SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦ શારદા સરિતા કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત સુખ આપનારી છે. કલ્પવૃક્ષની નીચે જઈને કઈ બેસે ને મનમાં જેની ચિંતવના કરે તે ચીજ તેમની પાસે હાજર થઈ જાય છે. કલ્પવૃક્ષ દશ પ્રકારના મનોવાંછિત ફળ આપે છે. પણ કોઈ એની નીચે જઈને એમ ચિંતવના કરે કે મારે મેક્ષમાં જવું છે તે એ બની શકતું નથી. કલ્પવૃક્ષમાં બધું સુખ આપવાની તાકાત છે. પણ મેક્ષના સુખ આપવાની તાકાત નથી. ત્યારે ભગવાનની વાણીમાં મેક્ષના સુખે અપાવવાની તાકાત છે. એ ભગવાનની આપણ ઉપર કેટલી કરૂણદષ્ટિ છે ! तव नियम नाणरुक्खं, आरुढो केवली अभियनाणी । तो मुयइ नाण बुद्धि, भविय जण वि बोहणट्ठाए ॥ तं बुध्धिमएण पडेण गणहरा गिहिउं निरवसेसं । तित्थयर भासियाई गंथंति तओ पवयणट्ठा ॥ તપ, નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ અનંતજ્ઞાનવાળા કેવળી ભગવંત ભવ્યજનેને બેધ કરવા માટે તે વૃક્ષથી જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે જ્ઞાનરૂપ પુષ્પને ગણધરો બુદ્ધિપટમાં ગ્રહણ કરીને તીર્થકર ભગવંતએ કહેલા વચને પ્રવચન માટે ગુંથે છે. વૃક્ષ બે પ્રકારના છે. દ્રવ્યવૃક્ષ અને ભાવવૃક્ષ. જેમ કેઈ મનુષ્ય કલ્પવૃક્ષ ઉપર ચઢીને તેના સુવાસિત પુપે એકઠા કરીને નીચે રહેલા કલ્પવૃક્ષ ઉપર ચઢવાને અસમર્થ મનુષ્યને અનુકંપાથી આપે છે. અને તે મનુષ્ય તે પુષ્પ જમીન પર પડી ધૂળવાળા ન થાય તે માટે સ્વચ્છ મેટા વસ્ત્રમાં તેને લઈ લે છે અને તેને યથાયોગ્ય રીતે ઉપભોગ કરે છે અને બીજાઓની પાસે પણ તેને ઉપભોગ કરાવીને ઉપકાર કરી સુખ મેળવે છે. તેવી રીતે તપ-નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થયેલ અનંત જ્ઞાનવાળા કેવળી ભગવંત ભવ્યજનોને બોધ કરવા માટે જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. ગણધરે બુધિરૂપ પટમાં તેને ગ્રહણ કરે છે. પિતે ગ્રહણ કરીને બીજાને પણ ગુંથી આપીને પરેપકાર કરે છે. તેમાં તપ તે છ પ્રકારનો બાહ્યતપ ને છ પ્રકારને આત્યંતર તપ એમ બાર પ્રકારને તપ છે. તેમાં ઈન્દ્રિય અને નેઈન્દ્રિયના સંયમરૂપ નિગ્રહ તે નિયમ, કાન આંખ આદિ પાંચ ઈન્દ્રિયને નિગ્રહ તે ઈન્દ્રિય સંયમ અને કષાયાદિને. નિગ્રહ તે ઈન્દ્રિય સંયમ. જ્ઞાન તે સંપૂર્ણ કેવળજ્ઞાન. એ પ્રકારના તપ-નિયમ અને કેવળજ્ઞાન રૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા સર્વજ્ઞ ભગવંત તે વૃક્ષ ઉપરથી ભવ્યજનેને બોધ આપવા માટે જ્ઞાનના કારણભૂત શબ્દરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે પુષ્પવૃષ્ટિ પિતાની નિર્મળ બુદ્ધિરૂપ પટમાં ચૈતમાદિ ગણધરો સંપૂર્ણ પણે ગ્રહણ કરીને - પ્રવચન માટે વિવિધ પુષ્પમાળાની જેમ તે વચનેની સૂત્ર તરીકે રચના કરે છે. ભગવાને કહ્યું છે કે ત્યાગમાં સુખ છે ને તમે માને છે કે સંસારમાં સુખ છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy