SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૨ શારદા સરિતા જોઈતું મળી જશે. હું આત્મસાધના કરવા માટે દીક્ષા લઈ લઉં. જયકુમારના વચન સાંભળી માતા આશ્ચર્ય પામી ગઈ. પુત્રની ઉદારતા ને રાજ્ય પ્રત્યેની અનાસક્તિ જોઈને સંતોષ પામીને પુત્રની પ્રશંસા કરતી કહે છે બેટા! ક્ષત્રિયે જે રાજ્યને માટે મોટા મોટા યુધ્ધ ખેલે છે. જે રાજ્ય સત્તાની પાછળ પાગલ બને છે, એવા રાજ્યને તું છોડી દેવા તૈયાર થયા છે. ખરેખર, તું મહાન છે. પણ બેટા! મારી એક વિનંતી છે કે તું રાજ્ય ચલાવ ને વિજયને યુવરાજપદે સ્થાપન કર. તે મને સંતોષ થશે ને એને પણ આનંદ થશે ને પ્રેમથી બધું કાર્ય થશે. જયકુમારે કહ્યું માતા ! સાચું કહે તે હવે મને રાજ્ય કરવાની બિલકુલ ઈચ્છા નથી. મારા નાના ભાઈને ખુશીથી રાજ્ય આપવાની મારી ભાવના છે. આમ તે સનત્કુમાર આચાર્યના મને દર્શન થયા ને તેમની વાણી સાંભળી ત્યારથી મારું મન સંસાર ઉપરથી ઉઠી ગયું છે. મારે જલદી આ ભાવસાગરને તારનારી નૌકા સમાન દીક્ષા લેવી છે. માટે મારા ભાઈને જલ્દી રાજ્યાભિષેક કરવાની તૈયારી કરો. પુત્રને દઢ નિશ્ચય જાણી લીલાવંતી રાણીને પણ સંયમની ભાવના જાગી ને પિતે પિતાના મહેલે આવીને નાના પુત્ર વિજયને જ્યકુમારના દીક્ષા લેવાના ભાવ છે ને તેને રાજ્યાભિષેક કરવાનું છે. આ વાત જણાવી તેથી વિજ્યને ખૂબ આનંદ થશે. પણ ભાઈ પ્રત્યે દ્વેષભાવ નષ્ટ થયે નહિ. સુમતિ પ્રધાન જય રાજાના મહેલે આવ્યા - સુમતિ નામના પ્રધાનને ખબર પડી કે જય રાજા રાજ્ય છોડીને દીક્ષા લેવા ઈચ્છે છે ને વિજયને રાજ્યાભિષેક કરવાના છે. આ સાંભળી તરત પ્રધાન જયરાજાના મહેલે આવ્યા ને નમ્રતાપૂર્વક વિનંતી કરી કે હે મહારાજા! આપ સંયમી બનવા ઈચ્છો ને વિજ્યકુમારને રાજ્ય આપે છે તે બરાબર નથી. કારણ કે રાજ્ય કરવામાં જેટલી આપની યોગ્યતા છે તેટલી વિજયકુમારમાં નથી. આપનામાં જે ગુણ છે તે તેનાથી ઘણું દૂર છે. માટે તમે હમણાં દીક્ષા લેવાની વાત છેડી દો. તમે દીક્ષા લેશે તે પ્રજા દુઃખી દુઃખી થઈ જશે. મારી આટલી વિનંતી સ્વીકારે. હું વિનંતી કરવા માટે આવ્યો છું. મને આશા છે કે આપ મારી વિનંતી ધ્યાનમાં લેશે. જયરાજાને જવાબઃ-મંત્રીને વચન સાંભળીને જયરાજા કહે છે હે મંત્રીશ્વર! સનકુમાર મુનિને ઉપદેશ સાંભળીને મને વૈરાગ્યભાવના જાગી છે. આ સંસારની અસારતા મને સમજાઈ ગઈ છે. રાજ્ય, વૈભવ સ્ત્રી-પુત્ર બધું અશાશ્વત છે. તેના ઉપર મેહ રાખવે તે જીવનું અજ્ઞાન છે. મંત્રીશ્વર ! તમે પણ એમની વાણું સાંભળી હેત તો તમને પણ મારી જેમ વૈરાગ્યભાવના જાગત, ને મંત્રીશ્વર પદવીને ત્યાગ કરવા તત્પર બનત. ત્યારે પ્રધાન કહે છે હે મહારાજા! તમને મુનિએ એ શું ઉપદેશ સંભળાવ્યું કે જેથી એક વખત વાણી સાંભળતા વૈરાગ્ય આવી ગયા. કૃપા કરીને મને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy