. આ વૃદ્ધની એકની એક દીકરીના લગ્ન લીધા છે. પણ તેની પાસે પૈસા નથી. ગરીબ છતાં ખાનદાન છે. કાઇની સામે હાથ લાંખે કરતા નથી. હક્ક વિનાનું લેતા નથી. આથી લાલાસ તે એક દિવસ કહ્યું કે આજે કચરો નથી નીકળ્યેા પણ ઉદાએ એક ગાંસડી કાપી છે તે લઇ જાવ. વૃધ્ધે કહ્યું સાહેબ! હું તે એ ચાર રૂપિયાને સેદા કરનાર ગરીબ માણુસ છું. આટલી મૂલ્યવાન ગાંસડી ખરીઢવાની મારામાં તાકાત નથી. લાલાજીએ કહ્યું, પણ તમે ગાંસડી તે જુએ. કિ ંમતનું થઇ રહેશે. વૃધ્ધે ગોડાઉનમાં જઇ ગાંસડી જોઇને કહ્યું, શેઠ! ગાંસડી તે! ઉંદરાએ કાપી નાંખી છે, છતાં સેા રૂપિયા કિંમત ગણાય. લાલાજી ખાલ્યા. પાંચસે! રૂપિયાની ગાંસડીના ફક્ત સે રૂપિયા ? વૃધ્ધે કહ્યું વધુ કિંમત તેા ન આવે. લાલાજીએ કહ્યું તમે મજુર એલાવીને ગાંસડી ઉપાડી જાએ. ધીમે ધીમે વેચીને સે રૂપિયા હપ્તે હપ્તે ભરી દેજો. એટલે પેલા વૃદ્ધ ગરીબ માણસ ગાંસડી પેાતાને ઘેર લઈ ગયા. ખાલીને જોયુ તે ઉપર ઉપરના માલ ઉદરાએ કાપી ખાધા હતા. ખાકી અંદર બધા માલ સાથે હતા. ગાંસડી ઉપડાવી પેલેા વૃદ્ધ માણસ લાલાજીની દુકાને લાવ્યા અને કહ્યું શેઠજી! ગાંસડી અંદરથી તે। આખી છે. તમને એની પૂરી કિ ંમત ઉપજશે. લાલાજી કહે તમે સેા રૂપિયા તા મને આપી દીધા છે. હવે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy