SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨ શારદા સરિતા છે. આટલી વાત નકકી સમજી લેજે. તમારી દ્રષ્ટિમાં ગમે તેટલું સુખ હોય છતાં તેને જ્ઞાનીએ સુખ કહેતા નથી. દાખલા તરીકે કઈ એક શેઠ અબજોની સંપત્તિના આસામી છે. તેના એકેક બંગલા તે જાણે રાજમહેલ જેવા છે. પત્ની પણ સૌદર્યવાન અને આજ્ઞાંકિત છે. પુત્ર વિનયવાન છે, શરીર નિરોગી છે, જમ્બર પુણ્યને ઉદય છે. સંસારમાં મનમાન્યા સુખો ભેગવે છે. એમના સુખમાં કેઈ આડખીલી કરી શકતું નથી. સૌ તેની આજ્ઞા માને છે. આવું સુખ જેને ઘેર હોય તેને તમે શું કહેશે? આ તે ચેથા આરાને જીવ છે. એના જેટલું કોઈને સુખ નથી, પણ રાજાના સુખની તોલે આવે? અહીં જ્ઞાનીઓ એકેક સુખને ક્રમ બતાવે છે કે કેના કરતાં કોનું સુખ વધારે છે. અહીં શેઠની વાત કરી. હવે રાજાની વાત કરે છે. રાજાનું સુખ:- એક દેશને અધિપતિ મેટે રાજા છે. એના તાબામાં ઘણું ગામ છે. એટલા રાજ્યમાં આનંદપૂર્વક રાજ્ય કરે છે. વધારે રાજ્ય મેળવવાની તૃષ્ણા નથી. અતઉરમાં અપ્સરા જેવી સ્વરૂપવાન રાણીઓ છે. રાજકુમારો પણ એવા સુશીલ ને આજ્ઞાંકિત છે. પ્રધાન પણ અનુકૂળ છે. શરીર નિરોગી છે. બીજા રાજ્ય તરફથી લડાઈને ભય નથી. હાથી-ઘેડા-રથ અને સૈન્યને પાર નથી. સેવકે ખડે પગે આજ્ઞાનું પાલન કરે છે, ને મહારાજાની ખમ્મા ખમ્મા કરે છે. આ રીતે તેના દિવસો પસાર થાય છે. બેલે! આ રાજા કેટલે સુખી છે? તમે એને સુખી કહેશે ને? એ તે સામાન્ય રાજા હતે. એનાથી અધિક ચક્રવર્તિનું સુખ હોય છે. ચક્રવર્તિનું સુખ કેટલું છે તે સાંભળે. ચકવર્તિનું સુખ - દુનિયામાં સારામાં સારી ભેગસુખની સામગ્રી ચક્રવતિને હોય છે. રાજાની સેવામાં તે મનુષ્ય નેકર હોય છે પણ ચક્રવતિની સેવામાં ભેળ હજાર દેવે હેય છે. બે ભુજાનું રક્ષણ કરનાર બે હજાર દેવે હોય છે ને ચૌદ રત્નનું રક્ષણ કરનારા ચૌદ હજાર દેવ હોય છે, આ રીતે ૧૬,૦૦૦ દેવે ચક્રવતિના સેવક હોય છે. તેઓ નવનિધાનના ધણું હોય છે. ચક્રવર્તિના શરીરમાં કઈ જાતને રોગ ઉત્પન્ન થતું નથી. ચકવતિને કઈ દુશ્મન હોતું નથી. સમગ્ર પ્રજાને ખૂબ પ્રિય હોય છે. તેમનું પુણ્ય કઈ અલૌકિક હોય છે. તેમનું બળ પણ ઘણું હોય છે. નદીના એક કિનારે ચક્રવર્તિ હાથમાં પાણીને લેટે લઈને ઉભા હોય ને બીજા હાથમાં દેરડું હોય અને નદીને સામે કિનારે રહેલું મોટું સૈન્ય ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ સંગ્રામરથ અને ૯૬ કેડ પાયદળ. આ બધા ભેગા થઈને એ દેરડાને પકડી ચક્રવર્તિને નમાવવાને, ખેંચવાનો પ્રયત્ન કરે તે પણ એ બધાની તાકાત નથી કે ચક્રવર્તિને એક તસુ પણ ખસેડી શકે, અને ચક્રવર્તિ એ દેરડાને એક હાથે રહેજે ખેંચે તે બધું સૈન્ય નદીમાં પડી જાય, એવા મહાન બળના ધણી હોય છે. ચક્રવતિને માટે જ બધી વસ્તુઓ તાજી બને, રેજ સવારે ધાન્ય વવાય ને સાંજે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy