SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૮ શારદા સરિતા જયમુનિનું કાર્કદી નગરીમાં આગમન - જયમુનિ તથા લીલાવંતી સાધ્વીજી એક વખત ભેગા થયા ત્યારે તેમને વિચાર થયે કે આપણે બધા સંસારમાંથી બહાર નીકળ્યા પણ વિજય એકલે ડૂબી જશે, તે આપણે તેને પ્રતિબંધ આપીને તારીએ. આવો વિચાર કર્યો. ગ્રામાનું ગ્રામ વિહાર કરતાં કરતાં જયમુનિ અને લીલાવંતી સાધ્વીજી કાકંદી નગરીમાં પધાર્યા. મુનિના આગમનના સમાચાર સાંભળી આખા ગામની પ્રજાને ખૂબ આનંદ થયે. ને રાજાને પણ ખબર આપ્યા કે નગર બહાર ઉદ્યાનમાં આપણું મહારાજા જયમુનિ પધાર્યા છે, એટલે વિજ્યજાએ પણ ઉપરથી કૃત્રિમ હર્ષ બતાવ્યો. પણ મનમાં ખેદ થયે કે મેં તે મુનિને મરાવી નંખાવ્યા હતા ને પાછા ક્યાંથી આવ્યા? ચંડાળને પૂછતાં ખબર પડી કે તેમણે માર્યા નથી. તે વખતે ખોટું બોલ્યા હતા. વિજયરાજા મુનિના દર્શને આવ્યા. ખૂબ ભાવપૂર્વક લળીલળીને વંદન કરવા લાગ્યા ને બોલ્યા કે ધન્ય છે મુનિરાજ અપને ! આપ સંસારથી તરી ગયા ને ડૂબેલો રહી ગયે. મને આ અવસર કયારે આવશે? મુનિના મનમાં પણ થયું કે હવે તેની મતિ સુધરી લાગે છે. આખા નગરની પ્રજા મુનિના દર્શન કરવા માટે ઉમટી છે. મુનિએ રાજા અને પ્રજાની સમક્ષ ઉપદેશ આપે. કંઈક છે વૈરાગ્ય પામી ગયા. વિજય રાજા પણ પિતાને સંસાર અસાર લાગે હોય તે રીતે ઉપરથી ભાવ બતાવવા લાગ્યા. પ્રજાજને પ્રવચન સાંભળીને ચાલ્યા ગયા. પણ રાજા થડીવાર બેઠા. મુનિ સાથે પ્રેમથી ધર્મચર્ચા કરીને કહ્યું–મારે ત્યાં લાભ આપજે. ઉપરથી મીઠાશ બતાવી પણ અંદરમાં ઝેર ભર્યું છે. હવે મુનિને કેવી રીતે મારવા તેને વિચાર કરવા લાગ્યા. હવે મુનિની હત્યા કેવી રીતે કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૦ આ સુદ ૧૪ ને બુધવાર તા. ૧૦ -૧૦-૭૩ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ અને બહેને ! જમાલિકુમાર પિતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. જે આત્માઓ સ્વરૂપમાં સ્થિર બને છે તે જલ્દી ભવસાગર તરી જાય છે. પણ અનાદિકાળથી અવળે માર્ગે પ્રવૃત્તિ કરવાને કારણે હજુ જીને સ્વરૂપની પિછાણ થતી નથી. છ દ્રવ્યમાં એક આત્મદ્રવ્ય એવું છે કે તે પિતાને સ્વભાવ છોડીને વિભાવમાં રમણતા કરે છે. બાકીના પાંચ દ્રવ્ય પિતા પોતાના સ્વભાવમાં રહે છે. પુગલદ્રવ્યને સ્વભાવ સડણ-પડયું ને વિવંસણ છે. ગમે તેવા સમ્રાટ ચક્રવર્તિ કે ધનવાન કે ગરીબ હશે તે પણ શરીર તે એક દિવસ છોડવાનું છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy