SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શારદા સરિતા મેરા કુછભી નહિ જલતા હૈ, જલે તે મેરા નાય મેરે કારણ કર્યો કે પ્રાણું વ્યર્થ નરકમેં જાય. મેરા કિસી સંગ વૈરભાવ નહીં, ફિરભી લેઉ ખમાય છે. શ્રોતા આ અગ્નિમાં મારું કંઈ બળતું નથી કે જે બળે છે તે મારૂં નથી. હે પ્રભુ! મારે આ જગતમાં કોઈની સાથે વૈરભાવ નથી. છતાં પણ જાણે અજાણે મારા નિમિત્તે કેઈને પણ દુઃખ થયું હોય તે વારંવાર ખમાવું છું. વારંવાર બધા ને ખમાવ્યા. પણું તેમના દિલમાં એક વાતનું દુઃખ થાય છે કે આ કોઈ મહાધીન જીવ મને બાળવાના નિમિત્તે પાપ બાંધી રહ્યો છે. મારા નિમિત્તે એ દુર્ગતિમાં જશે? અરેરે... હુ બળી જાઉં છું, મને દઝાય છે, કેઈ બચાવે તે સારૂં એવા ભાવ ન આવ્યા. પણ પિતાને બાળનાર પ્રત્યે પણ કેવી કરૂણા આવી! આ રીતે બળતાં બળતાં પણ કરૂણવંતમુનિ બાળનારની દયા કરે છે. આવી શુભ ભાવનાવાળા મુનિરાજને પાપિણી એવી ધનશ્રીએ બાળી મૂકયા છે. છેવટે “નમે અરિહંતાણું” કહેતાં મુનિના પ્રાણદેવ ચાલ્યા ગયા. સમાધિપૂર્વક કાળ કરીને મુનિરાજ સાતમા મહાશુક નામના દેવલોકમાં પંદર સાગરેપમની સ્થિતિવાળા મહર્ષિક દેવ બન્યા. આગ લગાકર સે ગઈ આકર, જહાં થે દાસીદાસ, અબલા નામ ધરાકર દુષ્ટા, કિતના કિયા દુસાહસ છે. શ્રોતા ધનશ્રી મુનિની આગળપાછળ અગ્નિ પ્રગટાવીને તરત મંદિરમાં ચાલી ગઈ. તેણે મંદિરમાં પ્રવેશ કર્યો તે વખતે તેની દાસી જાગી ગઈ ને પૂછયું સ્વામીની ! તમે અત્યારે ક્યાં ગયા હતા ત્યારે ધનશ્રીએ જવાબ આપ્યો કે હું તે મધ્યરાત્રિની સંધ્યાએ દેવીના મંદિરની પ્રદક્ષિણા કરવા ગઈ હતી. બીજે ક્યાંય નથી ગઈ. એટલામાં દાસીએ પ્રકાશ જે. આ ભડકે શેને હશે? એમ બેલીને પાછી સૂઈ ગઈ. પ્રભાત થયું. નેકરોને કંઈક ભેટશું આપીને ધનશ્રી પિતાના ઘર તરફ ચાલી. જતાં માર્ગમાં વૃક્ષ નીચે બળી ગયેલા મુનિને દાસીએ જોયા, નેકરેએ જોયા ત્યારે દાસી તથા નેકરે બોલી ઉઠયા. અહો ! આપણે કાલે ગયા ત્યારે એક મુનિ ધ્યાનમાં ઉભા હતા. એ મુનિને રાત્રિમાં કેઈએ બાળી મૂક્યા લાગે છે. મુનિ પતે બળી ગયા હતા પણ તેમને રજોહરણ, પાત્ર બધા ઉપકરણે ત્યાં પડ્યા હતા. આવું અકાર્ય કોણે કર્યું હશે? એમ કરેએ દાસીને પૂછયું ત્યારે ધનશ્રી બેલી આપણને તેની શી ખબર પડે? હું કંઈ જાણતી નથી. પણ દાસીના મનમાં થયું કે આ મુનિ ક્યાં જાય છે તે જોવા માટે શેઠાણીએ મને સેક્સી હતી. વળી અડધી રાત્રે તે બહાર ગઈ હતી ને મેં તે સમયે આ જગ્યાએ પ્રકાશ જે હતો તેથી આ વાતનું રહસ્ય સમજી શકાતું નથી. પણ મને એટલી ખાત્રી થાય છે કે આ બાઈએ જ મુનિને બાળ્યા છે. એણે તે પાપ કર્યું ને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy