SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૮ શારદા સરિતા "खिप्पामेव भो देवाणुप्पिया ! सिरिधराओ तिन्निसयसहस्साई गहाय दोन्नि सयसहस्सेणं कुत्तिया वण्णाओ रयहरणं च पडिग्गहं च आणेह, सयसहस्सेणं कासवगं सद्दावेह।" જમાલિકુમારના માતા-પિતા કૌટુંબિક પુરૂષને બોલાવીને આજ્ઞા કરે છે કે હે દેવાનુપ્રિયે! તમે જલ્દી જાવ અને આપણું ભંડારમાંથી ત્રણ લાખ સેને લઈ બે લાખ સોનાના કુત્રિકાપણથી (કુત્રિકાપણું એટલે શું?) ૩ એટલે પૃથ્વી ત્રિ ત્રણ અને સાપ એટલે હાટ. સ્વર્ગ–મૃત્યુ અને પાતાળ એ ત્રણલેકમાં રહેલી વસ્તુને મેળવવાના સ્થાનને કુત્રિકા પણ કહે છે.) એક રજોહરણ અને પાતરા લાવે ને એક લાખ સોનૈયા આપીને એક નાઈને (હજામને બોલાવી લાવો. આ પ્રમાણે આજ્ઞા કરી એટલે કૌટુંબિક પુરૂષ પાતરા ને રજોહરણ લેવા અને નાઈને બોલાવવા ગયા છે તે બધું લઈને આવશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. પાંચમે ભવ ચરિત્ર - ધનદેવ અને ધનશ્રીનો પતિ અને પત્ની તરીકેના સબંધથી બંધાયેલ ચોથે ભવ પૂર્ણ થશે. કમના ખેલ કેવા છે! તમે જોયું ને કે ધનદેવને ધનશ્રીએ કેવી રીતે મારી નાંખ્યો અને ધનદેવ મુનિપણમાં સમાધિપૂર્વક કાળ કરી સાતમા દેવલે કે ગયા હતા અને ધનશ્રી ખૂબ કલેશપૂર્વક મરણ પામીને ત્રીજી નરકે ગઈ હતી. દરેક ભવમાં ખૂબ નિકટની સગાઈમાં આવીને ઉત્પન્ન થાય છે. હવે આ પાંચમા ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે તે જોઈએ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રમણીય કાર્કદી નામની નગરી હતી. એ નગરીને ફરતા કમળ અને જળચર જીથી શોભતી મેટી ખાઈ હતી, ને તેને ફરતે ખૂબ મજબૂત શત્રુઓને ઓળંગ મુશ્કેલ કિલે હતે. એ નગરમાં ધર્મ-અધર્મને જાણનાર એકબીજા પ્રત્યે ભાઈ જે પ્રેમ રાખનાર. ખૂબ સતેષી અને સુખી લેકે વસતા હતા. શરદબદતના મેઘ જેવા ઉજજવળ મકાને શેભી રહ્યા હતાં. તે નગરમાં ખૂબ પરાકમી અને તેજસ્વી સૂરતેજ નામના મહારાજા રાજ્ય કરે છે. અસ્તાચળના શિખરમાં જેમ સૂર્ય તેજ તેમ યુદ્ધના દિવસોમાં વિશાળ વંશવાળા અને મહાસૈન્યવાળા તે રાજાને વિષે બીજા રાજાઓના મુગટ-મસ્તક નમતા હતા, એવા તે પ્રતાપી રાજા હતા. તેને અંતઃપુરમાં રતિના જેવી સવગસુંદર લીલાવંતી નામની પતિવ્રતા રાણી હતી. તે રાજાને આ રાણીની સાથે વિષયસુખને અનુભવ કરતાં કેટલેક કાળ પસાર થયું. આ તરફ મહાશુક દેવલોકવાસી દેવ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી લીલાવંતી રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયે. તે રાત્રે પ્રભાત થતાં પહેલાં રાણીએ સકળ લેકના મનને આનંદ કરાવનાર સેળે કળાએ પરિપૂર્ણ એવા ચંદ્રમાને પિતાના મુખમાંથી ઉદરમાં પ્રવેશ કરે છે. આ સ્વપ્ન જોયા પછી રાણી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy