SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ શારદા સરિતા તે સુખને અમેઘ ઉપાય છે. પુદ્દગલને સ્વભાવ સડણ-પડણ અને વિધ્વંસણને છે. પુદગલ કાયમ માટે એક પરખી સ્થિતિમાં રહેનારા નથી, જુઓને, આ શરીરમાં પણ કેટલું પરિવર્તન આવે છે! આજે સાજું હોય ને કાલે માંદું થઈ જાય છે. ડાયાબીટીશ, બ્લડપ્રેશર, ટી. બી, કેન્સર જેવા દર્દી માણસને ચાલતાં લાગુ પડી જાય છે. કેટલાય માણસો આવા અસહ્ય દર્દથી પીડાય છે, માટે આ પુદગલને કેઈ ભરેસે નથી. બળવાનમાં બળવાન કહેવાતા માનવીઓ પણ પુલથી એવા પરવશ બની જાય છે કે ઉઠવા બેસવાની તાકાત રહેતી નથી. આ પુદગલ કયારે દગો દેશે એ આપણે જાણી શકતા નથી. દશવૈકાલીક સૂત્રમાં ભગવાન કહે છે કે – पुगालाणं परिणाम तेसिनच्चा जहा तहा । विणीअ तण्हो विहरे, सीयभूएण अप्पणा। દશ. સૂ. અ. ૮, ગાથા ૬૦ પાલના પરિણામે જે જે રીતે બદલાય છે તે તે રીતે જાણીને તૃષ્ણાથી રહિત થયેલા મુનિ પરમ શીતળીભૂત બનીને પિતાના આત્માના સ્વભાવમાં વિચરે. શુભ પગલે પરિણામના વિશે અશુભ બને છે ને અશુભ શુભમાં પલટાઈ જાય છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પુદગલનું સ્વરૂપ પલટાયા કરે છે. જેવી રીતે આજે કઈ માણસનું રૂપ અદ્ભુત હોય છે ને તે માણસ થોડા સમય પછી વિરૂપ બની જાય છે. સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા પદાર્થને કઈ ભરોસો નથી. તેમ પુદ્ગલને પણ એક ક્ષણને ભરોસે નથી. વીજળીના ચમકારાની જેમ અને પાણીમાં રહેલા પતાસાની જેમ પુદગલ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. કંચનવણી કાયા જોત જોતામાં માટીમાં મળી જાય છે તે પછી પુગલને શો ભરે ? બંધુઓ ! જેના પ્રતાપે સુખ ભોગવી રહ્યા છે તે પુણ્ય અને દુઃખ દેનાર પાપ પણ પુગલમય છે. કયારે પુણ્ય પરવારી જશે એ જ્ઞાની સિવાય કોણ જાણી શકે છે? ભલભલા અબજોપતિ અને કેડપતિઓ પુણ્ય પરવારી જતાં બેહાલ બની જાય છે એ તે નજરે દેખાય છે ને? પુદ્ગલનું આવું સ્વરૂપ હોવા છતાં જીવ તેમાં રોપા રહે છે. નિજ–વરૂપને ભૂલીને જીવ અનાદિકાળથી પુગલભાવમાં રમણતા કરી રહ્યો છે. તેને કારણે જ્યાં ગમે ત્યાં વિડંબના પામે છે. દારૂડિયે માણસ જેમ ભાન ભૂલીને જ્યાં ત્યાં આળોટે છે તેમ જીવ પણ મોહ-મદિરાના ઉન્માદને કારણે નિજ ભાન ભૂલીને પરભવમાં આળેટી રહ્યો છે ને પુદગલ પ્રત્યે ઉલ્લાસભાવ લાવી વિષયના રંગમાં રંગાઈ ગયું છે. જેમ ભૂંડને વિષ્ટા ગમે છે તેમ જીવને પુદ્ગલની એંઠ બહુ ગમે છે. એક પરમાણુથી લઇને રકંધ સુધીના જે કઈ રૂપી પુદગલે છે તે સર્વને આપણુ જીવ મન-વચન-કાયા-આહાર-ઉચ્છવાસ અને નિઃસ્વાર્થ રૂપે અનંતીવાર ભેગવ્યા છે..
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy